ઇન્ડિયાની આ ખતરનાક અને રહસ્યમય સ્થળો ઉપર જઈને લો અલગ એડવેન્ચરનો અનુભવ

34

એડવેન્ચર ગમતા ટુરિસ્ટો માટે ઇન્ડિયામાં એવી ઘણીબધી જગ્યાઓ છે જો ખતરનાક હોવાની સાથે – સાથે રહસ્યમય પણ છે. તો ચાલો જાણીએ આવી જગ્યાઓ વિશે

પહાડો, સુંદર બીચ અને ડેજટ સફારીથી અલગ એડવેન્ચર ટ્રાય કરવા માંગો છો તો ઇન્ડિયામાં એવી સ્થળોની કમી નથી કે જ્યાં જઈને તમે ખરેખર ત્યાના એડવેન્ચરનો અનુભવ કરી શકશો. આ સ્થળો પર બાકી જગ્યાઓની જેમ ટુરિસ્ટોની ભીડ નથી હોતી અને આ જ કારણે આને ઓફ બીટ ડેસ્ટીનેશનન્સમાં શામેલ કરવામાં આવ્યું છે. તો ચાલો જાણીએ અમુક એવી રહસ્યમય ખતરનાક સ્થળો વિશે.

ધોસ્ટ ટાઉન- ધનુષકોટિ (તમિલનાડુ)

તમિલનાડુ રાજ્યના પૂર્વી કિનારે પર આવેલ રામેશ્વરમ દ્રીપના દક્ષિણી કિનારે પર વસેલ નાનું એવું ગામ છે ધનુષકોટિ જ્યાંથી શ્રીલંકાની દુરી માત્ર ૧૮ કિલોમીટર છે. વર્ષ ૧૯૯૪માં આવેલ ચક્રવર્તી તોફાને આખા શહેરને પૂરેપૂરું નષ્ટ કરી દીધી હતું. જેમાં યાત્રીઓથી ભરેલ એક આખી ટ્રેન તણાઈ ગઈ હતી. સુંદર ધનુષકોટિ સાવ વિરાન થઇ ગયું. આ ઘટના પછી લોકોએ અહિયાં અમુક વિચિત્ર પ્રકારની ઘટના અનુભવી. જેના પછી તમિલનાડુ સરકારે આને ધોસ્ટ ટાઉન જાહેર કરી દીધું. જ્યાં સુરજ ડૂબ્યા પછી લોકોને જવાની પરમિશન નથી.

કેવી રીતે જવું – જો તમે ફ્લાઈટથી જવાનું વિચારી રહ્યા છો તો મદુરેઇ નજીક એરપોર્ટ છે જ્યાંથી ધનુષકોટિ ૧૯૮ કિલોમીટર દુર છે. રામેશ્વર નજીકમાં રેલ્વે સ્ટેશન છે અને જો તમે રોડ – વેથી આવી રહ્યા છો તો અહિયાં માટે રામેશ્વરમ અને બીજી ઘણી બધી જગ્યાઓથી બસોની સુવિધા ઉપલબ્ધ છે.

ઝેરીલા ઝાડ – ઝાડવાઓનું જંગલ – સંદાકફૂ (દાર્જ્લીંગ)

પશ્ચિમ બંગાળથી સિક્કિમ સુધી ફેલાયેલ સિંગાલિલાની શ્રેણીમાં સૌથી ઉચો પહાડ છે સંદાકફૂ. જે સમુદ્ર તળથી ૩૬૩૬ મીટરની ઉચાઇ પર છે. જ્યાંથી એવરેસ્ટ, કંચનજંધા, મકાલું અને લોત્સેની ચાર ઉંચા પહાડ જોઈ શકાય છે. ટ્રેકિંગ લવર્સની પસંદીદા સ્થળ સંદાકફૂને ઝેરીલા ઝાડવાઓનું જંગલ પણ કહેવામાં આવે છે. અહિયાં પહાડોની ઉપર ઝેરીલા એકોનાઈટ ઝાડ જોવા મળે છે. આની થોડી પણ માત્રા શરીરમાં ચાલી જાય તો પેટ, માથાના દુખાવાની સાથે ઉલટી, હર્દયની ગતી ધીમી થવાની સાથે મૃત્યુ પણ થઈ જાય છે.

કેવી રીતે જવું – બાગડોગરા અહિયાનું નજીકનું એરપોર્ટ છે જ્યાંથી સંદકાફૂ માટે બસો અને  કેબની સુવિધા ઉપલબ્ધ છે.

વેજીટેરીયન મગર – અનંતપુર લેક મંદિર (કેરળ)

કેરળના કાસરગોડ જીલ્લામાં છે અનંતપુર લેક મંદિર. ખુબજ સુંદર અને અદભુત આ મંદિર અંનત પદ્નાભસ્વામીના નામથી પણ પ્રખ્યાત છે. મંદિરના પરિસરમાં બનેલ નાના તળાવમાં એવો મગર રહે છે જે સંમ્પૂર્ણપણે વેજીટેરીયન છે. જે ખાલી મંદિરમાં બનેલ અને ચઢાવેલ પ્રસાદ જ ખાય છે. કહેવામાં આવે છે કે આ મગર મંદિરની રક્ષા કરે છે અને સાથે જ આને ભગવાનનો સંદેશવાહક પણ માનવામાં આવે છે. મંદિરમાં દર્શન કર્યા પછી આ સ્થળની મુલાકાત લેવાનું ભૂલતા નહિ.

કેવી રીતે જવું- કોઝિકોડ અહિયાનું નજીકનું એરપોર્ટ છે જ્યાંથી મંદિર ૨૦૦ કિલોમીટર દુર છે. ક્સરગઢ નજીકનું રેલ્વે સ્ટેશન છે જ્યાંથી અનંતપુર લેક મંદિર માત્ર ૧૨ કિલોમીટર જ છે. એમ તો અહિયાં આવવા માટે બસોની સુવિધા પણ ઉપલબ્ધ છે જો તમે રોડ-વે પરથી આવવાનો પ્લાન કરી રહ્યા છો તો.

ઠંડી – ગરમી બંને ચરમ સીમા પર – ચુરુ (રાજસ્થાન)

રાજસ્થાનમાં જયપુરથી લઈને ઉદયપુર, જેસલમેર આના સિવાય પણ ઘણા એવા શહેર છે જે ઘણીબધી ખૂબીઓથી ભરેલા છે. એમાનું એક છે રાજસ્થાનના પશ્ચિમી ભાગમાં વસેલું ચુરુ. જ્યાં ઉનાળામાં તાપમાન ૫૦ ડીગ્રી અને શિયાળામાં ૦ ડીગ્રી સુધી પહોચી જાય છે. અહીયાની હવેલીઓની પણ એક અલગ ઓળખ છે. આની આજુબાજુના વિસ્તારને દેશની ઓપન આર્ટ ગેલેરી કહેવામાં આવે છે.

કેવી રીતે જવું – જયપુર ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીકમાં છે. ચુરુ, અહિયાનું સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન છે અને જો તમે રોડ-વેથી આવી રહ્યા છો તો અહિયાં સુધી માટે સરળતાથી બસો મળી જશે.

દ્રાસ (લદ્દાખ), ખુબજ ઠંડુ સ્થળ

દ્રાસ ખુબજ સુંદર ખીણ છે જે જોજીલા પાસેથી શરુ થાય છે. એટલા માટે આને ગેટવે ઓફ લદ્દાખ પણ કહેવાય છે. દ્રાસની ખીણ સમુદ્ર તટથી ૧૦૯૯૦ ફૂટની ઉચાઇ પર સ્થિત છે અને અહીયાના પહાડોની ઉચાઇ ૧૬૦૦૦ થી ૨૧૦૦૦ ફૂટ સુધીની છે. આ જગ્યાને દુનિયાની બીજી સૌથી ઠંડી જગ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. અહિયાં ઠંડીમાં તાપમાન -૪૫ ડીગ્રી સેન્ટીગ્રેડ સુધી પહોચી જાય છે.

કેવી રીતે જવું – લેહમાં કુશોક રીમ્પોન્ચી નજીકનું એરપોર્ટ છે. જમ્મુ તવી અહિયાનું નજીકનું રેલ્વે સ્ટેશન છે. મનાલીથી લેહ – લદ્દાખ માટે બસો ચાલે છે.

ઈમામબાંડા (લખનઉ), વગર પીલોરની બિલ્ડીંગો

આ એક આશ્ચર્યજનક બિલ્ડીંગ છે તો ઉતર પ્રદેશની રાજધાની લખનઉની ખાસિયત છે. દુર – દુરથી લોકો ફરવા માટે અને આની પાછળના રહસ્યને જાણવા માટે પણ આવે છે. આને ૧૮મી સદીમાં નવાબ અસફૂદ દોલાએ યુરોપિયન અને અરેબિયન આર્કિટેક્ચરને ધ્યાનમાં રાખીને બનાવડાવ્યું હતું. આ બિલ્ડીંગના સેન્ટરમાં ૫૦ મીટર લાંબો હોલ છે. આમાં કોઈ પીલોર કે બીમ નથી. આ મેઈન હોલને ખાસ કરીને ઇંટર લોકીંગ બ્રિક વર્કથી બનાવાયું છે જેને ભૂલભુલૈયાના નામથી ઓળખવામાં આવે છે. ૧૦૦૦ સીડીઓથી થઈને જનારો રસ્તો પણ છે, જેને કોઈ મુશ્કેલીથી બચવા માટે બનાવામાં આવ્યો છે. આ બિલ્ડીંગ સિવાય અહિયાનું ગાર્ડન પણ જોવાલાયક છે.

કેવી રીતે જવું- અમૌસી, નજીકનું એરપોર્ટ છે. લખનઉ જંક્શન નજીકનું રેલ્વે સ્ટેશન અને રોડ-વેથી આવવા માટે બસો અને ટેક્સીઓની સુવિધા ઉપલબ્ધ છે.

લેખન અને સંકલન : નયન પ્રજાપતિ  & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment