હત્યારાએ ફોન કરીને કહ્યું કે તારી માં ને મારી નાખી, તુ સાવધાન રહેજે….

10

દિલ્લીના પંજાબી બાગ વિસ્તારમાં એક વૃદ્ધ મહિલાની હત્યા કરી નાખવામાં આવી છે. મૃત મહિલાનું નામ સરોજ છે. લુંટફાટ અને હત્યા કર્યા પછી આરોપીએ ફોન કર્યો અને તેને પણ સાવધાન રહેવા માટેની ધમકી આપી.

દિલ્લીમાં વૃદ્ધો પર હુમલા ચાલુ જ છે. ફરી એકવાર ઘરમાં રહેલી  એકલી વૃદ્ધ મહિલાને ચોરોએ પોતાનું નિશાન બનાવ્યું છે. ઘટના દિલ્લીના પંજાબી બાગ વિસ્તારની છે. અહી પર ચોરોએ ઘરમાં રહેલી એક વૃદ્ધ મહિલાની હત્યા કરીને લુંટફાટ કરી અને ભાગી ગયા. ઘટના વિશે બુધવારે સાંજે ખબર પડી.

પોલીસ જયારે ઘટનાસ્થળ પર પહોચી તો તેમણે મહિલાના માથા અને શરીર પર ગંભીર ઈજાના નિશાન મળ્યા. જે સમયે મહિલાની હત્યા થઇ તે સમયે ઘરમાં એકલી હતી.

આ ઘટનાના સૌથી વધુ આશ્ચર્યની વાત એ છે કે લુંટફાટ અને હત્યા કર્યા પછી એક આરોપીએ મહિલાના દીકરાને ફોન કર્યો અને તેને ધમકી આપી. આરોપીની હિમ્મત એટલી હતી કે તેણે હત્યા કર્યા પછી તેની માં ની હત્યા વિશે પણ જણાવ્યું.

૬૫ વર્ષની સરોજ પંજાબી બાગના મનોહર પાર્ક વિસ્તારમાં રહેતી હતી. દિવસના સમયે સરોજ ઘરના એકલી રહેતી હતી. સરોજના પતિ તિલક બજારમાં ડ્રાઈફૂટનું વેપાર કરે છે. પતિ દરરોજ સવારે જાય છે અને સાંજે આવે છે.

સરોજના બે દીકરા પણ છે, પરંતુ બંને અલગ રહે છે. આ કારણે દિવસના સમયે સરોજ એકલી રહે છે. હત્યા જોતા એવું લાગતું હતું કે આરોપીઓને આ વાતની જાણકરી હતી કે સરોજ દિવસમાં ઘર પર એકલી રહે છે. આજ કારણ છે કે આરોપીએ હત્યા કરવા માટે દીવસની પસંદગી કરી.

આ બાબતમાં જયારે મીડિયાએ દિલ્લી પોલીસને પ્રશ્ન પૂછ્યો તો જવાબ મળ્યો કે આરોપીએ સરોજના દીકરાને ફોન કરીને ધમકી શા માટે આપી, તે સમજાતું ન હતું. પરંતુ એનાથી એટલું સાફ થઇ ગયું કે તે જે કોઈ પણ છે, તે પરિવારની બધી જ જાણકારી ધરાવે છે.

પોલીસ બધા જ એંગલથી હત્યાની આ ઘટનાની તપાસ કરી રહી છે. પોલીસ પરિવાર સાથે સબંધ ધરાવતા દરેક વ્યક્તિના મોબાઈલ ફોન ચેક કરી રહી છે. તેમજ ઘટના પહેલાના દરેક સીસીટીવી કેમેરાની ફૂટેજ ચેક કરી રહી છે. સીસીટીવી ફૂટેજને પરિવારના લોકોને પણ બતાવામાં આવ્યા છે જેનાથી આરોપીને ઓળખી શકાય.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment