હાઉ ટુ મેક વેજીટેબલ મન્ચુરીયન ગ્રેવી રેસીપી ?

89

ગાજર, કોબી અને શિમલા મરચા જેવા લીલા શાકભાજીથી બનેલ વેજીટેબલ મંચુરિયન ગ્રેવી ખુબજ સ્વાદિસ્ટ અને મસાલેદાર ચાયનીઝ વાનગી છે. તમે તેને સ્ટાર્ટરની માફક એકલું પણ ખાઈ શકો છો બીજાને ખવડાવી શકો છો. અથવા ચાયનીઝ શેજવાન ફ્રાઈડ રાઈસની સાથે પણ ખાઈ શકો છો. કોર્ન ફ્લોરની મસાલેદાર ગ્રેવીમાં ડુબાડેલ મંચુરિયન બોલ્સ તમને ચોક્કસ પસંદ આવશે. તો ચાલો આજે અમે તમને વેજીટેબલ મંચુરિયન ગ્રેવીની રેસીપી જણાવીએ. વેજીટેબલ મંચુરિયન ગ્રેવીની રેસીપીની પૂર્વ તૈયારીનો સમય 10 મિનીટ. વેજીટેબલ મંચુરિયન ગ્રેવી પકાવવાનો સમય 35 મિનીટ. કેટલી વ્યક્તિ માટે 6 વ્યક્તિ.

વેજીટેબલ મંચુરિયન બનાવવાની સામગ્રી :

1) મંચુરિયનના ગોળા બનાવવા માટે :

1/3કપ મેંદો, 2ટેબલ સ્પૂન કોર્ન ફ્લોર, 3/4 કપક્રસ કરેલા ગાજરની પેસ્ટ, 3/4કપ ક્રસ કરેલી કોબીની પેસ્ટ, 1/2કપ બારીક સમારેલી શિમલા મરચી, 1નંગ બારીક સમારેલુ લીલું મરચું, 1/2 ટી સ્પૂન મરી પાવડર, 1ચપટી આજીનો મોટો (જો તમે ઈચ્છતા હો તો), 1ટી સ્પૂન તેલ, મંચુરિયનના ગોળા તળવા મારે જરૂરી તેલ, અને સ્વાદ અનુસાર મીઠું.

2)મંચુરિયનનીગ્રેવી બનાવવા માટે :

2 ટી સ્પૂન પીસેલું આદુ, ફક્ત બે ભાગમાં જ ઉભા ચીરીયા કરેલા 2 નંગ લીલા મરચા, 1 ટેબલ સ્પૂન તેલ, 2 ટેબલ સ્પૂન સોયાસોસ, 2 ટેબલ સ્પૂન ટમેટા કેચપ, 1 ટી સ્પૂન મરી પાવડર, 2 ટેબલ સ્પૂન કોર્ન ફ્લોર, 3 કપ પાણી.

વેજીટેબલ મંચુરિયનના ગોળા બનાવવાની રીત :

1.) પછી એક બાઉલમાં 3/4 કપ ક્રશ કરેલું ગાજર, 3/4 કપ ક્રશ કરેલી કોબી, 1/2 કપ બારીક સમારેલી શિમલા મરચી, 1 નંગ બારીક સમારેલુ લીલું મરચું, 1ટી સ્પૂન તેલ, 1/2 ટી સ્પૂન મરી પાવડર, 1ચપટી આજીનો મોટો(જો તમે ઈચ્છતા હો તો), 1/3 કપ મેંદો, 2ટેબલ સ્પૂન કોર્ન ફ્લોર, અને જરૂરિયાત મુજબ મીઠું લેવું.

૨.) પછી બાઉલમાં એકઠી કરેલ દરેક સામગ્રીને સારી રીતે હલાવીને મિક્સ કરો. સારી રીતે મિક્સ થઇ જાય પછી તેના નાની સાઈઝના ગોળા બનાવો. આ મિશ્રણમાં ગોળા બનાવવા માટે તેમાં પાણી નાખવાની જરૂર નથી, કારણ કે શાકભાજીમાંથી નીકળતું પાણી ગોળા બનાવવા માટે પૂરતું છે. પણ જો મિશ્રણ સુકાઈ ગયું હોય કે ગોળા બનાવવા માટે જરૂરિયાત કરતા પાણી ઘટતું હોય અને ગોળા બનતા ન હોય તો જરૂર હોય તેટલું થોડુક પાણી નાખવું. પાણી વધારે ન પડી જાય તેનું ખાસ ધ્યાન રાખવું.

૩.) હવે એક કડાઈમાં ગોળા તળવા માટે તેલ લઇ તેને ગેસ પર મધ્યમ તાપે ગરમ કરો. તેલ ઉકળી જાય (તળવા માટે સારી રીતે ગરમ થઇ જાય) પછી તેમાં તૈયાર કરેલા ગોળા તળવા માટે ઝારાની મદદથી તેલમાં મુકો. ગેસને મધ્યમ તાપ પર રાખવો. જયારે ગોળા સોનેરી રંગના થાય ત્યારે તેને એક થાળીમાં પેપર નેપકીન પાથરી ઝારાની મદદથી કાઢી લેવા. પેપર નેપકીન વધારાનું તેલ ચૂસી લેશે. પેપર નેપકીન ન હોય તો સાદું સફેદ કપડું રાખવું, પણ ક્યારેય છાપાનો કાગળ ના મુકવો.

વેજીટેબલમંચુરિયનની ગ્રેવી બનાવવાની રીત :

૧.) એક કપ સાદા પાણીમાં 2 ટેબલ સ્પૂન કોર્ન ફ્લોર નાખી તેને સારી રીતે હલાવીને મિક્સ કરો.

૨.) એક કડાઈમાં 1 ટેબલ સ્પૂન તેલ લઇ તેને ગેસ પર ગરમ કરો. તેલ સારી રીતે ગરમ થઇ જાય પછી તેમાં 2 ટી સ્પૂન પીસેલું આદુ, બારીક જીણું સમારેલું લસણ, 2 નંગ લીલા મરચા ફક્ત બે ભાગમાં જ ઉભા ચીરીયા કરેલા, બારીક સમારેલી લીલી ડુંગળી નાખી તેને એક મિનીટ સુધી તળાવા દયો.

૩.) ત્યારપછી તેમાં સોયા સોસ, ચીલી સોસ અને ટમેટાનો કેચપ નાખીને તેને પણ એક મિનીટ સુધી તળાવા દયો.

૪.) હવે તેમાં 2 કપ પાણી, 1 ટી સ્પૂન મરી પાવડર અને સ્વાદ અનુસાર મીઠું નાખી તે મિશ્રણને ઉકળવા દયો. જયારે ઉકળવાની શરૂઆત થાય તે પછી તેને એક મિનીટ સુધી પકાવા દયો.

૫.) પછી તેમાં પાણીમાં મિશ્રણ કરેલ કોર્ન ફ્લોર નાખી (ક્રમ નંબર 1 ) ગ્રેવીની દરેક સામગ્રીને સારી રીતે હલાવીને મિશ્રણ કરો. તેને ધીમા ગેસ પર એક મિનીટ સુધી પકાવા દયો. પછી તેમાં તળેલા મંચુરિયન ગોળાને (જે પેપર નેપકીન પાથરેલ થાળીમાં કાઢેલ તે મંચુરિયન ગોળાને) નાખી મધ્યમ ગેસ પર 3 મિનીટ સુધી પકાવા દયો.

૬.) હવે ગેસને બંધ કરી તેને એક મોટા બાઉલમાં કાઢી લઇ તેના પર બારીક સમારેલી લીલી ડુંગળીથી સજાવટ કરો. તમારું મસાલેદાર વેજીટેબલ મંચુરિયન તૈયાર છે. તેને ચાઇનીઝ ફ્રાઈડ રાઈસ અથવા નુડલ્સની સાથે ખાઓ અને મહેમાનને પણ ખવડાવો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment