IIT નાવિદ્યાર્થીએ આ રીતે ફ્લાઇટમાં બચાવ્યો જીવ, પેસેન્જર ઘરે ભૂલી ગયો હતો ઇન્સ્યુલિન પેન…Hats Off…

96
iit-student-saved-life

તમે લોકોએ આમિર ખાનની ફિલ્મ થ્રી ઈડિયટ્સ તો જરૂરથી જોઈ હશે, જેમા એક સીનમાં એન્જીનિયરિંગ કરી રહેલ આમિર ખાન જુગાડ કરીને ફિલ્મની હીરોઈનની બહેનની ડિલીવરી કરાવે છે. પણ કંઈક એવું થયું રિયલ લાઈફમાં કે, ઉડતા વિમાનમાં એક એન્જીનિયરિંગ સ્ટૂન્ડે બોલ પેનની એક સ્પ્રિંગની મદદથી એક સહયાત્રીનો જીવ બચાવ્યો.

હકીકતમાં આઈઆઈટી કાનપુરનો એન્જીનિયરિંગ વિદ્યારથી કાર્તિકેય મંગલમની જુગાડ ટેક્નોલોજીએ ફ્લાઈટમાં એક યાત્રીનો જીવ બચાવ્યો. બે દિવસ પહેલા કાર્તિકેય જે ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યો હતો, તેમાં એક મુસાફરનું શુગર લેવલ ખરાબ થઇ ગયું. તેવામાં કાર્તિકેયએ ફ્લાઈટમાં રહેલા ડોક્ટરની ઇન્સ્યુલિન પેન લઈ, તેમાં પેનની સ્પ્રિંગ નાંખી અને તેને ઉપયોગ લાયક બનાવી. કાર્તિકેયનો આ કમાલ જોઈએ આજે દુનિયામાં તેની ચર્તા થઈ રહી છે. તેના પર ઈન્સ્ટિટયૂટને પણ ગર્વ છે.

આઈઆઈટી કાનપુરના ઓફિસિયલી ટ્વિટર પેજ પર પોતાના હોંશિયાર વિદ્યાર્થી વિશે આખો કિસ્સો શેર કર્યો છે. આ કિસ્સો જીનીવાથી નવી દિલ્હીની એક ફ્લાઈટનો છે.

કાર્તિકેય જીનિવાની એક ફ્લાઈટમાં સફર કરી રહ્યો હતો. માસ્કો એરપોર્ટથી એક પેસેંજર થોમસ પણ ફ્લાઈટમાં સફર કરી રહ્યો હતો. ફ્લાઈટને ટેકઓફ થયાને પાંચ કલાકનો સમય લાગ્યો હતો ત્યાં અચાનર થોમસની તબિયત ખરાબ થઈ.

શુગર લેવલ ખરાબ થવાને કારણે તેમણે બેચેની થઈ રહી હતી, ચક્કર આવતા હતા. તેમજ થોમસ પોતાની ઇન્સ્યુલિન પેન તો સાથે લાવવાનું ભૂલી ગયા હતા. ફ્લાઈટમાં રહેલા ડોક્ટરોએ તેમણે પ્રાથમિક ઉપચાર કર્યો પરંતુ તેનાથી કોઈ ફરક પડ્યો નહીં.

ડોક્ટોરોની પાસે ઈન્સુલિન પેન તો હતી, પરંતુ તેમે થોમસની કારટ્રિજ (નીડિલ) ફિટ નહતી થઈ રહી. ઈમરજન્સી લેડિંગ જ એકમાત્ર ઉપાય બચ્યો હતો. ઈમરજન્સી લેડિંગ માટે પણ એક કલાકનો સમય લાગી શકે તેમ હતું.

ત્યારે થોમસ બેહોશ થઈ ગયો હતો. ત્યારે કાર્કિકેય પોતાની હોશિંયારી બતાવતા ડોક્ટર પાસેથી તેમણી ઈન્સુલિન પેન માંગી. ફ્લાઈટમા વાઈ-ફાઈનો ઉપયોગ કરીને ઈન્ટરનેટ પર જોઈને ઇન્સ્યુલિન પેન કેવી રીતે બને છે અને કેવી રીતે કામ કરે છે.

તેના પછી કાર્કિકેયને ખબર પડી ગઈ કે ઇન્સ્યુલિનપેવમાં એક સ્પ્રિંગની કમી છે. તે મળી જાય તો ઈન્સુલિન પેન થોમસના ઉપયોગના લાયક બની શકી છે. તેમણે તરત ફ્લાઈટમાં રહેલા લોકો પાસેથી પેન માંગી. પેનની રિફિલની સાથે લગાવામાં આવતી સ્પ્રિંગ નીકાળી અને તેને ઇન્સ્યુલિન પેનમાં ફિટ કરી દીદી.

હવે ઈન્સુલિન પેનમાં થોમસ કાર્ટ્રિજ ફિટ થઈ ગઈ હતી અને ડોક્ટરોએ તેનાથી થોમસને ડોઝ આપીને તેનો જીવ બચાવ્યો.

દિલ્હીમાં ફ્લાઇટ લેન્ડ થયા પછી થોમસને કાર્તિકેયે જ ત્યાંની એક હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયો હતો . થોમસ મૂળએમ્સટર્ડેમનો રહેવાસી છે. ત્યાં તે રેસ્ટોરન્ટ અને બેકરી ચલાવે છે. તેણે જીવ બચાવનાર કાર્તિકેયનો આભાર વ્યક્ત કર્યો હતો અને સાથે જ એમ્સટર્ડેમ ફરવા આવવાનું અને તેમના રેસ્ટોરન્ટમાં જમવાનું આમંત્રણ પણ આપ્યું હતું.

સંકલન : પ્રિયંકા પંચાલ

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

 

Leave a comment