હવે ઘરે જ બનાવો ઈન્સ્ટન્ટ બ્રાઉન બ્રેડ દહીં વડા..

17

સામગ્રી

બ્રાઉન બ્રેડ સ્લાયસ ૮ નંગ, દહીં ૩/૪ કપ, કાળું મીઠું અડધી ચમચી, લાલ ચટણી ૧ ચમચી, ધાણાજીરું ૧ ચમચી, મીઠું સ્વાદ અનુસાર, છાશ અડધો ગ્લાસ, ખાંડ ૧/૪ કપ, લીલી ચટણી સ્વાદ અનુસાર, મીઠી ચટણી સ્વાદ અનુસાર, તાજા દાડમના દાણા સ્વાદ અનુસાર

રીત

બ્રેડ સ્લાયસના ટુકડાઓ કિનારા પરથી કાપી લો અને તોડીને એક બાઉલમાં રાખો. એમાં કાળું મીઠું, લાલ ચટણી, ધાણાજીરું, મીઠું, અડધો કપ છાશ અને સારી રીતે ભેળવી લો.

હવે બનાવેલ મિશ્રણને સરખા ભાગમાં વહેંચો અને ગોળ આકાર આપી થોડાક  થોડાક દબાવી દો. આ છે આપડા વડા

હવે અલગ અલગ સર્વિંગ પ્લેટમાં થોડીક છાશ નાખો અને પછી તેમાં બનાવેલા વડા મુકો.

પછી એક બીજા બાઉલમાં દહીં અને ખાંડ નાખો પછી ત્યાં સુધી હલાવો જ્યાં સુધી ખાંડ ઓગળી ન જાય.

હવે વડા ઉપર આ દહીંનું મિશ્રણ નાખો. એની સાથે જ લીલી ચટણી, મીઠી ચટણી અને ઉપરથી લાલ ચટણી અને કાળું મીઠું છાંટો. સૌથી છેલ્લે દાડમના દાણાથી સજાવો.

હવે તૈયાર છે આપણા બ્રાઉન બ્રેડ દહીં વડા તો હવે પીરસો.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment