ટેસ્ટી ટેસ્ટી ફરાળી મસાલા બોલ્સ ફરાળ ઉપરાંત નાસ્તામાં પણ ખાઈ શકાશે …

144
home-made-farali-masala-bols

ફરાળી મસાલા બોલ્સ

કોઈ પણ વ્રત કરતા હોય તો વ્રત ના દિવસે જ વધારે ભૂખ લાગે છે. ને? એમાં પણ વ્રત માં પણ નવું નવું ખાવા નું મન થાય છે. રોજ એક ને એક ખાઈને કંટાળી જવાય છે એમ ફરાળ માં પણ રોજ એકસરખું નથી ભાવતું.

એમાં પણ બાળકો પણ જોડે ક્યારેક વ્રત કરતા હોય તો તેમને ભાવે તેવું કઈ ટેસ્ટી બનાવીએ તો વારે વારે ભૂખ પણ નથી લાગતી.

તો અજે હું લઇ ને આવી છું ટેસ્ટી ટેસ્ટી ફરાળી મસાલા બોલ્સ. કે જે માત્ર વ્રત નહી રોજે નાસ્તા માં બનાવી ખાઈ શકાય.

સામગ્રી:

  • ૨૫૦ ગ્રામ બટેટા,
  • ૨ ચમચી સિંગ દાણા નો ભૂકો,
  • ૨ ચમચી કોપરા નું છીણ,
  • ૨ ચમચી તલ નો ભુક્કો,
  • ૧/૨ વાડકો તપકીર,
  • ૨ ચમચી આદું, મરચા ની પેસ્ટ.
  • ૧ ચમચી નમક,
  • ૧ ચમચી મરચું પાઉડર,
  • ૨ ચમચી દળેલી ખાંડ,
  • ૧ નંગ લીંબુ,
  • તેલ,
  • સજાવટ માટે…
  • કોથમરી,
  • દહીં ની ચટણી.

રીત:

સૌપ્રથમ બટેટા ની છાલ કાઢી કુકર માં જરૂર મુજબ પાણી અને નમક ઉમેરી બાફી લેવા. ફરાળી માં જ ઉપયોગ માં લેવી હોય તો સિંધાલુ નમક નો જ ઉપયોગ કરવો. બાફવા સમયે નમક ઉમેરવાથી તે સરસ રીતે બટેટા માં ભળી જાય છે.

ત્યાર બાદ મસાલા ટીક્કી નો મસાલો બનાવીશું. તેના માટે લઈશું સિંગ દાણા નો બારીક ભુકો, તલ નો ભૂકો, સુકા કોપરાનું ખમણ, અને આદું મરચા ની પેસ્ટ. આ પેસ્ટ માં સુકા લીલા મરચા, આદું, કોથમરી વગેરે જેવી વસ્તુઓ ઉમેરી શકીએ છીએ.ત્યાર બાદ બધો મસાલો મિક્ષ કરી ભેળવી લેવો. તેને હાથ વડે મસળીને પ્રોપર મિક્ષ કરી લેવો.ત્યારબાદ મસાલામાં જરૂર મુજબ મસાલો ઉમેરીશું જેમાં ઉમેરીશું નમક, દળેલી ખાંડ, લીંબુ, અને મરચું પાઉડર.

બધું જ પ્રોપર માત્રામાં ઉમેરી મિક્ષ કરી લેવું. અને તેને ૧૦ થી ૧૫ મિનીટ સુધી ઢાંકીને મૂકી દેવો જેથી બધા જ મસાલા મિક્ષ થઇ જાય.

હવે તેમાં બટેટાનો છુંદો ઉમેરી મસાલો બધો ભેગો કરી મિક્ષ કરી લઈશું. તેને હાથ વડે ખુબ જ મસળી મિક્ષ કરવું જેથી બધાનો ટેસ્ટ પ્રોપર મિક્ષ થઇ જાય.

હવે લોટમાંથી નાના નાના બોલ્સ વાળી લેવા. લોટ કડક રાખવો જેથી બોલ્સ ખુબ જ સરસ અને જલ્દી બની જશે.

હવે બધા જ બોલ્સને તપકીરના લોટમાં રગદોળી લેવા. જેથી તે છુટી પણ નહિ જાય અને ડરી રીતે તળાય જશે.

હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં બોલ્સને તળી લો. બોલ્સ લાઈટ બ્રાઉન થાય એટલા તળવા. તેને ધીમી આંચ્ર ઉપર તળવા નથી તો બહારથી શેકાઈ જશે અને અંદરથી કાચા રહી જશે.

તળાય ગયા બાદ બોલ્સને એક પ્લેટમાં કાઢી લો.

ત્યાર બાદ એક સેર્વિંગ પ્લેટમાં લઇ તેને દહીંની ચટણી અને કોથમરી વડે ગર્નીશ કરી સેર્વ કરો. તો તૈયાર છે ફરાળી મસાલા બોલ્સ.

નોંધ:

બટેટા વરાળમાં બાફવાથી પોચા પડતા નથી,

બટેટા પોચા હશે તો બોલ્સ સરખા નહી વડે તેના માટે લોટ માં અંદર તપકીર ઉમેરી મિક્ષ કરી દેવું જેથી લોટ કડક બની જશે,

બોલ્સ નાના નાના વાળવા જેથી તે સારી રીત અંદરથી પણ પાકી જશે,

બોલ્સને હમેશા ધીમી આંચ ઉપર જ તળવા.

રસોઈની રાણી : મેધના સચદેવ(જૂનાગઢ)

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom & fb.com/gujaratijokes

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment