જાણો કેવી રીતે એક ટ્રક ડ્રાઈવરની છોકરી બની ઈન્ટરનેશનલ મોડલ…

61
how-to-become-a-truck-drivers-girl-international-model

કહેવામાં આવે છે કે તમારી અંદર છુપાયેલી પ્રતિભા અને કલા કોઈની મોહતાજ નથી. એકના એક દિવસે તે વ્યક્તિની પ્રતિભા નિખરીને દુનિયાની સામે આવી જ જાય છે અને દરેક તેની આ પ્રતિભાવી જોઈને લોકો વાહ વાહ કરે છે. હોશિયારી અથવા કલા ઈશ્વર દ્વારા આપવામાં આવેલી એક અનમોલ ભેટ છે જે ગરીબ અથવા અમીરી જોઈને કોઈ વ્યક્તિ પાસે નથી હોતી. કંઈક આવું એક ટ્રક ચલાવનાર વ્યક્તિની દીકરી સાથે થયું છે.આ ટ્રક ડ્રાઈવરની દીકરીને ઈશ્વરે એક એવી પ્રતિભા આપી છે જેને સામે લાવવા માટે ગરીબી નડતી હતી પરંતુ ટ્રક ડ્રાઈવરની છોકરીએ ક્યારે હિમંત ના હારી અને પોતનો પરિચય સમગ્ર વિશ્વને આપ્યો અને આજે તે બની ગઈ છે સુપરમોડલ.

હાથરસ જિલ્લાની રહેવાસી છે આ મોડલ-
ઉત્તર પ્રદેશના હાથરસ જીલ્લાના નાના ગામડાથી આવનારી પ્રતિભઆ ચૌધરી એક ટ્રક ડ્રાઈવરની છોકરી છે અને તેના પિતાનો પગાર માત્ર 13 હજાર રૂપિયા છે. ગરીબીમાં જીવનારીપ્રતિભાના જીવનમાં કંઈક એવું બન્યું કે તે એક ઈન્ટરનેશલમોડલ બની ગઈ. પ્રતિભાને યૂએઈની એક કંપનીએ તેને બ્રાન્ડ એમ્બેસેડર બનાવી અને તે કંપની માટે મોડલિંગ કરે છે.

એક સામાન્ય પરિવારમાં જન્મ લેનાર પ્રતિભાએ પોતાનું જીવન દુઃખમાંવ્યતિતકર્યુ છે અને નાની-નાની બાબતો માટે તેને સંઘર્ષ કર્યો છે જાણે સંઘર્ષ તેના જીવનનો મુખ્ય હિસ્સો બની ગયો છે. પરંતુ પોતાના જીવનમાં આટલા બધા સંઘર્ષો હોવા છંતા તે ક્યારે હિંમમ્ત નથી હારી અને આજે એક ઈન્ટરનેશનલમોડલ બની ગઈ છે.

મોડલિંગ અને ડાન્સિંગનો નાનપણથી શોખ છે

પ્રતિભા ચૌધરીને પહેલાથી જ મોડલિંગ અને ડાન્સિંગનો શોખ છે. પરંતુ તેણો જન્મ જાટ પરિવારમાં થયો હતો જ્યાં કોઈ પણ છોકરીને બહાર નીકળવાની અથવા કોઈ પણ સંબંધીના લગ્નમાં ડાન્સ કરવાની મનાઈ છે. પ્રતિભાએ કહ્યું કે, તેમણે ક્યારે અભ્યાસમાં રસ ન હતો પરંતુ માતા-પિતાની જીદના કારણે તેમણે એમએ સુધીનો અભ્યાસ કર્યો છે.

તમને જણાવી દઈએ કે, પ્રતિભાની બહેન ડિમ્પલ થોડાક વર્ષો પહેલા નોકરી કરવા માટે દિલ્હી આવી ગઈ હતી અને એમએ પછી તેમણે પોતાની નાની બહેન પ્રતિભાને એમએ કરવા માટે દિલ્હી બોલાવી દીધી હતી. દિલ્હી આવ્યા બાદ પ્રતિભા પ્રખ્યાત કોરિયોગ્રાફર સરોજ ખાનની એકેડમીમાંડાન્સશીખવામાંગતી હતી પરંતુ મહીનાની 50 હજાર રૂપિયા ફી સાંભળીને પ્રતિભાએ ઘરે જ ડાન્સનીપ્રેક્ટીસ શરૂ કરી દીધી હતી. ડાન્સનો શોખ હોવાને કારણે પ્રતિભાએ પોતાની બહેન સાથે મળીને એક ડાન્સએેકેડમી શરૂ કરી હતી પરંતુ બહુ જલ્દી તે બંધ થઈ ગઈ.

પ્રતિભા આ રીતે ઈન્ટરનેશલમોડલ બની-

ડાન્સ એકેડમી બંધ થાય પછી પ્રતિભાએ નોકરી માટે ઘણી કંપનીને પોતાનું સીવી આપ્યું હતું અને દુબઈની એક કંપનીએ તેમણે મોડલિંગની ઓફર આપી. પરંતુ મોડલિંગની દુનિયામાં થતી ઘટનાઓ સાંભળીને તે ડરી ગઈ હતી. પછી પ્રતિભાએ પોતાની બહેનની મદદથી આ ઓફરનો સ્વીકાર કર્યો અને હિંમત રાખીને પોતાના પરિવારના લોકો આ માટે બહુ મુશ્કેલીથી મનાવ્યો હતો.

દુબઈ ગયા પછી પ્રતિભાને બે મહીના પ્રોડક્ટ શૂટ માટે પાંચ લાખ રૂપિયા મળતા હતા જે કંપનીને એડવાન્સ પેપર સાઈનિંગ દરમિયાન એકાઉન્ટમાં મોકલવામાં આવ્યા હતા અને હવે તે લાખો રૂપિયા કમાય છે. પ્રતિભા પોતાના પિતાને 10 ટ્રક ખરીદીને આપવા માંગે છે અને એક મોટી ગાડી પણ ગીફ્ટમાં આપવા માંગે છે.

લેખન સંકલન : પ્રિયંકા પંચાલ

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom & fb.com/gujaratijokes

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment