પ્રેગ્નેન્સી પ્લાન કરી રહ્યા છો તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો…

28

આજે આપણે દરેક કામને પ્લાનિંગની સાથે કરવું પસંદ કરીએ છીએ. ચાહે તે નિર્ણય કેરિયર, લગ્ન કે પછી પરિવાર સાથે જોડાયેલો જ કેમ ના હોય. આપણે આવનાર જવાબદારીઓને માપીને પોતાની ક્ષમતા અનુસાર નિર્ણય લેવા ઈચ્છીએ છીએ. કેમકે હમણાં બન્ને માતા પિતા કામકાજી છે, શિશુની જવાબદારી પણ વિચારીને કરવામાં આવે છે. તેના ઉપરાંત કોણ કેટલી જવાબદારી ઉઠાવશે તથા આગળની સમસ્યાઓ કઈ હોઈ શકે છે જેવી વાતો પર પહેલા જ વિચાર કરવામાં આવે છે.

આ લેખમાં આ વિષય સાથે જોડાયેલી કેટલીક સાત વાતો નીચે આપવામાં આવી છે.

૧. સ્તનપાન

બાળક માટે માંનું દૂધ સર્વોત્તમ હોય છે. પરંતુ કામ કરનાર માં દરેક પળે બાળકની સાથે નથી રહી શકતી. પેકેટ કે ડબ્બાવાળા દૂધથી બાળક બીમાર પણ પડી શકે છે. આવી સ્થિતિમાં તમે પંપિંગ કે ફારમુલા જેવા વિકલ્પો અજમાવી શકો છો. તેની મદદથી માંની ગેરહાજરીમાં બાળકને માંનું દૂધ પીવા મળશે.

૨. બાળકને ક્યાં સૂવાડવું?

પોતાની સાથે કે અલગ રૂમમાં? આ દરેક માતા-પિતાની દુવિધા હોય છે. જોકે બન્ને વિકલ્પોના પોતાના ફાયદા અને નુકશાન છે. તેનો નિર્ણય તમારે તમારી સુવિધા અને બાળકની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરો.

૩. કેવી પરવરિશ આપવી

તમે તમારા બાળકને કઈ રીતનો માણસ બનાવવા ઈચ્છો છો. આ વાત તમારી પરવરિશની રીત પર નિર્ધારિત કરી શકશો. જો તમે કામ કરનાર મહિલા છો તો બાળકની દેખભાળની જવાબદારી કોણ ઉઠાવશે? તમે, પરિવરનું બીજું કોઈ સદસ્ય કે તમારે કોઈ ત્રીજાની મદદ લેવી પડશે.

૪. નોકરી કરશો કે છોડી દેશો

બાળકની જવાબદારી થોડાં કલાકોની હોતી નથી પરંતુ બાળક માટે તમારે ૨૪ કલાક ઉપલબ્ધ રહેવું પડે છે. આ જવાબદારીને નિભાવવા માટે તમે નોકરી કરશો કે છોડશો જેવા વિષય પર પણ તમારે નિર્ણય લેવો પડશે. જો તમે નોકરી છોડશો તો શું તમારા પતિની કમાણી ઈનફ રહેશે.

૫. ડાયપર કોણ બદલશે

બાળકને સંભાળવાની જવાબદારી ફક્ત સ્ત્રીની જ નથી પરંતુ પુરુષની પણ છે. અંતમા: પુરુષને પણ બાળક સાથે જોડાયેલાં નાના-નાના કામ કરતા આવડવું જોઈએ. તેના ઉપરાંત બાળકને સ્કૂલ લઇ જવા તથા ર્ડોક્ટર પાસે લઈ જવાની જવાબદારી પણ વહેંચો.

૬. વચ્ચેનો રસ્તો

થઈ શકે છે કે ઘણી વાતોને લઈને માતા-પિતાની સહમતી અલગ હોય. એવી સ્થિતિમાં મુદ્દા પર ઝઘડવાથી સારું થશે કે તમે કોઈ વચ્ચેનો રસ્તો નીકાળો. તેના ઉપરાંત, ઝઘડો કઈ વાતો પર થઈ શકે છે તેના પર પણ વિચાર કરી શકાય છે.

સૌજન્ય : બોલ્ડ સ્કાય

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment