અછબડાને કારણે ચહેરા પર ડાઘ થઇ ગયા છે? તો ફિકર નોટ આજે જ અજમાવી જુઓ…

70
homemade-beauty-tips-for-glowing-skin

આ સિઝનમાં ઘણા લોકોને ચિકન પોક્સ થતા હોય છે. ચિકન પોક્સને કેટલાક લોકો માતા પણ કહેતા હોય છે. ચિકન પોક્સ વેરિસેલાજોસ્ટર વાયરસને કારણે થાય છે. ચિકન પોક્સને અછબડા પણ કહેવામાં આવે છે. આ અછબડા ચહેરાથી લઇને પૂરા શરીર પર થાય છે. આમ જ્યારે ચિકન પોક્સ થાય ત્યારે શરીર પર ખંજવાળ, થાક અને તાવ આવવા લાગે છે. આ સિવાય પણ અનેક પ્રકારના લક્ષણો શરીર પર જોવા મળે છે.

આમ, જ્યારે કોઇ વ્યક્તિને ચિકન પોક્સ થાય છે ત્યારે તેના મટ્યા પછી પણચહેરા તેમજ શરીર પર ડાઘા રહી જતા હોય છે. અછબડાને કારણે ફેસ પર પડી ગયેલા ડાઘા કોઇ પણ વ્યક્તિની પર્સનાલિટીને ઝાંખી પાડી દે છે. જો તમે પણ ચિકન પોક્સથી પડી ગયેલા ડાઘા-ધબ્બાને દૂર કરવા ઇચ્છો છો તો આ ઘરેલુ નુસ્ખાઓ તમારા માટે એકદમ બેસ્ટ છે. આ ઘરગથ્થુ ઉપાયોનો ઉપયોગ કરીને તમે ચિકન પોક્સને કારણે પડી ગયેલા ડાઘા-ધબ્બાને દૂર કરી શકો છો અને સાથે-સાથે તમારી સ્કિનને નિખારી પણ શકો છો.

મધ

ચિકન પોક્સના ડાઘા-ધબ્બાને દૂર કરવા માટે મધ એક બેસ્ટ ઉપાય છે. મધથી આ પ્રકારના ડાઘા ખૂબ જ જલદી દૂર થઇ જાય છે. આ પ્રયોગ કરવા માટે સૌ પ્રથમ એક ચમચી મધ લો અને તેમાં જરૂરિયાત મુજબ ઓટ્સએડ કરો અને તેને બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ આ મિશ્રણને ડાઘા-ધબ્બા પર લગાવો અને તેને અડધો કલાક સુધી રહેવા દો. પછી ઠંડા પાણીથી ધોઇ લો. જો તમે આ પ્રોસેસ અઠવાડિયામાં ત્રણ વાર કરશો તો ડાઘા-ધબ્બા દૂર થઇ જશે અને સ્કિન પણ ગ્લો કરશે.

પપૈયુ

પપૈયાની પેસ્ટ ચહેરા પરના ડાઘા-ધબ્બા દૂર કરે છે અને સાથે-સાથે સ્કિનને હાઇડ્રેટ પણ કરે છે. આ સાથે જ જો તમે પપૈયાની પેસ્ટનો રેગ્યુલરલી ઉપયોગ કરો છો તો તેનાથી ડેડસ્કિન પણ દૂર થઇ જાય છે. આ પેસ્ટ બનાવવા માટે સૌ પ્રથમ પપૈયાને મેશ કરી લો અને તેમાં થોડુ ગુલાબજળ અથવા મધ એડ કરો. તો તૈયાર છે પપૈયાની પેસ્ટ. આમ, જો તમે આ પેસ્ટ રેગ્યુલરલી તમારા ફેસ પર તેમજ બોડી પર લગાવો છો તો તમે અનેક પ્રકારના સ્કિન પ્રોબ્લેમ્સમાંથી છૂટકારો મેળવી શકો છો.

ટામેટા

ચિકન પોક્સના ડાઘા-ધબ્બા દૂર કરવા માટે સૌ પ્રથમ ટામેટાનો પલ્પ કાઢી લો અને તેને ડાયરેક્ટ જ ડાઘા-ધબ્બા પર લગાવો. ત્યારબાદ એક કલાક રહીને ઠંડા પાણીથી ફેસક્લિન કરી લો. આ પ્રોસેસ તમે અઠવાડિયામાં ચાર વાર કરી શકો છો. ટામેટામાં વિટામીન સી હોય છે જે સ્કિન માટે અનેક રીતે ફાયદાકારક છે. ટામેટાના રસમાં લીંબુનો રસ મિક્સ કરીને પણ તમેડાઘા પરલગાવી શકો છો.

ચંદન પાઉડર

આ પ્રયોગ કરવા માટે સૌ પ્રથમ ઓલિવ ઓઇલમાં ચંદન પાઉડર મિક્સ કરીને એક પેસ્ટ તૈયાર કરી લો. આ પેસ્ટને ચહેરા પર પડી ગયેલા ખાડા, ડાઘા-ધબ્બા પર લગાવો અને પંદર મિનિટ સુધી મસાજ કરો. આ ઉપાયને દિવસમાં 3-4 વખત કરવાથી થોડાક જ દિવસમાં તમારા ચિકન પોક્સને કારણે પડેલા ડાઘા-ધબ્બા દૂર થઇ જશે અને તમે તમારી પર્સનાલિટીમાં ડબલ વધારો કરી શકશો.

લેખન સંકલન : નિયતી મોદી

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom & fb.com/gujaratijokes

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment