કાચી કેરીનો કટકી છુન્દો બનાવવાની સરળ અને પરફેક્ટ રીત

127
home-made-kachi-keri-no-chhundo

કાચી કેરીનો છૂંદો

મિત્રો, કાચી કેરીનો છૂંદો ઘણી રીતે બનાવવામાં આવે છે જેમ કે તડકા છાંયડાનો, ઇન્સ્ટન્ટ, કેરી છીણીને, કેરીની કટકી કાપીને વગેરે વગેરે. આજે હું કાચી કેરીના ઝીણા ઝીણા પીસીસ કરીને કઈ રીતે છૂંદો બનાવવો તેની રેસિપી શેર કરવા જઈ રહી છું. જેને જામ જેલીના ઓપ્શનમાં પણ બાળકોને આપી શકાય. તો ચાલો જોઈએ કઈ રીતે બનાવીશું કાચી કેરીનો કટકી છૂંદો.

સામગ્રી :

  • 500 ગ્રામ કાચી કેરી,
  • 500 ગ્રામ ખાંડ,
  • ચપટી મીઠું,
  • 8 – 10 મરી દાણા,
  • 4 -5 એલચી,
  • 4 -5 લવિંગ,
  • તજ.

તૈયારી :

મરી, તજ, લવિંગ અને એલચીનો એકસાથે પાવડર બનાવી લેવો.

રીત :

કેરીને સાફ પાણીથી ધોઈ, કોરી કરી છાલ ઉતારી લેવી. છાલ થોડી જાડી ઉતારવી જેથી ગ્રીનીશ ભાગ છાલ સાથે ઉતરી જાય અને કટકી સરસ વાઈટ બને. ત્યારબાદ કેરીને ઝીણી ઝીણી કટકીમાં કાપી લો.

ત્યારપછી એક બાઉલ કે તપેલીમાં કેરીની કટકી લો. તેમાં મીઠું અને ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી લો.

બરાબર મિક્સ કરી ઢાંકીને મૂકી દો જેથી ખાંડ ઓગળી જાય અને કટકી સાથે મિક્સ થઈ જાય. ખાંડ ઓગળી જાય ત્યાં સુધી તેને ઘરમાં જ રહેવા દો.

ખાંડ ઓગળી જાય પછી વાસણને આછું સાફ કપડું ટાઈટ બાંધીને સન-લાઇટમાં રાખો. દરરોજ સાંજે અંદર લઈ હલાવીને બરાબર મિક્સ કરી લેવું અને દિવસ દરમિયાન તડકે રાખવું.

એક તારની ચાસણી બને ત્યાં સુધી તડકે રાખવાનું છે. સમર સિઝનમાં તાપ ખુબ જ આકરો હોય આઠેક દિવસમાં આ છૂંદો તૈયાર થઈ જાય છે.

આપણે જે કેરીને ખમણીને છૂંદો બનાવીએ તેનાથી બે દિવસ વધારે લાગે છે. એક તારની ચાસણી બની જાય ત્યારબાદ તેમાં તજ, લવિંગ, મરી અને એલચીનો પાવડર ઉમેરી મિક્સ કરી લો.

તો તૈયાર છે કાચી કેરીનો કટકી છૂંદો તેને સાફ કાચની બરણીમાં ભરી લો. આ છૂંદાને રેફ્રિજરેટરમાં રાખવાની બિલકુલ જરૂર નથી. છૂંદો બનાવતી વખતે પૂરતી ચોક્કસાઈ રાખવામાં આવે તો એક વર્ષ સુધી તો ખરાબ થતો જ નથી.

ખુબ જ સરસ બને છે, બધાને ભાવશે જ તો આપના રૂટિન મેનુમાં વૈવિધ્ય લાવવાં આજે જ બનાવો કાચી કેરીનો કટકી છૂંદો.પીકનીકમાં અથવા તો શાક ન હોય તો પણ રોટલી, થેપલા કે પૂરી સાથે ખાવાની મજા આવે છે.

મેં તજ, લવિંગ, એલચી અને મરીનો પાવડર બનાવીને ઉમેર્યો છે જે છૂંદાને અનેરી સોડમ અને સ્વાદ બક્ષે છે, છતાં પણ આપણા સ્વાદ મુજબ મસાલામાં વધ-ઘટ કરી શકીએ.

નોંધ :

આ છૂંદો બનાવતી વખતે કેરી પરથી જાડી છાલ ઉતારવામાં આવે છે તેને ફેંકી ન દેતા, તેમાં સ્વાદ મુજબ મીઠું, ધાણાજીરું, આદુ, મરચા અને કોથમીર નાખીને સ્વાદિષ્ટ ચટણી બનાવી શકાય.

આ રેસિપીનો વીડીયો જોવા અહીં ક્લિક કરો:

રસોઈની રાણી : અલ્કા સોરઠીયા (રાજકોટ )

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom & fb.com/gujaratijokes

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

 

Leave a comment