હાઉ ટુ મેક ચીલી પનીર રેસીપી ?

41

ચીલી પનીર એક સ્વાદિષ્ટ ઇન્ડીયન ચાઇનીઝ વાનગી છે. જે સ્ટારટર કે નાસ્તાના રૂપમાં ખાઈ શકાય છે. અથવા પીરસવામાં આવે છે. જયારે તેને ફ્રાઈડ રાઈસ કે સેજ્વાન રાઈસની સાથે સાઈડ ડીશમાં પીરસવામાં આવે છે ત્યારે તેની કંઇક અલગ જ મજા આવે છે. આ રેસિપીમાં ડ્રાઈ ચીલી પનીર બનાવવામાં આવેલ છે. જેમાં પનીરને મેરીનેટ કરીને તેલમાં તળવામાં આવે છે. અથવા તો શેલો ફ્રાઈ કરવામાં આવે છે. પછી તેને ચાયનીઝ સોસ, સિમલાના લીલા મરચા, અને ડુંગળીની સાથે પકાવવામાં આવે છે. તો ચાલો આજે અમે તમને રેસીપીની મદદથી તમે તમારી જાતે ઘરે ચિલ્લી પનીર કેવી રીતે બનાવી શકો તેની આસાન અને સરળ રીત જણાવીએ. ચીલી પનીર બનાવવાની પૂર્વ તૈયારીનો સમય 15 મિનીટ, ચીલી પનીરને પકાવવાનો સમય 20 મિનીટ, કેટલી વ્યક્તિ માટે 2 વ્યક્તિ.

ચીલી પનીર બનાવવાની સામગ્રી :

250 ગ્રામ પનીર, 4 ઊભા ચીરા કરેલા લીલા મરચા, 5 થી 6 બારીક કાપેલી લસણની કળી, ½ ટી સ્પૂન બારીક કાપેલું આદુ, 1 મોટું કાપેલું સીમલા મરચું, 1 બારીક કાપેલી ડુંગળી, 2 ટેબલ સ્પૂન મેંદો, 1 ટેબલ સ્પૂન કોર્નફ્લોર(મકાઈનો સ્ટાર્ચ), 2 ટી સ્પૂન સોયાસોસ, 1 ટી સ્પૂન ચીલી સોસ, 1 ½ ટી સ્પૂન ટમેટાનો સોસ, 6 ટેબલ સ્પૂન પાણી, 2 ટેબલ સ્પૂન તેલ, ½ ટી સ્પૂન મરી પાવડર, તળવા માટે જરૂરિયાત મુજબ તેલ અને સ્વાદ અનુસાર મીઠું.

ચીલી પનીર બનાવવાની રીત :

૧.) પનીરને 1 ઇંચ ચોરસ ટુકડામાં કાપો. એક બાઉલમાં મેંદો, 2 ટેબલ સ્પૂન કોર્ન ફ્લોર, મરીનો પાવડર, મીઠું અને 6 ટેબલ સ્પૂન પાણી નાખી તેને સારી રીતે હલાવીને મિક્સ કરીને તેની ચીકણી અને ઘટ્ટ પેસ્ટ બનાવી લ્યો. (પાણી જરૂરીયાત મુજબ નાખતા જવું. પહેલા ત્રણ થી ચાર ચમચી પાણી નાખવું. પછી જરૂર પડે તો એક એક ચમચી નાખવું,)

૨.) હવે પનીરને તૈયાર કરેલી ચીકણી અને ઘટ્ટ પેસ્ટમાં નાખો. તેને 10 થી 15 મિનીટ સુધી મેરીનેટ થવા દયો.

૩.) હવે એક કડાઈ લઇ તેને ગેસ પર મૂકી ગેસને ચાલું કરી કડાઈમાં પનીર તળાય તેટલું તેલ નાખો. તેલ ઉકળી જાય એટલે તેમાં પેસ્ટના આવરણવાળા પનીરના ટુકડાને હળવેથી નાખો. પેસ્ટના આવરણવાળા પનીરનો રંગ સોનેરી ભૂરો થાય ત્યાં સુધી તેને ઉકળતા તેલમાં રહેવા દો.

૪.) એક પ્લેટમાં પેપર નેપકીન પાથરી તેના પર ઝારની મદદથી કડાઈમાંથી પનીર કાઢીને મુકો. જેથી પેપર નેપકીન વધારાના તેલને સોસી લેશે

૫.) હવે એક નાના બાઉલમાં 1 ટેબલ સ્પૂન કોર્ન ફ્લોર લઇ તેમાં 3 ટેબલ સ્પૂન પાણી નાખી ચમચી વડે તેને સારી રીતે હલાવીને મિક્સ કરો.

૬.) એકફ્રાઈન્ગ પેનમાં 2 ચમચી તેલ લઇ તેને ગેસ પર ધીમા તાપે ગરમ કરો. તેલ ગરમ થઇ જાય એટલે તેમાં બારીક ટુકડા કરેલ આદુ અને લસણ નાખી તેને 30 સેકંડ સુધી તળો. પછી તેમાં સમારેલ ડુંગળી નાખી તેને આછા ભૂરા રંગની થાય ત્યાં સુધી તેને પણ તળો. કાપેલી સીમલા મરચી અને લીલું મરચું નાખી તેને પણ 2 મિનીટ સુધી પકાઓ. વચ્ચે વચ્ચે તેને ચમચાથી હલાવતા રહો.

૭.) તેમાં ચીલી સોસ, સોયા સોસ, ટામેટા સોસ, અને મીઠું નાખી તેને સારી રીતે હલાવી મિક્સ કરો. તેને 1 મિનીટ માટે ગેસ પર પકાઓ.

૮.) હવે પેપર નેપકીન પર રાખેલ તળેલા પનીરના ટુકડાને અને કોર્ન ફ્લોરવાળા પાણીના (ક્રમ નંબર 5 માં તૈયાર કરેલ) મિશ્રણને પણ તેમાં નાખી એક ચમચા વડે તેને લગભગ 2 થી 3 મિનીટ સુધી અથવા તો જ્યાં સુધી ગ્રેવી ઘટ્ટ ન થાય ત્યાં સુધી તેને હલાવતા રહી તેને પકાઓ.

૯.) હવે ગેસને બંધ કરી વેજ ચીલી પનીરને એક પ્લેટમાં કાઢો. બારીક સમારેલ લીલી ડુંગળીની સાથે તેને ગાર્નીશ કરો. અને તેને સૂપ કે ફ્રાઈડ રાઈસની સાથે ગરમા ગરમ પીરશો.

સુચના અને વિવિધતા :

જો તમારે તેલનો ઉપયોગ ઓછો કરવો હોય કે આ વ્યંજનની કેલેરી ઓછી કરવી હોય તો પનીરને તળવાને બદલે શેલો ફ્રાઈ પણ કરી શકો છો. પકોડાને શેલો ફ્રાઈ કરવા માટે એક કડાઈમાં 1 થી 2 ટેબલ સ્પૂન તેલ ગરમ કરો. પછી તેમાં પનીર ક્યુબ્સ નાખો. તેને થોડીક સેકંડ માટે પકાવા દો. થોડી થોડી વારે તેને ફેરવતા રહી પકોડાની બધી બાજુ એક સરખી રીતે સોનેરી ભૂરા રંગની થાય ત્યાં સુધી તેને પકાઓ. જો તમારે ઉતાવળ હોય તો પનીરને પેસ્ટમાં ડુબાળીને પનીરની ફરતે કોટ કરીને સીધા તેલમાં જ નાખીને તળો. તમે તમારી પસંદગી પ્રમાણે તેને ઓછા કે વધારે તીખા બનાવવા માટે ચીલી સોસની માત્રાને વધ ઘટ કરી શકો છો.

ચીલી પનીરનો સ્વાદ : તીખો, મધ્યમ તીખો.

પીરસવાનીસાચી રીત : ચીલી પનીરને શિયાળાની સાંજે સુપની સાથે પીરસો. ચીલી પનીરને તમે ફ્રાઈડ રાઈસ અથવા હક્કા નુડલ્સની સાથે પણ પીરસી શકો છો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment