અમૃતસરી દમ આલુ – સૌને પસંદ પડે અને બાળકો તો વધુ પસંદ આવશે, તો ભૂલ્યા વગર નોંધી લો …

61
home-made-dam-aalu

અમૃતસરી દમ આલુ

અમૃતસરની એક ફેમસ સબ્જી આજે બનાવીયે. બધા આંગળાં ચાટતા રહી જશે. તો ચાલો બનાવીએ અમૃતસરી દમ આલુ.સ્ટેપ બાય સ્ટેપ

અમૃતસર ની એક ફેમસ સબ્જી આજે બનાવીયે. બધા આંગળાં ચાટતા રહી જશે. તો ચાલો બનાવીએ અમૃતસરી દમ આલુ.સ્ટેપ બાય સ્ટેપ.

સામગ્રી : –

  • * ૨૦૦ ગ્રામ નાની બટાકી,
  • * ૩ મિડયમ ચોપ કરેલી ડુંગળી,
  • * ૮ થી ૧૦ કળી લસણ,
  • * ૧ ઈંચ આદુંનો ટૂકડો,
  • * ૧/૨ કપ વલોવેલુ દહીં,
  • * ૧/૨ ટામેટાંની પ્યૂરી,
  • * ૭ થી ૮ કાજુ,
  • * ખડા મસાલા ( ૧ ઈલાયચી ,૨ લંવીગ , ૨ ટૂકડા તજ ,૧ જાવત્રીં ),
  • * ૧/૨ ટી સ્પૂન હળદર,
  • * ૨ ટે.સ્પન કાશ્મીરી લાલ મરચું,
  • * ૧ ટે.સ્પૂન ધાણાજીરુ,
  • * ૧/૨ ટી.સ્પૂન જીરું,
  • * ૧/૪ ટી.સ્પૂન મરી પાવડર,
  • * ૧/૨ ટી.સ્પૂન ગરમ મસાલો,
  • * મીઠું સ્વાદ પ્રમાણે,
  • * ૧ ટી.સ્પૂન કસૂરી મેથી ,
  • * ૬ મોટા ચમચા તેલ ,
  • * કોથમીર.

રીત :-

પહેલાં બટાકીને બે સીટી વગાડી બાફી લો.સીટી વધારે ના વગાડવી.

બટાકા ઠંડા પડે ત્યાં સુધી એક કડાઈમાં એક ચમચો તેલ મૂકી ખડામસાલા, ડુંગળી, આંદુ , લસણ ગુલાબી થાય ત્યાં સુધી સાતળવા પછી તેમાં કાજુ નાખી ફરી એક મિનિટ સાતળીલો.હવે તેને ઠંડું થવા એક બાઉલમાં કાઢી લો.

હવે બટાકાની છાલ ઉતારી ફ્રોક વડે કાણાં પાડો.હવે  બટાકીમાં ૧/૨ ટી.સ્પૂન લાલમરચું , ૧/૪ ટી.સ્પૂન હળદર ,અને થોડું મીઠું નાંખી મિક્સ કરો.

હવે કડાઈમાં ૪ થી ૫ ચમચા તેલ લઈ બટાકીને ગોલ્ડન બ્રાઉન તળી ને એક પ્લેટમાં કાઢી લો.

હવે મિકસી જારમા જે ડુંગળી ને બીજી વસ્તુ સાતળી છે તેને લઈને તેની પેસ્ટ બનાવી લો.

હવે જે તેલની કડાઈ હતી તેમા જરૂર હોય તો તેલ ઉમેરી ગરમ કરવા મૂકો . ગરમ થાય એટલે જીરું નાખી તેમાં લાલમરચું , હળદર નાખી મિકસ કરી પછીડુંગળી ની પેસ્ટ નાખી ૨ થી ૩ મિનિટ સાતળો.ત્યારબાદ તેમાં ટામેટાંની પ્યૂરી નાખી ત્યાં સુધી સાતળો જ્યાં સુધી પાણી બળીને તેલ છૂટું ના પડે ત્યાં સુધી .હવે તેમાં દહીં નાખો .દહીં નાખતાં સમયે ગેસ બંધ કરવો નહીં તો દહીં ફાટી જશે.ફરી ૪ થી ૫ મિનિટ સાતળો પછી તેમા ધાણાજીરું , મીઠું ,મરી ,ગરમ મસાલો , કસૂરી મેથી નાખી એક કપ પાણી નાખી ઉકળવા દો .જો ગ્રેવી જાડી લાગેતો થોડું પાણી નાખવુ ઉકળે એટલે તેમાં બટાકી નાખી એક ઉકાળો લઈ ગેસ બંધ કરી કોથમીર નાખી ગરમ ગરમ સબ્જીને નાન , રોટી ,પરાઠા જે ગમે તેની સાથે સવૅ કરો.

નોધ :-
* ટામેટાંને બાફીને તેની પ્યૂરી કરવી અથવા ડુંગળી સાતળતી વખતે પણ ટામેટાં નાંખી સાતળીને પેસ્ટ કરાય છે.

રસોઈની રાણી : કાજલ શેઠ 

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

 

Leave a comment