દૂધીનું શાક ના ભાવતું હોય તો, બનાવો 5 અવનવી વાનગીઓ

94
If you do not have any desire of vegetables

અત્યારે બજારમાં જઈએ એટલે ચારેય બાજુ દૂધીનું જ રાજ હોય તેવું લાગે છે. લીલાં શાકમાં દૂધી અને ગવાર શિવાય કઈં દેખાતું જ નથી. અને ઘરમાં દૂધી લઈને આવો તો બાળકોનો કકળાટ શરૂ. અને તેના કારણે જ ગૄહિણીઓ માટે રોજ શું બનાવવું એ પ્રશ્ન બહુ મોટો બની ગયો છે.

આજે અમે તમારા જ માટે પૌષ્ટિક દૂધીની ૫9-9 વાનગીઓની રેસિપી લાવ્યા છીએ, જે જોતાં જ બાળકો પણ થઈ જશે ખુશખુશાલ અને તમારો પ્રોબ્લેમ પણ ફૂલ્લી સોલ્વ.

૧. દૂધી અને દાલના વડાં :

* સામગ્રી :
– 500 ગ્રામ છીણેલી દૂધી,
– 1 ટી સ્પૂન લસણ (ઝીણું સમારેલ),
– અડધી ટી સ્પૂન આદુ (ઝીણું સમારેલ),
– 1 ટી સ્પૂન ઝીણાં સમારેલાં લીલાં મરચાં,
– 1 ટેબલ સ્પૂન કોથમીર,
– 1 ટેબલ સ્પૂન ફૂદીનો,
– 1 ટી સ્પૂન ચાટમસાલા,
– 2 ટેબલ સ્પૂન સોયાબીનના ગ્રેન્યુલ્સ (4 ટેબલ સ્પૂન ગરમ પાણીમાં દસ મિનિટ પલાળેલાં),
– 2 ટેબલ સ્પૂન તુવેરની દાળ તથા 2 ટેબલ સ્પૂન ચણાની દાળ (બંને બાફેલી),
– 1 ટેબલ સ્પૂન તેલ,
– 1 ટી સ્પૂન ગરમ મસાલો,
– થોડાં બ્રાઉન બ્રેડના બ્રેડક્રમ્સ.

* રીત:
સૌપ્રથમ નોનસ્ટિક વાસણમાં તેલ ગરમ કરો. આદુ-લસણને થોડીવાર સાંતળીને દૂધી ઉમેરો અને હલાવો. ગરમ મસાલો, દાળો, સોયાબીન, ચાટ મસાલો, કોથમીર તથા ફૂદીનો ઉમેરો. વ્યવસ્થિત ભેળવીને ધીમા તાપે ચારથી છ મિનિટ સુધી રંધાવા દો. નીચે ઉતારી લઈ બ્રેડક્રમ્સ ભેળવો. ત્યાર બાદ એક સરખા વડા જેવડાં ભાગ પાડીને પહેલેથી ગરમ કરેલાં ઓવનમાં 150 અંશ સેન્ટિગ્રેડ પર પાંચથી સાત મિનિટ પકાવો. ફૂદીનાની ચટણી સાથે ગરમાગરમ પીરસો.

૨. દૂધી પકોડા :

* સામગ્રી :
– એક મધ્યમ સાઇઝની દૂધી
– એક કપ ચણાનો લોટ
– બે ચમચા ચોખાનો લોટ
– એક મધ્યમ કાંદો સમારેલો
– ૩-૪ કળી લસણ ઝીણું સમારેલું
– ત્રણ લીલાં મરચાં બારીક સમારેલાં
– એક ચમચી ચાટ મસાલો
– એક ચમચી લાલ મરચું
– અડધી ચમચી હળદર
– અડધી ચમચી કાળું મીઠું
– એક ચમચો બારીક સમારેલી કોથમીર
– મીઠું સ્વાદ પ્રમાણે
– તળવા માટે તેલ

* રીત :
દૂધીની છાલ કાઢી એને છીણી લો. એમાં મીઠું મિક્સ કરી ૧૫થી ૨૦ મિનિટ રહેવા દો. ત્યાર બાદ દૂધીને નિચોવી પાણી કાઢી લો અને એક બૉલમાં ટ્રાન્સફર કરો.

હવે એમાં ચણાનો લોટ, ચોખાનો લોટ, કાંદા, લસણ, લીલું મરચું, ચાટ મસાલો, લાલ મરચું, હળદર, કાળું મીઠું, કોથમીર અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરો. જરૂર પડે તો પાણી ઉમેરી ભજિયાં બને એવું ખીરુ બનાવો.

હવે એક કડાઈમાં તેલ ગરમ કરો. ગરમ થાય એટલે એમાંથી એક ચમચો ભરી તૈયાર કરેલા ખીરામાં ઉમેરો અને ખૂબ હલાવો. હવે આ ખીરામાંથી ગરમ તેલમાં નાની સાઇઝનાં ભજિયાં પાડો. ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો. સર્વિંગ પ્લેટમાં કાઢી ટમેટો કેચ-અપ સાથે પીરસો.

૩. દૂધી કોફતા કરી :

* સામગ્રી:
– 25૦ ગ્રામ દૂધી
– 1 ટી. સ્પૂન મરચું
– 1 ટી. સ્પૂન ગરમ મસાલો
– ૩ ટે. સ્પૂન મલાઇ
– 1-1/2 કપ લાલ ગ્રેવી
– 1 મોટું ખાસડીયું કેળું
– 1/2 ટી. સ્પૂન હળદર
– 1-1/2 કપ જાડો ઘઉંનો લોટ
– પ્રમાણસર તેલ
– પ્રમાણસર મીઠું

* રીત:
કેળાંને બાફીને છીણવું. દૂધી છીણીને લેવી. તેમા મલાઇ, લોટ, બધો મસાલો નાંખી ગોળા વાળવા. જરૂર પડે મલાઇ કે લોટ ઊમેરી શકાય. ગોળા ગરમ તેલમા બ્રાઊન રંગના તળી લેવા. પીરસતી વખતે લાલ ગ્રેવી ગરમ કરી તેમા કોફતા નાંખી પીરસવું.

૪. દૂધીનો હલવો :

* સામગ્રી :
– 500 ગ્રામ દૂધી – કુમળી
– 2 ટેબલસ્પૂન ઘી
– 300 ગ્રામ ખાંડ,
– 300 ગ્રામ માવો (મોળો)
– 1 / 2 લિટર દૂધ,
– 2 ટેબલસ્પૂન છોલેલી બદામની કાતરી
– 2 ટેબલસ્પૂન પિસ્તાંની કાતરી
– થોડા દાણા એલચી,
– લીલો મીઠો રંગ,
– વેનીલા એસેન્સ.

* રીત :
દૂધીને છોલી, છીણી નાંખવી. એક વાસણમાં ઘી ગરમ કરી તેમાં થોડા એલચીના દાણા નાંખી, છીણ વઘારવું. થોડી વાર હલાવી તેમાં દૂધ નાંખવું. તાપ ધીમો રાખવો દૂધ બળે અને છીણ બફાય એટલે તેમાં ખાંડ નાંખવી. ખાંડનું પાણી બળે અને લોચા જેવું થાય એટલે લીલો રંગ અને એક ચમચો ઘી નાંખવું. બરાબર ઘટ્ટ અને ઠરે તેવું થાય એટલે ઉતારી, માવાને છીણીને નાંખવો. માવો બરાબર મિક્સ કરી ફરી થોડી વાર તાપ ઉપર મૂકવું. તેમાં બદામ – પિસ્તાની કતરી નાંખવી. માવો બરાબર મિક્સ થઈ જાય એટલે ઉતારી, થાળીને ઘી લગાડી હલવો ઠારી દેવો. બીજે દિવસે હલવો બરાબર ઠરે એટલે ચકતાં પાડવાં.

૫. મિક્સ વેજિટેબલ હાંડવો :

* સામગ્રી :
– ૨ કપ ચોખા
– ૩/૪ કપ ચણાની દાળ
– ૧ કપ તુવેર, મગ અને અડદની દાળ (સરખા ભાગે)
– ૨ કપ છીણેલી કોબી, ગાજર અને દૂધી
– ૬ – ૭ લીલા મરચાં
– ૧ ચમચો આદુ- લસણની પેસ્ટ
– ૧ ચમચો તલ
– ૨ ચમચી રાઈ
– ૨ ચમચી જીરુ
– ૮ – ૧૦ લીમડાના પાન
– વઘાર માટે તેલ
– મીઠું સ્વાદ અનુસાર

* રીત :

ચોખા અને દાળોને અલગ અલગ પલાળી રાખો. ત્યારબાદ તેને મિક્સરમાં ક્રશ કરીને ઘાટું ખીરું બનાવી લો. હવે તેમાં મીઠું ઉમેરીને ૬ થી ૭ કલાક ઢાંકી રાખીને આથો આવવા દો. બનાવતી વખતે તેમાં છીણેલી કોબી, ગાજર અને દૂધી ઉમેરો, લીલા મરચા ઝીણા સમારીને ઉમેરો. અને જરૂર પડે તો સ્વાદ મુજબ લીંબુનો રસ ઉમેરો

વઘાર માટે – એક વાસણમાં તેલ ગરમ થવા દો, તેમાં રાઈ,જીરુ, હિંગ, લીમડાના પાન, તલ અને ૧ લીલું મરચું સમારેલુ, આદુ – લસણની પેસ્ટનો વઘાર કરો. હાંડવિયામાં ખીરુ પાથરીને તેની ઉપર આ વઘાર રેડી દો. (અથવા આ મિશ્રણને ખીરામાં ભેળવીને પછી ખીરુ હાંડવિયામાં ઢાળી લો) અને ગેસ પર મૂકી ચડવા દો. લગભગ ૪૦ થી ૪૫ મિનિટ સુધી ચડવા દો.

સંકલન :- દિપેન પટેલ

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment