ગુલકંદ રોલ્સ – ઓછા સમયમાં તૈયાર થતી આ સ્વીટ ડીશ આજે જ નોંધી લો …

71
home-made-gulkand-roll

ગુલકંદ રોલ્સ

હેલ્લો ફ્રેન્ડ્સ

કેમ છો મજામાં ને? આજે હું ફરી હાજર થઈ ગઈ છું એક નવી જ રેસીપી સાથે..

તો આજે આપડે બનાવીશું ગુલકંદ રોલ્સ જી હા આ એક સ્વીટ ડિશ છે નાના બાળકો ને અને મોટા ને ભાવે તેવી ડિશ છે.. ને સાથે આપડે ઠાકોરજી ને પણ ધરાવી શકીએ તેવી ડિશ છે…ખૂબ જ ઓછા સમયમાં બની જશે…

તો રાહ શેની જુઓ છો ચલો ફટાફટ નોંધી લો આ રેસિપી

 

ગુલકંદ રોલ્સ માટે સામગ્રી:-

  • દૂધ ૧ થેલી,
  • ગુલકંદ ૧ વાટકી,
  • ખાંડ ૧ વાટકી,
  • બદામ સજાવટ માટે,
  • ગુલાબની પાંખડી ડેકોરેશન માટે

બનવવાં માટે

સૌ પ્રથમ આપણે દૂધને ગરમ કરી લેશું.મે અહી અમૂલ ગોલ્ડ દૂધ ૧ થેલી લીધું છે તમે જે ચાહો તે લઇ શકો છો…

એક વાસણ જે ઊંડું હોય તેમાં દૂધને દૂધને ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરશું..ને  દૂધને ચમચા વડે હલાવતા રેહશું.

આપડે ત્યાં સુધી હલાવસુ જ્યાં સુધી દૂધ અડધું ન થાય જાય અને ધ્યાન રાખવું કે દૂધ નીચે બેસી ન જાય
એટલે આપડે સતત હલાવતા રેહવું.

હવે તમે જોય શકશો કે દૂધનો કલર બ્રાઉન થાય ગયો છે. તો હવે આપડે તેમાં ખાંડ નાખી. હવે ખાંડ મેલ્ટ થાય જય ત્યાં સુધી આપડે મિક્સ કરી હલાવશું.

હવે આપનું લેયર તૈયાર છે તેને એક પ્લેટ માં કાઢી લેવું.તેને આપડે લગભગ અડધી કલાક જેવું ઠંડું થવા દો.

હવે આપણે મિશ્રણમાંથી નાના લુવા જેવું હાથમાં લય તેને થેપી લેવું જેથી તેની અંદર આપડે ગુલકંદને સ્ટફ કરી શકીએ..

ફોટામાં બતાવ્યાં મુજબ આપડે માવાની અંદર ગુલકંદને સ્ટફ કરી લેશું..

હવે આવી જ રીતે બધાને સ્ટફ્ કરી રોલ કરી લેશું..

હવે સવિંગ પ્લેટમાં કાઢી ઉપરથી ગુલાબની પાંખડી ને બદામથી ગાર્નિશ કરીને સર્વ કરોતો તૈયાર છે એકદમ સ્વીટ રેસીપી ગુલકંદ રોલ્સ તમે પણ બનાવો ને કેજો કેવી લાગી..

નોંધ:-

દૂધ ને ગરમ કરતી વખતે તેને સતત હલાવવું જરૂરી છે નહિતર તે બડી જશે…

ફરી હાજર થઈશ ત્યાં સુધી આવજો…

રસોઈની રાણી : મયુરી ઉનડકટ ( જૂનાગઢ)

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom & fb.com/gujaratijokes

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment