કેરીની ગોટલીનો મુખવાસ – કેરીના વધેલ ગોટલામાંથી બનાવો આ સ્વાદિષ્ટ મુખવાસ, ને કરો ઉપયોગ આખું વર્ષ…

184
home-made-gotali-mukhavas

 કેરીની ગોટલીનો મુખવાસ 

કેરીની સિઝનમાં આપણે કેરીનો રસ કે કટકા કે ચૂસીને ખાતા હોઈએ , છાલ અને ગોઠલા ધોઈને ફજેતામાં વાપરીએ . પણ પછી એ ગોઠલાનું આપ શુ કરો ?? મારી મમ્મી આ ગોઠલામાંથી ખૂબ જ સ્વાદિષ્ટ મુખવાસ બનાવે , જે આખું વર્ષ આપ ઉપયોગમાં લઇ શકો છો.

ગોઠલી ને બાફી એની સુકવણી કરવાની હોય છે , જેથી આપ આસાનીથી આખું વર્ષ ઉપયોગમાં લઇ શકો છો. અને જ્યારે જરૂર પડે ત્યારે થોડા થોડામાં મસાલો ચડાવો અને આનંદ ઉઠાવો આ મસાલેદાર ગોઠલીના મુખવાસનો.

સામગ્રી :

 • થોડા કેરીના ગોઠલા,
 • મીઠું,
 • 1/2 ચમચી હળદર,
 • 1/2 અડધો વાડકો,
 • કેરીનું મીઠાવાળું પાણી અથવા અડધા લીંબુનો રસ,
 • તળવા માટે તેલ,
 • જીરાનો ભૂકો,
 • હિંગાષ્ટક,
 • સંચળ,
 • ચાટ મસાલો,
 • હિંગ,
 • હળદર.

રીત ::

વપરાય ગયેલા ગોઠલાને સૌ પ્રથમ સદા પાણીમાં ધોઈ લો. ત્યારબાદ આ ગોઠલાને 7 થી 8 દિવસ સુધી તડકામાં સુકવો. ગોઠલાને જમીન પર સીધા સુકવશો તો ચાલશે ..ગોઠલા સુકાય જશે એટલે સફેદ કલરના થઈ જશે. અમે જેમ જેમ કેરી વપરાતી જાય તેમ તેમ ગોઠલા સુકવતા જઈએ.. બધા ગોઠલા 7 થી 8 દિવસ સુધી સૂકવવા .

ગોઠલા બરાબર સુકાય જાય એટલે હથોડી કે દસ્તાની મદદથી ગોઠલાને તોડો. ધ્યાન રહે અંદરની ગોઠલી ભૂકોના થઇ જાય. બને ત્યાં સુધી પેહલા કિનારીથી તોડો અને ગોઠલી આખી નીકાળવાની ટ્રાય કરવી..આ ગોઠલીના ઉપરના પડ કાઢી લેવા. 

હવે ગોઠલીને પાણીમાં પલાળો. દર 4 થી 5 કલાકે પાણી બદલી લેવું. સાથે જેટલું પડ નીકળે નીકળતા જાઓ.આપ જોશો પાણી કાળા પડતા જશે. અને ગોઠલી ધીરે ધીરે સફેદ બનતી જશે.

પાણી બદલાવાની પ્રક્રિયા 4 થી 5 વાર કરો. ધ્યાન રહે ગોઠલીના કાળા ડાઘા પડશે.

ત્યારબાદ ગોઠલીને કુકરમાં બાફવા માટે મુકો. એમાં થોડું કેરીનું પાણી , મીઠું અને હળદર ઉમેરો. ગોઠલી ડૂબે એટલું પાણી લો. ધીમી આંચ પર 3 થી 4 સીટી વગાડો.

ત્યારબાદ બફાયેલી ગોઠલીને ચાયણીમાં નિતારવા મુકો. 2 થી 3 કલાક માટે નિતારવા દો. આમ કરવાથી સમારતી વખતે ગોઠલી તૂટશે નહીં.

હવે એકદમ પાતળીને લાંબી સુધારો. હળવે થી સુધારો નહીં તો બફાયેલી ગોઠલીનો ભૂકો થઈ જશે.

આ સમારેલી ગોઠલીને એક કોટનના કપડાં પર તડકે સુકવો.. આવા આકરા તડકામાં 2 દિવસમાં ગોઠલી સુકાય જશે.

ધ્યાન રહે ગોઠલી એકદમ સુકાય જ જવી જોઈએ.આ સુકવેલી ગોઠલી આપ આખું વર્ષ સ્ટોર કરી શકો છો. જયારે જોઈએ ત્યારે તળો / શેકો અને મસાલો ચડાવો.

ગોઠલી તળીને અથવા શેકીને બનાવી શકાય છે. તળી ને બનાવેલ વધુ પોચી અને સરસ બને છે . તેલ એકદમ ગરમ થાય ત્યારે જ તળવી.

ત્યારબાદ, આ ગોઠલીને મોટા બાઉલ કે કડાયમાં લઇ બધો મસાલો ઉમેરો..

એકદમ ઠરે એટલે એર ટાઈટ ડબ્બામાં ભરો અને આનંદ ઉઠાવો આ સ્વાદિષ્ટ મુખવાસ નો .આશા છે પસંદ આવશે.

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment