પાઉભાજી મસાલો – બનાવો આ મસાલો એટલે પાવભાજી બહાર જેવા જ ટેસ્ટની બનશે !!!

308
home-made-pavbhaji-masala

પાઉભાજી મસાલો

હેલો મિત્રો પાઉભાજી તો બધા જ ને ભાવે છે ને. પરંતુ ઘરે જયારે પાઉભાજી બનાવીએ ત્યારે એમ થાય કે ઘરે બહાર જેવી પાઉભાજી કેમ નથી બનતી ? તો આજે આપણે બનાવીશું પાઉભાજીનો સુકો મસાલો. જે જયારે પણ પાઉભાજી બનાવીએ તેમાં ઉમેરી પાઉભાજી નો ટેસ્ટ બમણો કરી શકાય છે.

બજાર માં મળતા મસાલા પડતર કે કેટલા જુના હોય તે આપણને નથી ખબર હોતી. અને ઘર ના મસાલા ની તો વાત જ અલગ હોય છે. ને.. તો ચાલો બનાવીએ પાઉભાજી મસાલા.

સામગ્રી:

  • ૪ નંગ સુકા લાલ મરચા,
  • ૧ ચમચી વળીયારી,
  • ૧ ચમચી શેકેલું જીરું,
  • ૧૦-૧૨ નંગ તીખા,
  • ૮-૧૦ નંગ ઇલાઇચી,
  • ૩-૪ પાન તમાલપત્ર,
  • ૨ નંગ જાવંત્રી,
  • ૩-૪ નંગ બાદીયા,
  • ૮-૧૦ નંગ લવિંગ,
  • મસાલા,,
  • ૧ ચમચી નમક,
  • ૧ ચમચી મરચું પાઉડર,
  • ૧/૨ ચમચી સુંઠ નો પાઉડર
  • ૧/૨ ચમચી હળદળ.

રીત:

સૌપ્રથમ પાઉભાજી મસાલો બનાવવા માટે લઈશું સામગ્રીઓ. સામગ્રીઓ પ્રોપર હશે એટલે મસાલો ખુબ જ સરસ અને ટેસ્ટી બનશે. તો તેના માટે લઈશું સુકા લાલ મરચા, વળીયારી, શેકેલું જીરું, તીખા, ઇલાઇચી, તમાલપત્ર, જાવંત્રી,બાદીયા, લવિંગ. મસાલા માં નમક, મરચું પાઉડર, સુંઠ નો પાઉડર, હળદળ જેવાબધા જ મસાલા.

હવે બધી જ સામગ્રીઓ ને એક પેન માં ગરમ કરી લઈશું. તેને બોવ ગરમ પણ નથી કરવાની. તે મસાલો બનાવવા માટે પ્રોપર ગરમ થઇ ગયું છે તે જોવા માટે તેને હાથ થી જ હલાવવું જેથી ખબર પડી જશે કે સામગ્રીઓ ગરમ થઇ ગઈ છે.

ત્યાર બાદ બધી જ સામગ્રીઓને એક પ્લેટમાં કાઢી ઠંડી થવા માટે મૂકી દેવી. ૨૦ થી ૨૫ મિનીટમાં તે સામગ્રીઓ ઠંડી થઇ જશે.

ત્યારબાદ એક મિક્ષ્ચરના નાના પવાલામાં તેને પીસવા માટે ભરી લઈશું. સામગ્રીઓ ને અલગ અલગ તેમજ જોડે પણ ક્રશ કરી શકાય છે.

ક્રશ કર્યા બાદ આપણી પાસે એક ખુબ જ સરસ બારીક પાઉડર મળી જશે.

ત્યાર બાદ તેમાં મસાલા ઉમેરીશું. જેટલું તીખું, ખારું જોઈતું હોય એ પ્રમાણે મસાલા ઉમેરીએ તો પણ ચાલે.

હવે ખુબ જ ટેસ્ટી મસાલો તૈયાર થઇ ગયો છે તો તેને ચારણીની મદદથી ચાળી લઈશું.

ત્યાર બાદ જો પાઉડર ગરમ હોય તો તેને હજી થોડી વાર પ્લેટમાં કાઢી ઠંડો થવા દેવો. જેથી આ મસાલો આખું વર્ષ સ્ટોર કરવો હોય તો બગળીના જાય.

તો તૈયાર છે. પાઉભાજી મસાલો. જેને ઘરની પાઉભાજીમાં ઉમેરી ટેસ્ટી બનાવી બાળકો તથા મેહમાનોને ખુશ કરી દો.

નોંધ:

પાઉભાજી મસાલો માત્ર પાઉભાજીમાં જ નથી પરંતુ ઘણા એવા શાક હોય જે બાળકો પસંદ નથી કરતા તો તેમાં આ મસાલો ઉમેરીએ તો કોઈ પણ સબ્જી ટેસ્ટી થઇ જશે. અને બાળકો બધા જ શાક ખાતા થઈ જશે.

રસોઈની રાણી : મેધના સચદેવ(જૂનાગઢ)

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom & fb.com/gujaratijokes

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment