સંતાન માટે કઈ કરીએ તો થાક લાગે નહિ પણ થાક ઉતરી જાય…

59
if you do anything for the children you will not feel tired

ચીનના પર્વતીય વિસ્તારમાં રહેતો ઝુ કાંગ ખેતી કરીને એનું ગુજરાન ચલાવે છે. પરિવારમાં માત્ર 2 જ સભ્યો છે એ અને એનો નાનો દીકરો. પત્ની તો છોડીને જતી રહી છે.

દીકરો અંધ અને વિકલાંગ છે. પોતાની ગેરહાજરીમાં દીકરાએ બીજા કોઈ પર આધારિત ના રહેવું પડે એટલે ઝુ કાંગે શિક્ષણના માધ્યમથી દીકરાના ભવિષ્યને કંડારવાનો સંકલ્પ કર્યો. અંધ અને વિકલાંગ બાળકને સ્વીકારવા કોઈ સ્કુલ તૈયાર નહોતી પણ હાર માનીને બેસી જાય એવો આ પિતા નહોતો.

ઘરથી લગભગ 7 કિમી દૂર એક સ્કુલ એના દીકરાને સ્વીકારવા માટે તૈયાર થઈ પણ આ સ્કુલ સુધી પહોંચવા વાહનની કોઈ સુવિધા નહોતી. સ્કુલ સુધી પહોંચવાનો રસ્તો સાવ પથરાળ અને નદી પર્વત પરથી પસાર થાય એટલે કોઈ વાહન ચાલે પણ નહિ. ઝુ કાંગે એનો ઉપાય શોધી લીધો. દીકરાને ઉભા રહેવામાં અનુકૂળ આવે એવો એક ટોપલો બનાવ્યો. છોકરાના પગ પણ વળી ગયેલા છે એટલે એ સામાન્ય માણસની જેમ ઉભો પણ ના રહી શકે એટલે એના માટે ખાસ ટોપલો બનાવ્યો. આ ટોપલામાં લઈને પિતા એના દીકરાને 7 કિમી દૂર શાળાએ મુકવા માટે જાય.

રોજ સવારે 5 વાગે જાગી જાય. દીકરા અને પોતાના માટે રસોઈ બનાવે પછી દીકરાને તૈયાર કરી પોતાના ખભા પર બેસાડી 7 કિમી દૂર ચાલીને શાળાએ પહોંચે. દીકરાને શાળાએ મૂકી પાછા ઘરે આવે કારણકે ઘર ચલાવવા કામ પણ કરવું પડે. શાળા પૂરી થાય એટલે પાછા દીકરાને લેવા જાય અને ફરીથી ચાલીને ઘરે આવે આમ રોજના 28 કિમી ચાલે.

ઝુ કાંગનું દીકરા પ્રત્યેનું આ સમર્પણ રંગ લાવી રહ્યું છે એનો દીકરો અંધ અને અપંગ હોવા છતાં આખા ક્લાસમાં પ્રથમ નંબર લાવે છે. ઝુ કાંગને પૂછવામાં આવ્યું કે તમને થાક નથી લાગતો ? એક માણસ આટલું કામ કેવી રીતે કરી શકે ? એમણે જવાબ આપેલો ‘દીકરા માટે કઈ કરીએ તો થાક લાગે નહિ પણ થાક ઉતરી જાય’

કેટલાય પિતા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એમના સંતાનના ભવિષ્ય માટે પોતાની જાત ઘસી નાંખતા હોય છે. ઝુ કાંગ જેવા તમામ પિતાઓને કોટિ કોટિ વંદન. પિતા તરીકે અંતરદ્રષ્ટિ પણ કરીએ કે આપણે આપણા સંતાનને સમય આપી શકીએ છીએ કે ખાલી સુવિધાઓ જ આપીએ છીએ ?

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment