હવે તમે પણ બનાવો સ્પાઉટેડ પલ્સીસ વિથ બ્રોકોલી અમારી આ રેસિપી જોઈને

24

તમે રસોડાની અવનવી વાનગીઓ વિશે જાણતા જ હશો. અલગ અલગ પ્રકારના ખાદ્ય પદાર્થમાંથી અલગ અલગ પ્રકારની અવનવી વાનગીઓ ચાખી કે ખાધી પણ હશે. તો ચાલો આજે અમે તમને સ્પાઉટેડ પલ્સીસ વિથ બ્રોકોલી તમારી જાતે તમે ઘરે કઈ રીતે બનાવશો તેની રીત જણાવીએ.

સ્પાઉટેડ પલ્સીસ વિથ બ્રોકોલી બનાવવાની સામગ્રી

½ કપ આખા મગ, ½ કપ દેશી જીણા બ્રાઉન કલરના ચણા, ½ કપ સોયાબીન, 200 ગ્રામ બ્રોકોલી અથવા કોબી ફ્લાવર, 6 થી7 નંગ જીણી મદ્રાસી ડુંગળી, 2 નંગ ટમેટા, 8 નંગ કળી લસણ, 8 નંગ આખા લાલ મરચા, 2 ટી સ્પૂન આખા ધાણા, 2 ટી સ્પૂન જીરું, 1 નંગ આદુનો ટુકડો, 2 નંગ ટમેટા, 2 નંગ કાકડી, 2 નંગ સામાન્ય ડુંગળી, ½ ટી સ્પૂન કોળો મસાલો, 100 ગ્રામ જીણી સેવ, અડધું પુરીયું કોથમીર, 1 લીંબુ, 3 ટી સ્પૂન તેલ અને સ્વાદ અનુસાર મીઠું.

સ્પાઉટેડ પલ્સીસ વિથ બ્રોકોલી બનાવવાની રીત

૧) સૌ પ્રથમ ઉપર દર્શાવેલ બધાજ કઠોળને 6 થી 8 કલાક પાણીમાં પલાળી રાખવા.

૨) પછી તેને સ્ટીલની ચારણીમાં કાઢીને 12 કલાક સુધી ઢાંકીને વધુમાં વધુ સૂર્યનો તાપ મળી રહે તેવી રીતે રાખી મુકવા.

3) 12 કલાક પછી આ બધા જ કઠોળમાં ફણગા ફૂટી જશે.

૪) 12 કલાક પછી એક કુકરમાં બે કપ પાણી લઇને આ સ્પ્રાઉટેડ એટલે કે ફણગાવેલા બધા જ કઠોળને પણ કુકરમાં નાખીને તેને ગેસ પર ગરમ કરીને બાફી લો.

૫) ખાસ ખ્યાલ રાખો કે સ્પ્રાઉટેડ એટલે કે ફણગાવેલા બધા જ કઠોળ બફાઈ જવા જોઈએ પણ લચકો ન થવો જોઈએ.

૬) ત્યાં સુધીમાં 200 ગ્રામ બ્રોકોલી અથવા કોબી ફ્લાવરને સ્વચ્છ પાણીમાં ધોઈને સાફ કરીને એક મોટા ફ્લોરેટસમાં એટલે કે પીસીસમાં સમારી લેવી.

૭) હવે કોબી ફ્લાવર અથવા બ્રોકોલીના મોટા પીસીસ એટલે કે ફ્લોરેટસને જીણી બારીક સમારેલી ડુંગળી સાથે તેને પણ બાફી લો. તેના પાણીને સાચવી રાખવું.

૮) હવે 2 નંગ ટમેટાને પણ ધોઈ સાફ કરી તેના બારીક નાના ચોરસ ટુકડા કરી લેવા. ત્યારબાદ 2 નંગ ડુંગળીને પણ સ્ટ્રીપ્સમાં સુધારી લેવી.

૯) હવે 8નંગ લસણની કળી, 8 નંગ આખા લાલ મરચા, 2 ટી સ્પૂન આખા ધાણા, 2 ટી સ્પૂન જીરું અને આદુનો એક ટુકડો લઇ આ દરેકને એક મિક્ષ્ચરમાં નાખી તેને પીસી લેવું. પછી તેમાં થોડું પાણી નાખી તેની પેસ્ટ બનાવી લેવી.

૧૦) હવે એક કડાઈ લઇ તેને ગેસ પર મૂકી ગેસ ચાલુ કરી કડાઈમાં 3 ટેબલ સ્પૂન તેલ નાખો. તેલ ઉકળી જાય એટલે તેમાં ડુંગળીની સ્ટ્રીપ્સ નાખી તેને 2 મિનીટ સુધી ફ્રાઈ કરો.

૧૧) ત્યારબાદ તેમાં લસણ, લાલ મરચા, જીરું, આખા ધાણા અને આદુની જે પેસ્ટ બનાવેલ તે નાખી તેને પણ ફ્રાય કરો.

૧૨) લગભગ 2 મિનીટ પછી તેમાં સ્પ્રાઉટેડ થયેલા એટલે કે ફણગાવેલા અને બાફેલા કઠોળને તેના પાણી સાથે નાખો.

૧૩) હવે તેમાં જરૂરિયાત મુજબ મીઠું, કાળો મસાલો, ટમેટાના પીસીસ નાખી તેમાં સ્વાદ અનુસાર લીંબુ નીચોવી તેને ચમચાથી સારી રીતે હલાવી સહેજ પકાવીને ગેસ પરથી નીચે ઉતારી લો.

૧૪) તમારી સ્પાઉટેડ પલ્સીસ વિથ બ્રોકોલીની વાનગી તૈયાર છે.

૧૫) હવે તેને એક પ્લેટમાં કાઢી તેને ડેકોરેશન કરવા માટે તેના પર ટમેટા અને કાકડીની સ્લાઈસ મૂકી તેના પર કોથમીર અને જીણી સેવ નાખીને મહેમાનોને ગરમા ગરમ સ્પાઉટેડ પલ્સીસ વિથ બ્રોકોલી સર્વ કરો. આ સાથે ડીશમાં લીંબુના પીસીસ પણ મૂકી શકાય છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment