“મગસ” ખુબ સરળ રીતે બનાવો, ઘરમાં બધાને ભાવશે…

167

“મગસ”

સામગ્રી:

1 વાટકી ચણા નો કરકરો લોટ, 1 વાટકી બુરુ ખાંડ (દળેલી ખાંડ ), 1 વાટકી ઘી, 1 ચમચી સૂંઠ પાવડર, 1 ચમચી ગંઠોડા પાવડર, 1/2 ચમચી એલચી પાવડર, 3 ચમચી સૂકામેવા

રીત:

1 જાડા તળિયા વાળી કડાઈમાં ઘી લઈ ગરમ કરો. તેમાં ચણાનો લોટ ઉમેરી ગુલાબી રંગ નો થાય ત્યાં સુધી શેકો. હવે એમા સૂંઠ પાવડર, ગંઠોડા પાવડર, એલચી પાવડર ઉમેરો. ગેસ બંધ કરી બુરુ ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરો. ફરી ગેસ ચાલુ કરી 5 મીનીટ માટે સતત હલાવતા રહો. ગેસ બંધ કરી મગસ ને થાળી માં ઠારી દો. ઉપરથી સૂકામેવા થી સજાવી લો. ઠંડુ થયા પછી પીસ કરી ડબ્બામાં ભરી દો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment