કઈ રીતે થાય અસ્થમા, જાણો, તેના કારણો અને લક્ષણો…

74
how-does-asthma-occur

કઈ રીતે થાય અસ્થમા, જાણો, તેના કારણો અને લક્ષણો

અસ્થમા એ શ્વાસનળીનો રોગ છે. સામાન્ય રીતે લોકો તેને દમના નામથી પણ ઓળખે છે. આજે સમગ્ર વિશ્વવમાં વિશ્વ અસ્થમા દિવસ મનાવામાં આવી રહ્યો છે. હકીકતમાં આ ખાસ દિવસે વિશ્વમાં અસ્થમાં એટલે દમના દર્દીઓને સારી રીતે ઈલાજ આપવા માટે કરવામાં આવે છે. અસ્થમાં એક એવી બીમારી છે, જેમાં લાખો લોકો પીડાય રહ્યાં છે. અસ્થમાં એટલે કે દમ જેની ફરિયાદ સૌથી વધારે બાળકોમાં હોય છે, પરંતુ તેની અસર મોટી ઉંમરનાં લોકોમાં પણ દેખાય છે.
અસ્થમાની બીમારીમાં શ્વાસ લેવામાં તકલીફ થાય છે, છાતીમાં દુઃખાવો, ઉધરસ જેવા લક્ષણો દેખાય છે. તેમજ અસ્થમા અટેકનું મુખ્ય કારણ શરીરમાં રેહલા બલગમ અને સંકરી શ્વાસનળી છે પરંતુ તે સિવાય અન્ય કેટલા કારણો છે, જેના લીધે અસ્થમા અટેક આવી શકે છે. આજે અને તમને તેના કારણો વિશે જણાવીશું, જેનાથી અચાનક અસ્થમાનો અટેક આવે છે. આ કારણોને ઓળખીને થોડી સાવધાની રાખવાથી અસ્થમા અટેકથી બચી શકાય છે.

બદલાતી ઋૃતુ-

ઋૃતુ બદલાતા અને ભેજ આપણી શ્વાસ નળી પર બહુ ખરાબ રીતે અસર કરે છે. જે લોકો કલાકો સુધી ભેજવાળા વાતાવરણમાં રહે છે તેમને પણ અસ્થમાનો અટેક આવી શકે છે. તેમજ એસિડિટીને કારણે પણ અસ્થમાની તકલીફ વધવાની શક્યતા રહે છે.
ધૂળ અને માટી

કેટલીક વખત ધૂળ અને માટી વાળા રૂમ અથવા અન્ય જગ્યા પર જવાથી ધૂળ-માટી આપણી શ્વાસનળી દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે અને તેના લીધે અસ્થમાનો અટેક આવે છે.

ખરાબ પથારી
મોટાભાગના લોકો આ વાતને બહુ ધ્યાન પર નથી લેતા પરંતુ તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, જો લાંબા સમય સુધી પથારી એટલે કે તકિયા અથવા ચાદરને બદલવામાં ન આવે તો પણ આ બીમારીનો ખતરો વધી શકે છે.

ધૂમાડામાં રહેવાથી
સતત વધતું પ્રદૂષણ પણ અસ્થમા અટેકનુ કારણ છે. હકીકતમાં આપણે હંમેશા ક્યાં પણ જવા માટે પ્રદૂષિત ધૂમાડા વાળા એરિયામાં જતા-આવતા હોઈ છીએ, જેનાથી ધુમાડો આપણા શરીરમાં જતો રહે છે અને અસ્થમા અટેક આવી જાય છે.

બ્રીથિંગ એક્સરસાઈઝ ન કરવાથી

આપણી લાઈફસ્ટાઈલ એટલી બધી બદલાય ગઈ છે કે કોઈના કોઈ બીમારી સરળતાથી થઈ જાય છે, જેમાં અસ્થમાં અટેક સામાન્ય છે. તેવામાં તમે બિઝી સિડ્યૂલમાંથી થોડો સમય નીકાળીને બ્રીથિંગ એક્સરસાઈઝ જરૂર કરો. તેમજ આજના સમયમાં વધુ પડતાં માનસિક તણાવને લીધે પણ અસ્થમાની તકલીફ વધી જાય છે.

સફાઈ ન રાખવાથી
અસ્થમાના દર્દીએ દરરોજ રૂમની સફાઈ ન કરતા હોવાને કારણે અસ્થમા અટેકનો ખતરો વધી જાય છે. એટલા માટે અસ્થમાના દર્દીઓ પોતાની આસપાસની જગ્યા સ્વચ્છ રાખવી.

પાલતૂ જાનવર

અસ્થમાના દર્દીની આસપાસ કોઈ જાનવર અથવા ઘરમાં કોઈ પાળેલા જાનવર રાખવાથી પણ અસ્થમાનો અટેક આવી શકે છે.

વધારે મીઠું ખાવાથી
સામાન્ય રીતે બધા તીખું ખાવાનું પસંદ કરતા હોય છે. પણ અસ્થમાની બીમારી હોય તે લોકો જો વધારે મીઠા વાળું ખાય તો તેમણે અટેક આવી શકે છે એટલે તેમને મીઠાથી દૂર રહેવું.

ધૂમ્રપાન અને દારૂ

અસ્થમાના દર્દીઓને વધારે પ્રમાણમાં ધૂમ્રપાન કરવાથી અને દારૂ પીવાથી અસ્થમા અટેક આવી શકે છે. તેથી અસ્થમાની તકલીફ જેના કારણે થાય છે તેને કંટ્રોલમાં રાખવી અથવા તેનાથી દૂર રહેવું. એલર્જી થતી હોય તેવી કોઈ વસ્તુનું સેવન ન કરવું જોઈએ.

ઉધરસ
કેટલીક વખત શિયાળામાં શરદી ઉધરસની સમસ્યા થઈ જાય છે, ત્યારે જો અસ્થમાના દર્દીને સારી રીતે શરદી-ઉધરસનો ઈલાજ ન કરવામાં આવે તો તેમને અસ્થમાં અટેક આવી શકે છે.

લેખન સંકલન : પ્રિયંકા પંચાલ

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment