હવે બનાવો સ્વીટ પોટેટો ચિપ્સ

30

જો તમને ફ્રેંચ ફ્રાઈજ અને પોટેટો ચિપ્સ  બહુ પસંદ છે પરંતુ એમાં રહેલ કેલેરી અને વજન વધવાનો ડર તમને હેરાન કરે છે તો એવામાં સ્વીટ પોટેટો ચિપ્સ તમારા માટે પરફેક્ટ છે. આ નોર્થ ઇન્ડિયન સ્નૈકનો ક્રિસ્પીનેસ તમને જરૂર પસંદ આવશે. આ ચિપ્સને તમે ઘર પર સરળતાથી ઉપલબ્ધ સામગ્રીઓની મદદથી બનાવી શકો છો. આ ચિપ્સ સ્વાદિષ્ટ હોવાની સાથે ઘણી હેલ્થી પણ છે જે તમારો વજન પણ કંટ્રોલ કરશે. પોતાની ફેમેલી અને મિત્રો સાથે આ લાજવાબ સ્નૈકને ટ્રાઈ કરવાનું ભૂલશો નહિ.

સામગ્રી

૨ નંગ બટેકા, ૧ ચપટી કાળું મરચું, ૧ ચપટી લાલ મરચું, ૨ ટેબલસ્પૂન રિફાઈંડ ઓઈલ, ૧/૪ ટેબલસ્પૂન મીઠું, ૨ ચપટી લસણ પાવડર, ૧ ચપટી ધાણાજીરું

રીત

આ હેલ્દી ચિપ્સને ઘરે બનાવવા માટે સૌથી પહેલા ઓવનને ૨૫૦ ડીગ્રી ફાઈરેનહાઈટ પર પ્રીહિટ કરી લો.

બટેકાને ધોઈને સુકવી લો અને પછી આની છાલ ઉતારી લો. આને જેટલું થઇ શકે એટલા પાતળા કાપો. કોશિશ કરો કે આની સાઈઝ એક જેવી હોય.

હવે એક બાઉલ લો અને એમાં મીઠું, કાળું મરચું, લસણ પાઉડર, લાલ મરચું, ધાણાજીરું સાથે રિફાઈન્ડ ઓઈલ મિક્સ કરો. આ મિશ્રણને સારી રીતે તૈયાર કરી લો જેથી આમાં બટેકાના સ્લાઈજને કોટ કરી શકાય.

સ્વીટ પોટેટોના સ્લાઈજને આ મિશ્રણમાં નાખો જેનાથી બધા સ્લાઈઝીઝ સારી રીતે કોટ થઇ શકે.

હવે એક બેકિંગ ટ્રે પર ફોઈલ પેપર સારી રીતે લગાવી દો અને કોટેડ સ્વીટ પોટેટોના સ્લાઈઝીઝને આમાં કાઢો.

હવે સ્વીટ પોટેટોવાળા આ બેકિંગ ટ્રેને પ્રિહીટ કરેલ ઓવનમાં રાખો અને ૨૦૦ ડીગ્રી સેલ્સિયસ પર ૬ થી ૮ મિનિટ સુધી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થવા સુધી પકાવો.

જ્યારે સ્વીટ પોટેટો ચિપ્સ પાકી જાય તો બેકિંગ ટ્રેને ઓવનમાંથી કાઢી લો. ચિપ્સને સર્વિંગ બાઉલમાં કાઢો અને પોતાના પસંદની ચટણી સાથે પીરસો.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment