હનીમુનને ખુબજ રોમાંટિક અને યાદગાર બનાવશે નોર્થ ઇસ્ટની આ ખુબસુરત અને મનમોહક જગ્યાઓ

23

દરેક પરણિત કપલની ઈચ્છા હોય છે કે તેમની જિંદગીની પહેલી રોમાન્ટિક સફર એટલે કે તેમનું હનીમુન ખુબજ રોમાંટિક અને યાદગાર હોય. પોતાના હનીમુન માટે લગભગ દરેક નવ પરણિત કપલ ગોવા, શિમલા, મસૂરી કે બાલી જેવા ટાપુ પર ફરવા જવાની પસંદગી કરતા હોય છે. પણ આ બધા કરતા અલગ જો તમે તમારા માટે કંઇક ખાસ પ્લાન કરી રહ્યા હો તો લોકોની ભીડથી દુર પ્રકૃતિની ગોદમાં નોર્થ ઈસ્ટની એટલે કે પૂર્વેત્તરની આ પાંચ જગ્યાઓ તમારા માટે એકદમ પરફેક્ટ જગ્યા છે.

શાંત અને ગાઢ જંગલોથી ભરપૂર કુદરતી વાતાવરણમાં એક્સ્પ્લોર કરતા કરતા સ્પા થેરેપીથી ખુદ પોતાની જાતને રીલેક્સ કરો. કેન્ડલ લાઈટ ડીનરમાં અહીના સ્થાનિક ટેસ્ટી સ્વાદિસ્ટ વ્યંજન ભોજન આપને જીંદગીભર યાદ રહેશે. તો ચાલો આજે અમે તમને જણાવીએ આવાજ કેટલાક રોમાંટિક, યાદગાર, ખુબસુરત અને મનમોહક નોર્થ ઇસ્ટની એટલે કે ભારતના પૂર્વેત્તરની આવી ખુબસુરત ડેસ્ટી નેશનવાળી જગ્યાઓ વિશે જે તમારા હનીમુન માટે ફરવાના સ્થળ તરીકે પરફેક્ટ છે.

૧.) સિક્કીમનું ગંગટોક :

સિક્કીમની રાજધાની ગંગટોકમાં આમ જુઓ તો એક એકથી ચડિયાતા ટૂરિસ્ટ સ્પોર્ટ્સ છે, પણ અહીની સૌથી વધુ પ્રખ્યાત જગ્યા છે સુસુલાખંગ રોયલ ચૈપલ અને સારનાથ પર આધારિત હિરણ પાર્ક. આ ઉપરાંત અહીનું સચિવાલય અને ઓર્ચિડ સેન્ચુરી પણ તમને ખુબજ પસંદ આવે તેવી ખાસ જગ્યા છે. આ ઓર્ચીડમાં વનસ્પતિની લગભગ 600 ઉપરાંત પ્રજાતિઓ આવેલી છે. હનીમુનની ખરીદી માટે અહી કાર્ટેજ ઇન્ડસ્ટ્રીઝ અને સિક્કીમની નવી તથા જૂની બજાર માર્કેટનું પણ નામ લઇ શકાય છે. અને આ બજાર ખુબજ સસ્તું પણ છે.

ત્યાં જવા આવવા માટેની પ્લેનની ટીકીટ : લગભગ 7 થી 8 હજાર રૂપિયા

હોટલનો ખર્ચ : લગભગ 2,500 થી 5000 રૂપિયા (એક દિવસના)

૨.) શિલોંગ, મેઘાલય :

શિલોંગનો અર્થ જ “વાદળોનું ઘર” થાય છે. એટલુજ નહિ પણ મેઘલાયના શિલોંગ નેઇસ્ટનું સ્કોટલેન્ડ પણ કહેવામાં આવે છે. શિલોંગ ફરવા આવતા લોકો અહીની કુજીન, નાઈટ લાઈફ અને કર્ણપ્રિય સંગીતની મજા ચોક્કસ લ્યે છે. નવા પરણિત કપલ અહીની વાર્ડ ઝીલમાં બોટિંગ કરવાનો આનંદ ક્યારેય પણ ચુકતા નથી. નોર્થ ઇસ્ટ તેમના કલ્ચર અને ઝરણાઓ માટે ટુરિસ્ટમાં ખાસ સૌથી વધારે ફેમસ જગ્યા છે.

પેકેજ કોસ્ટએક વ્યક્તિના 2 રાત 3 દિવસના 22,000/-રૂપિયા.

ત્યાં જવા આવવા માટેની પ્લેનની ટીકીટ : લગભગ 10,000/- થી 13,000/-  રૂપિયા.

હોટલનો ખર્ચ : લગભગ 2,500 થી 5000 રૂપિયા (એક દિવસના)

૩.) દાર્જીલિંગનીટોય ટ્રેન :

દાર્જીલિંગની પ્રખ્યાત ટોય ટ્રેન હોય કે પછી રસ્તામાં આવતા ચાના છોડથી લહેરાતા બગીચાઓ અને હરીભરી ખુબસુરત અને મનમોહક વાદળોમાંથી પસાર થતા થંડર ડ્રેગનનું દ્રશ્ય આ બધું જ અહી ખુબજ મનમોહક છે. આમ જુઓ તો દાર્જીલિંગ, અંગ્રેજોના બ્રિટીસ શાસન કાળના સમયનું સૌથી પહેલુ અને એટ્રેક્ટિવ હિલ સ્ટેશનોમાનું એક હિલ સ્ટેશન છે. જો તમે અહી હનીમુન માટે કે ફરવા માટે આવતા હો તો તમારે કુદરતી હિસ્ટ્રી મ્યુજીયમમાં વાઈલ્ડ લાઈફ અને શેરપા તેનસિંગના એવરેસ્ટ મ્યુજીયમમાં ચોક્કસ ફરવા જવાનો લ્હાવો ગુમાવવો નહિ. અહીયાની સૌથી ઉંચી પહાડીઓ માંથી સન સેટ એટલે કે આથમતા સૂર્યનું કે સૂર્યાસ્તનું અદ્ભૂત દ્રશ્ય જોવા મળે છે. આ સાથે અહીંથી કાંચનજંગાના શિખરની એક સાથે જોડાયેલ ચોટીઓ જોવામાં ખુબજ એક્સાઈટીંગ લાગે છે.

૪.) પશ્ચિમ બંગાળનો ક્લીમ્પોંગ :

પૂર્વોત્તરમાં સમુદ્ર સપાટીથી 4000 ફૂટની ઉંચાઈ પર ખુબસુરત પહાડોની વચ્ચે વસેલું ક્લીમ્પોંગ કોઈ જાદુઈ દુનિયા જેવું દેખાય છે.અહીના દ્રશ્યો તમારા દિલમાં કાયમને માટે પ્રિન્ટ થઇ જશે. તમારા પાર્ટનર સાથે નવા સફરની ખુબસુરત શરૂઆત માટે આ જગ્યા સૌથી સારી છે. ચારેય બાજુ શાંતિ પથરાયેલી હોય છે. જે તમને નવી તાજગીનો અનુભવ કરાવશે. કૈલીમ્પોંગની બાજુમાં ત્રણ મહત્વપૂર્ણ મઠ આવેલા છે. જ્યાં તમે શાંત વાતાવરણમાં રીલેક્સ થઇ શકો છો.

૫.) ચેરાપૂંજી :

મેઘાલયનું ચેરાપૂંજી ત્યાના સૌથી વધારે વરસાદને લીધે વિશ્વમાં પ્રખ્યાત અને જાણીતું છે. તેની નજીકમાં જ નોહકાલીકાઈ નામનું ઝરણું આવેલું છે. જેને જોવા માટે દરેક ટુરિસ્ટ જરૂર ત્યાં જાય છે. અહિયાં કેટલીક ગુફાઓ પણ છે. જેમાં અમુક કેટલાય કિલોમીટર લાંબી છે. ચેરાપૂંજીની સૌથી નજીક ગુવાહાટી એરપોર્ટ આવેલું છે. જે 181 કિલોમીટર દૂર છે.

પેકેજ : 3 દિવસ 2 રાત ખર્ચ : 22,000/- રૂપિયા.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment