ઈનસ્ટંટ ઈડલી, ઉપમા, ઢોકળા, અપ્પમ, ઉત્પપા વગેરે વાનગીઓ બનાવતા શીખો આજે એક સાથે ..

161

હેલો ફ્રેન્ડઝ, આજ હું એક એવી રેસીપી લાવી છું જે વર્કિંગ વુમન હોય કે ગૃહિણીઓ માટે ખુબ જ ઉપયોગી સાબિત થઈ થઈ જશે. આજ ની સ્રીઓ નોકરી કરતી હોય છે અને સાથે સાથે ઘર પણ સંભાળતી હોય છે.ઘર ના દરેક સભ્યો ના સ્વાથ્ય નુ ધ્યાન રાખવું, રસોઈ, ઓફીસ, ઘર, બાળકો, આ બધા નુ ધ્યાન રાખવું એ એક સ્ત્રી માટે ચેલેન્જ હોય છે, પતિ નો નાશતો અને , બાળકો ના ટિફીન મા રોજ રોજ શુ બનાવવુ અને એ પણ ઓછા સમયમાં મા કેમ બનાવવુ.

આપણે હંમેશા એ વિચારતા હોય છે.આપણે રોજ બરોજ ઉપમા, ઈડલી, ઢોકળા, અપ્પમ, ઉત્પપા વગેરે વાનગી ઓ બનાવતા જ હોઇએ છીએ પરંતુ હર વખતે રવો શેકવો, વધાર કરવો આ બધી પ્રક્રિયા મા ઘણો સમય વીતી જાય છે, મારકેટ મા ઘણા પ્રોડક્ટ્સ મળે છે જે તમે ઓછા સમયમાં મા બનાવી શકો છો પરંતુ તે કેટલા અંશે હેલ્ધી હોય છે તે આપણે સૌ જાણતા હોય છે તેને લાંબો સમય સાચવવા માટે તેમા પ્રીઝવેટીવ નો ઉપયોગ કરવામાં આવે છે જે સ્વાસ્થ માટે હાનિકારક સાબિત થઈ શકે છે, અને સાથે સાથે તેની કિંમત પણ ખૂબ વધારે હોય છે જે રોજ ખરીદવી પરવડે નહીં. તો આજે હું તમને એક એકદમ સરળ રીતે અને ઓછા સમયમાં બની શકે તેવી ઈનસ્ટંટ ઈડલી ઉપમા મિક્સ કેવી રીતે બને છે તે શીખવાડીશ, આ મિશ્રણ તમે સ્ટોર કરી લો અને જરૂર પડ્યે તેમા થી ઉપમા, ઈડલી, અપ્પમ, ઢોકળા, કે ઉત્પપા બહુ ઓછા સમયમાં બનાવી શકશો, તો ચાલો નોંધી લો સામગ્રી…

સામગ્રી 

500 ગ્રામ જાડો રવો, 1/4 અડદ ની દાળ, 1 ટેબલસ્પૂન ચણાની દાળ, 1 ટેબલસ્પૂન રાઇ, 4-5 બારિક સમારેલા તીખા મરચાં, 15-20 મીઠા લીમડાના પાન બારીક સમારેલા, 3-4 ટેબલસ્પૂન તેલ

રીત

સૌ પ્રથમ જાડો રવો લઇ તેને બરાબર સાફ કરી લો, ત્યારબાદ એક કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેમાં રાઈ અને સમારેલા મરચાં નાખીને તેને સાંતળી લો, ત્યારબાદ તેમા અડદ ની દાળ અને ચણા ની દાળ નાખો અને તેને પણ બદામી રંગ ની શેકી લેવી.ત્યાર બાદ તેમાં સાફ કરેલો જાડો રવો ઉમેરવો,અને સમારેલા લીમડા ના પાન પણ ઉમેરવા, ગેસ ની ફ્લેમ મિડિયમ કરી લો અને તેને સતત હલાવતાં જાવ જેથી રવો તળીયા મા ચોંટે નહીં. રવો બદામી રંગ નો થઈ જાય એટલે ગેસ બંધ કરી દો.

રવો ઠંડો પડી જાય એટલે તેને એરટાઇટ જાર મા ભરી લો. હવે જયારે તમને મન થાય ત્યારે ઉપમા, ઈડલી ઢોકળા, ઉત્પપા વગેરે જેવી વાનગી બનાવી શકો છો.

ઈનસ્ટંટ ઉપમા બનાવવાની રીત એક કડાઈમાં માં તેલ અથવા ઘી ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેમાં બારિક સમારેલા કાંદા સાંતળો, તેમા તૈયાર કરેલો રવો ઉમેરો અને જરૂર પુરતુ પાણી ઉમેરીને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લો રવો બરાબર ચઢી જાય એટલે તેને કોથમીર અને કોપરુ ભભરાવી ને ગારનીશ કરી ગરમા ગરમ પીરસી દો.

ટીપ

વેજીટેબલ ઉપમા બનાવવો હોય તો ગાજર અને વટાણા પણ ઉમેરી શકો છો, રવો પહેલે થી જ વઘાર કરી ને શેકેલો છે ફરી શેકવા ની જરૂર નથી. પ્લેન ઉપમા કરવો હોય તો એક પેન ફકત પાણી ગરમ કરો તેમા સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને તે ગરમ થાય એટલે તેમાં રવો ઉમેરી ને મિકસ કરી લો થોડી વાર ધીમા તાપે ચઢવા દો, તૈયાર છે તમારો ઈનસ્ટંટ ઉપમા.

ઈનસ્ટંટ રવા ઈડલી બનાવવાની રીત

સૌ પ્રથમ એક વાસણ મા તૈયાર કરેલો એક કપ ઈનસ્ટંટ રવો લઇ લો ,તેમા અડધો કપ દહીં અને પોણો કપ જેટલુ પાણી ઉમેરીને ખીરું તૈયાર કરી લો ત્યારબાદ તેમા સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને તેને બરાબર મિક્સ કરી લો.10 મિનિટ સુધી ઢાંકી ને રાખી દો, ત્યારબાદ તેમા એક નાની ચમચી ઈનો સોડા અથવા ખાવા નો સોડા નાખી ને મિકસ કરી લો. તેને ઈડલી ના સ્ટેન્ડ મા તેલ લગાવીને ને તેમા તૈયાર કરેલુ બેટર ચમચી વડે ભરી લો, અને 10થી 12 મિનીટ સુધી સ્ટીમ કરો. તૈયાર છે તમારી ગરમા ગરમ ઈડલી, તેને કોપરા ની ચટણી સાથે પીરસી દો, તેને બાળકો ના ટિફીન મા પણ આપી શકો છો.

ઢોકળા બનાવવા ની રીત — જેવી રીતે ઈડલી નુ મિશ્રણ તૈયાર કર્યુ એવી જ રીતે ઢોકળા નુ મિશ્રણ તૈયાર કરી લો, તેને એક થાળી મા થોડુ તેલ લગાવીને ને તેમા તૈયાર કરેલુ મિશ્રણ રેડો અને 12-15 મિનીટ સુધી સ્ટીમ કરો.
તૈયાર છે તમારા ગરમા ગરમ રવા ઢોકળા, તેને વઘાર કરવા ની જરૂરત નથી કેમકે રવા ને શેકતી વખતે વઘાર કરેલો જ છે.
ઢોકળા ને લીલી ચટણી ને સોસ સાથે પીરસી દો, આ ઢોકળા પણ બાળકો ના ટિફીન મા આપી શકાય છે. ઢોકળા અને ઈડલી બાળકો અને મોટાઓ બધા ને પસંદ હોય જ છે.

અપ્પમ બનાવવાની રીત

જેવી રીતે ઈડલી અને ઢોકળા નુ મિશ્રણ તૈયાર કર્યુ એવી જ રીતે અપ્પમ નુ મિશ્રણ તૈયાર કરો, તેમા બારીક સમારેલી કોથમીર અને કાંદા નાખો, એક નાની ચમચી ઈનો સોડા અથવા ખાવા નો સોડા નાખી ને તેને બરાબર મિક્સ કરી લો અને અપ્પમ ના પેન મા અપ્પમ બનાવો, તેમા બારીક સમારેલા ગાજર અને વટાણા અને ફણસી પણ નાંખી શકો છો.

ઉત્પપા બનાવવાની રીતઉત્પપા બનાવવા માટે પણ ઉપર જણાવ્યા મુજબ બેટર તૈયાર કરી લો ત્યારબાદ તેમા સ્વાદ અનુસાર મીઠું ઉમરો બારીક સમારેલા કાંદા અને પાલક પણ નાંખી શકો છો, તેમા ઈનો સોડા અથવા ખાવા નો નાખના ની જરુર નથી તેને નોન સ્ટિક તવા પર થોડુ જાડુ પાથરી તેલ લગાવીને ને બંને બાજુ થી બ્રાઉન થઈ જાય એવી રીતે શેકો, તૈયાર છે તમારો ગરમા ગરમ ઉતપ્પા, તેને ચટણી સાથે પીરસી દો.

નોંધ

રવો શેકતી વખતે તેમા મીઠું ઉમેરવુ નહીં કારણ કે ડબામાં ભરતી વખતે મીઠું તળીયા મા જતુ રહે છે એટલે જયારે તમે તેનો ઉપયોગ કરો ત્યારે જ તમારા સ્વાદ અનુસાર મીઠું ઉમેરીવુ. તો ફ્રેન્ડઝ આશા છે કે તમને આ રેસીપી ખુબ ઉપયોગી થશે અને ઉપમા ઈડલી ઢોકળા બનાવતી વખતે તમારો સમય પણ બચી જશે, હું હંમેશા આવી જ રીતે ઈનસ્ટંટ રવો બનાવી ને સ્ટોર કરી રાખુ છું, જેથી બાળકો ની ડિમાંડ ઉપર એમની મનપસંદ વાનગી ફટાફટ બનાવી શકાય. ફરી એક વાર નવી રેસીપી લઇ ને આવુ ત્યા સુધી બાય…

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment