તરબૂચ શ્રીખંડ – ઉનાળામાં ઠંડક આપતો તરબૂચનું શ્રીખંડ બનાવો આ જ સિઝનમાં ….

72
home-made-tarabuch-shrikhand

તરબૂચ શ્રીખંડ

ઉનાળામાં તરબૂચનું નામ પડે એટલે મોઢામાં પાણી આવી જાય છે ને? ઉનાળામાં તરબૂચ હેલ્થ માટે પણ ખુબ જ સારું છે. લોકો ઉનાળામાં ખુબજ માત્રામાં તરબૂચ ખાય છે તેમજ તેના જ્યુસ બનાવીને પણ પીવે છે. બાળકોને પણ તરબૂચ
ખુબ જ પ્રિય હોય છે. તરબૂચનું જ્યુસ તો બધા પીવે છે તો ચાલો બનાવીએ તરબૂચમાંથી કઈ નવું.

ઉનાળો આવે એટલે એક સ્વીટ તો ઘરમાં આવતી જ હોય છે. શ્રીખંડ જે નાના હોય કે મોટા બધા ને ભાવતો જ હોય છે. શ્રીખંડમાં તો કેટલી અલગ અલગ વેરાઈટી આવતી હોય છે. પછી એ મેંગો શ્રીખંડ હોય કે ડ્રાયફ્રુટ શ્રીખંડ અને ઉનાળામાં તો તરબૂચના ફાયદાઓ તો આપડે જાણીએ જ છીએ. તો ક્યારેય ટ્રાય કર્યું છે ? તરબૂચનું સ્વીટ શ્રીખંડ. તો ચલો આજે બનાવીએ તરબૂચમાંથી એક અલગ જ શ્રીખંડ.

જે ખાવામાં પણ ખુબ જ ટેસ્ટી છે અને જલ્દીથી બની પણ જાય છે. શ્રીખંડમાં તરબૂચ નું ફ્રેશ અને રિફ્રેશિંગ આપતું ફ્લેવર ખુબ જ સરસ લાગે છે.

સામગ્રી:

  • ૧ મોટો વાડકો દહીં,
  • ૧/૨ વાડકો દળેલી ખાંડ,
  • ૧/૨ વાડકો તરબૂચ ના કટકા,

સજાવટ માટે,,,

  • થોડા ડ્રાયફ્રુટ્સ.

રીત:

સૌપ્રથમ આપણે લઈશું સામગ્રીઓ જેમાં લઈશું મીઠું દહીં, ત્યાર બાદ એક તરબૂચ તેમાંથી બધાજ બીજ સારી રીતે કાઢી તેના નાના નાના કટકા કરી લેવા, ડ્રાયફ્રુટસ અને દળેલી ખાંડ.
ત્યાર બાદ દહીં ને એક કોરા કોટનના કપડામાં કાઢી લેવું. તે ના હોય તો કોટનના મોટા રૂમાલનો પણ ઉપયોગ કરી શકાય છે.
હવે તે કોટનના કપડાની એક પોટલી બનાવી તેને થોડે ઉપર થોડા સમય સુધી લટકાવી દો. જેથી તેમાંનું બધું જ પાણી નીતરી જશે.
ત્યાર બાદ તે પોટલીમાંથી એક બાઉલમાં દહીંને કાઢી લેવું. તે ખુબ જ સરસ અને ક્રીમી દહીં મળી જશે.
હવે તે બાઉલમાં જરૂર મુજબ દળેલી ખાંડ ઉમેરો. જેટલું પણ દહીં લીધેલું હોય તેના અડધા માપની ખાંડ લેવી.
ખાંડ ઉમેર્યા બાદ તેને ચમચી વડે ખુબ જ સારી રીતે ફેંટો. જો વધારે માત્રામાં શ્રીખંડ બનાવવું હોય તો તેના માટે બ્લેન્ડનો પણ ઉપયોગ કરી શકો છો. ખાંડ અને આપણું ક્રીમી દહીં પ્રોપર મિક્ષ ના થઇ જાય ત્યાં સુધી તેને એક જ
તરફ ફેંટતું રેહવાનું છે.
હવે તેમાં ઉમેરીશું તરબૂચના નાના નાના કટકા. તરબૂચના કટકાની જગ્યા પર તમે તરબૂચનો પલ્પ પણ ઉમેરી શકો છો. પરંતુ શ્રીખંડમાં તરબૂચના રિફ્રેશિંગ કટકા વચ્ચે વચ્ચે આવવાથી શ્રીખંડ ખુબ જ ટેસ્ટી લાગે છે. અને પલ્પ અને કટકા બંને જોડે ઉમેરીએ તો પણ ખુબ જ સરસ લાગે છે.
ત્યાર બાદ તેને પાછું ફેંટવાનું છે. તેમાં તરબૂચના કટકા કે પલ્પ જે પણ ઉમેર્યું હોય તે બરાબર મિક્ષ થઇ જાય અને દહીં અને તરબૂચનું ફ્લેવર સરખું ભળી જાય ત્યાં સુધી તેને ફેંટવું.
તો તૈયાર છે તરબૂચનું રિફ્રેશિંગ શ્રીખંડ. જેને ૧ કે ૨ કલાક સુધી ફ્રીઝમાં મૂકી દઈશું. ત્યાર બાદ સેર્વ કરવાથી તે ખુબ જ સરસ લાગશે.
હવે શ્રીખંડ ઠંડુ ઠંડુ પણ થઇ ગયું છે. તો તેને વધારે તરબૂચના કટકા અને ડ્રાયફ્રુટ્સથી ગર્નીશ કરી સેર્વ કરીશું. તૈયાર છે ઉનાળામાં ઠંડક આપતું તરબૂચનું શ્રીખંડ.નોંધ:

• શ્રીખંડને સેર્વ કરતા પેહલા ૧ થી ૨ કલાક સુધી ફ્રીઝર માં ઠંડો કરીને સેર્વ કરવાથી ખુજ જ સરસ લાગે છે.
• શ્રીખંડમાં તરબૂચના કટકાના જોઈતા હોય તો તેને મિક્ષ્ચરમાં અથવા બ્લેન્ડરથી તેના પલ્પ નો પણ ઉપયોગ કરી શકાય છે. કટકાને બદલે તે મિક્ષ કરીને પણ શ્રીખંડ બનાવી શકાય છે.

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

 

Leave a comment