ખંમગ કાકડી – મહારાષ્ટીયન સ્ટાઈલનુ ખમંગ કાકડી એકવાર જરૂર ટ્રાય કરો !!

61
home-made-khamang-kakadi

****ખંમગ કાકડી *****

હેલો ફ્રેન્ડઝ હું અલ્કા જોષી આજ ફરી એકવાર એક નવી રેસીપી લાવી છું જે એક સલાડ છે અને તે મહારાષ્ટ્રની પ્રખ્યાત વાનગીમાની એક વાનગી છે. આ સલાડ એટલુ સ્વાદિષ્ટ છે કે તમે એને રોજના જમણ સાથે લઇ શકો છો અરે તે એટલું સ્વાદિષ્ટ બને છે કે તે એકલુ પણ ખાય શકાય છે, આપણે હમેશા આપણા રોજીંદા ખોરાકમા અલગ અલગ પ્રકારના સલાડ અને કચુંબર બનાવતા જ હોઇએ છીએ, જેમાં મુખ્યત્વે કોબી, ગાજર, ટામેટાં, કાકડી બીટનો વપરાશ કરીયે છીએ, આજે હું નાના મોટા દરેકને ભાવતી કાકડીનુ સલાડ શીખવાડીશ, તો હવે તમે પણ આ મહારાષ્ટીયન સ્ટાઈલનુ ખમંગ કાકડી જરૂર બનાવજો. તો ચાલો નોંધી લો સામગ્રી...

*સામગ્રી —

  • 250ગ્રામ કાકડી,
  • 1કપ શેકેલા સિંગદાણાનો અધકચરો ભૂકો,
  • 2લીલા મરચાં,
  • 1/2 કપ જીણી સમારેલી કોથમીર,
  • 1ટે.સ્પુન ખાંડ ,
  • સ્વાદ અનુસાર મીઠું

*રીત —

1—સૌ પ્રથમ કાકડીને ધોઈને તેની છાલ ઉતારી લો અને તેને એકદમ બારિક સમારી લો તેમા એક ટીસ્પૂન જેટલુ મીઠું નાખીને તેને બરાબર મિક્સ કરી ને 15મિનીટ માટે સાઈડ પર મૂકી દો .2–હવે 15 મિનિટ બાદ તેમાં મીઠાનુ પાણી થઈ ગયું હશે તેને હાથ થી દબાવી ને નિતારી લો.જરાપણ પાણીનો ભાગ ના રહે તે ધ્યાન રાખવું.

3–ત્યાર બાદ તેમાં સિંગદાણાનો અધકચરો ભૂકો, બારીક સમારેલી કોથમીર, અને બારિક સમારેલા મરચાં અથવા મરચાંની પેસ્ટ, ખાંડ, નાખો, ( મીઠું પહેલા થી કાકડી મા છે એટલે જરૂર પડે તો થોડું મીઠું નાખવુ, )હવે સલાડને હળવા હાથે મિક્સ કરી લો.

1ટીસ્પુન લીંબુનો રસ નિચોવી લો. તો ચાલો તૈયાર છે તમારૂ સ્વાદિષ્ટ ખમંગ કાકડીનુ સલાડ.. આમા તમે દાડમ ના દાણા પણ નાંખી શકો છો.

*ધ્યાનમા રાખવાની બાબત —

કાકડી ઘણા પ્રકારની આવે છે, મે સુરતી કાકડી લીધી છે તમે કોઇપણ પ્રકારની કાકડી લઇ શકો છો. બીજી બાબત એ ધ્યાનમાં રાખવી કે કાકડી સમારતા પહેલા ચાખી લેવી કેમકે ઘણી વખત કાકડી કડવી આવી જાય છે જો કાકડી કડવી હશે તો સલાડ કડવુ થઇ જશે.

*ટીપ–કાકડીની બંને બાજુથી છેડેથી કાપીને તેના ઉપર થોડું મીઠું લગાવીને ઘસવાથી તેની કડવાશ દૂર થઈ જાય છે.

તો ચાલો તમે બનાવો આ સ્વાદિષ્ટ ખમંગ કાકડી અને હું કરુ બીજી રેસીપી ની તૈયારી અને હા તમારો ફીડબેક આપવાનુ ભુલતા નહીં…. બાય….

રસોઈની રાણી : અલ્કા જોશી (મુંબઈ)

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom & fb.com/gujaratijokes

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment