બાળકો માટે હેલ્ધી અને મોટા લોકો માટે ટેસ્ટી એવા સ્ટફ પરાઠા ડીનર અથવા નાસ્તામાં બનાવજો જરૂર…

140
home-made-stuff-paratha

સ્ટફ પરાઠા

Hi friends! આજે આપણે બનાવીશું નાસ્તો અને સાંજે જમવામાં પણ ચાલે એવી 2 ઇન 1 રેસિપી જે બાળકો માટે હેલ્ધી અને મોટા લોકો માટે ટેસ્ટી એવા સ્ટફ પરાઠા.

સામગ્રી

  • 1 વાટકી ખમણેલું ગાજર,
  • 1 વાટકી ઝીણી સમારેલ કોબી,
  • 2 થી 3 નંગ બાફેલા બટાટા,
  • કોથમીર,
  • 2 થી 3 ચમચી ખમણેલું ચીઝ,
  • 1 મોટો વાટકો ઘઉંનો લોટ,
  • તેલ,
  • 1/2 ટી સ્પૂન જીરું,
  • 1/2 ટી સ્પૂન લાલ મરચું પાવડર,
  • 1/2 ટી સ્પૂન ધાણા જીરું,
  • 1/2 ટી સ્પૂન હળદર,
  • 1 ચમચી ગરમ મસાલો,
  • ચાટ મસાલો ટેસ્ટ પ્રમાણે,
  • મીઠું,
  • આમચૂર પાવડર ,
  • 1 ચમચી આદું મરચાની પેસ્ટ,
  • તેલ જરૂર મુજબ.

બનાવાની રીત

સૌ પ્રથમ એક ઉંડા વાસણમાં ઘઉંનો લોટ લો.તેમાં 2 થી 3 ટી સ્પૂન તેલ,મીઠું અને જીરું ઉમેરી મીડીયમ કણક તૈયાર કરો.હવે તેને 15 મિનિટ ઢાંકીને રાખો.એટલી વારમાં સ્ટફિંગની સામગ્રી તૈયાર કરી લો.

એક મોટા બાઉલમાં ખમણેલું ગાજર,કોબી બાફેલા બટાટા,કોથમીર,આદુ મરચાંની પેસ્ટ,ચીઝ અને બાકીના બધાં જ મસાલા મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરો.

હવે તૈયાર કરેલા કણકમાંથી મીડીયમ સાઈઝના લુઆ લઈ રોટલી વણો. હવે તેમાં વચ્ચે સ્ટફિંગ મૂકી ચાર બાજુથી ભેગું કરી પાછું લુઓ તૈયાર કરો અને હલકા હાથે વણો.

હવે નૉસ્ટિક પેનમાં તેલ મૂકી બને બાજુથી ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન શેકી લો.

તો તૈયાર નાસ્તા માં અને ડિનરમાં ચાલે એવા સ્ટફ પરાઠા.

પરોઠા મૂળ રૂપે પંજાબમાં બનાવાય અને પીરસાય છે પણ દક્ષિણ ભારતમાં આની ઘણી પ્રજાતિ પર્રોટ્ટા નામે જોવા મળે છે. પરોઠાને ઘેર બનાવેલા માખણ કે દહીં સાથે ખવાય છે. પરોઠા ખાવાને સૌથી વધુ મજા લસ્સી કે છાશ સાથે આવે છે

દહીં અને અથાણાં સાથે પરોઠા એ મોટા ભાગના ભારતીયોનો સવારનો નાસ્તો હોય છે ખાસ કરી ઉત્તર ભારતમાં. પરોઠા વધુ પડતી તૈલી શાક પદાર્થો સાથે સારા લાગતાં નથી.

રસોઈની રાણી : કોમલ બાલત (વેરાવળ)

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment