કાકડીનું રાઈતું – એકદમ ઝડપથી બનતું આ રાયતું બનાવો ને ગરમીમાં ખવડાવો ઘરના સૌને….

314
home-made-kakadi-nu-rayatu

કાકડીનું રાઈતું

ઉનાળા માં કાકડી નું મહત્વ તો આપણને બધા ને ખબર જ છે.

ઉનાળા માં જમવામાં રોટલી જોડે એ ગરમ તીખા તમતમતા શાક કરતા એક ઠંડુ અને હેલ્થ્ય રાઈતું મળી જાય તો મજા જ પડી જાય ને.

આ કાકડી નું રાઈતું ખુબ જ જડપથી બને છે તેમજ મેહમાનો આવે ત્યારે આ રાઈતું તો જરૂર થી બનાવવું.

જે લોકો ડાઇટ કરતા હોય તેના માટે બેસ્ટ પુરવાર થયું છે.

સમગ્ર સ્વાસ્થ્ય માટે કાકડીઓ અત્યંત ફાયદાકારક છે, ખાસ કરીને ઉનાળા દરમિયાન, કારણ કે તેઓ મોટેભાગે પાણીથી બનેલા હોય છે અને માનવ શરીર માટે આવશ્યક પોષક પદાર્થો આવશ્યક છે.

કાકડીઓનું માંસ વિટામિન એ, વિટામિન સી અને ફૉલિક એસિડમાં સમૃધ્ધ છે, જ્યારે હાર્ડ ચામડી ફાયબર અને મેગ્નેશિયમ, મોલિબ્ડેનમ અને પોટેશિયમ સહિત ખનીજની શ્રેણીમાં સમૃદ્ધ છે.

સામગ્રી:

  • ૨ નંગ કાકડી,
  • ૧ વાડકો દહીં,
  • ૨-૩ ચમચી સમારેલી કોથમરી,
  • ૨-૩ ચમચી સમારેલો ફુદીનો,
  • ૧ નંગ લીલું મરચું,
  • મસાલા…..
  • ૧/૨ ચમચી નમક,
  • ૧/૨ ચમચી સંચર,
  • ૧/૨ ચમચી જીરું પાઉડર,
  • ૧/૨ ચમચી મરી પાઉડર.

રીત:

સૌપ્રથમ આપણે લઈશું સામગ્રીઓ. જેમાં આપણે લઈશું કાકડી જેટલા પ્રમાણ માં રાઈતું બનાવવું હોય એટલી કાકડી લઇ શકીએ છીએ. ત્યાર બાદ લઈશું દહીં. દહીં માં ધ્યાન રાખવું કે બને તો તાજું મેળવેલું જ દહીં વાપરવું જે બોવ ખાટું પણ ના હોય. અને મોરું પણ ના હોય. ત્યાર બાદ લઈશું. કોથમરી, ફુદીનો અને લીલા મરચા જેનાથી રાઈતા નો સ્વાદ ખુબ જ સરસ લાગશે. તેમજ ફુદીના ના લીધે રાઈતા માં એક ખુબ જ સરસ રીફરેશ્મેન્ટ જોવા મળશે. ત્યાંર બાદ લઈશું. તેના સ્વાદ માટે મસાલાઓ.

જેમાં સ્વાદ મુજબ આપણે વધારો ઘટાડો પણ કરી શકાય છે. જેમાં લઈશું નમક, સંચર, મરી પાઉડર અને જીરું ને લઇ તેને સેકી લેવું. ત્યાર બાદ તેને સાવ બારીક પીસી તે પાઉડર નો ઉપયોગ કરીશું.ત્યાર બાદ આપણે કાકડી ને ધોઈ તેની છાલ કાઢી લઈશું. ત્યાર બાદ તેને કિનારા થી અડધો પોણો ઇંચ કાપી લઈશું ત્યાર બાદ કાકડી ને કાપેલા ટુકડા જોડે ખુબ જ ઘસી લેવું જેથી તેમાં રહેલી કડવાશ દુર થઇ જશે.

ત્યાર બાદ કાકડી ને ખમણી માં બારીક ખમણી લેવી. કાકડી ને ચારે બાજુ થી ખમણી લેવી અને તેની વચ્ચે આવેલા બીજ ઉપયોગ માં નઈ લઈએ. તો આપની પાસે તૈયાર થઇ જશે ખુબ જ સરસ જીણું બારીક ખમણેલું ખાકડી.

ત્યાર બાદ એક બાઉલ માં દહીં લઇ તેને જેરણી વડે જેરી લઈશું. તમે બ્લેન્ડર નો ઉપયોગ પણ કરી શકો છો. આ રીતે જેરવાથી એક ખુબ જ સરસ ઘોરવું તૈયાર થઈ જશે.ત્યાર બાદ હવે એક બાઉલ માં દહીં લઈશું. જેટલું પણ રાઈતું બનાવવું હોય એ પ્રમાણે દહીં લેવું.

ત્યાર બાદ તેમાં કાકડી નું ખમણ ઉમેરવું અને ખુબ જ સારી રીતે મિક્ષ કરી લેવું.ત્યાર બાદ તેમાં ઉમેરીશું કોથમરી, ફુદીનો અને મરચા ના કટકા. જેથી રાઈતા માં ખુબ જ સરસ અને ચટપટો ટેસ્ટ આવશે.ત્યારે બાદ તેમાં સ્વાદ મુજબ મસાલાઓ ઉમેરીશું જેમાં નમક, સંચર અને મરી પાઉડર, જીરું પાઉડર ઉમેરી મિક્ષ કરી લેવું.આ રાઈતું બનાવી ખુબ જ બધી વસ્તુઓ દહીં માં ભળી જાય એવી રીતે મિક્ષ કરી લેવું. ત્યાર બાદ તેને ઠંડુ થવા માટે ફ્રીઝ માં મૂકી દેવું.હવે રાઈતું એકદમ તૈયાર છે. ઠંડુ ઠંડુ અને ચટપટુ. જેને એક સેર્વિંગ બાઉલ માં કાઢી કોથમરી વડે ગર્નીશ કરી સેર્વ કરીશું.

નોંધ:

આ રાઈતું માત્ર કાકડી અને દહીં ના મિશ્રણ થી પણ બનાવી શકાય છે.

મસાલા માં પણ ખાલી નમક કે તમારા પસંદી ના મસાલા ઉમેરવાથી પણ ખુબ જ સરસ ટેસ્ટ લાગશે.

આ રાઈતું બનાવી ને સીધું પણ સેર્વ કરી શકાય છે. તેમજ આ રાઈતા ને ફ્રીઝ માં મૂકી ઠંડુ સેર્વ કરીએ તો પણ સરસ લાગે છે.

રસોઈની રાણી : મેધના સચદેવ(જૂનાગઢ)

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom & fb.com/gujaratijokes

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment