હનુમાનજીના જન્મ સ્થળ સાથે જોડાયેલા કેટલાક રહસ્યોને જાણો..

38

ભગવાન હનુમાન આમ તો યુગોના દેવતા છે. તેઓ રામના સમયમાં પણ હતાં અને તેમણે મહાભારતના સમયમાં પણ ભિમને દર્શન આપ્યા હતા અને પોતાની શક્તિનો પર્ચો પણ બતાવ્યો હતો. આજે હનુમાનભક્તોની સંખ્યાનો કોઈ જ તોટો જડે તેમ નથી. જો તમે હનુમાન ભક્ત હશો તો તમને પણ તેમની સાથે જોડાયેલી વાતે જાણવામાં રસ હશે.  આપણે જાણીએ છીએ તેમ હનુમાનજીનો જન્મ ઝારખંડના ગુમલા નામના જિલ્લામાં થયો હતો. આ એક જંગલ પ્રદેશ છે અહીંની એક ગુફામાં હનુમાનજીનો જન્મ થયો હતો તેવું માનવામાં આવે છે. કે સમય જતાં તે ગુફા આપોઆપ જ બંધ થઈ ગઈ હતી, જેની પાછળ કેટલાએ કારણની કલ્પના કરવામાં આવી છે. કહેવામાં આવે છે કે હનુમાન દાદાના માતા અંજનીના ગુસ્સાના કારણે આ ગુફા બંધ થઈ ગઈ હતી.આ જગ્યાનું નામ પણ દેવી અંજની પરથી જ પડ્યું છે- આંજન.  આ ગામ ગુમલા જિલ્લાથી લગભગ 20 કિમી દૂર આવેલું છે. અહીં એક એવું મંદિર છે જ્યાં હનુમાનજી તેમની માતાના ખોળામાં બિરાજમાન છે.

અહીંના લોકોની માન્યતા પ્રમાણે ભગવાન હનુમાનનો જન્મ ગુમલા જિલ્લાના આંજનસ્થાન સ્થિત એક પહાડી ગુફામાં થયો હતો. આ ગુફા માતા અંજનીના ગુસ્સાના કારણે આપો આપ બંધ થઈ ગઈ હતી. કેહવાય છે કે માતા અંજની અહીંના લોકોની બલી ચડાવવાની પ્રથાથી નિરાશ થઈ ગુસ્સે થયા હતા અને આ ગુફાના દ્વારા આપોઆપ બંધ થઈ ગયા હતા.

વર્ષ 1953માં અહીં માતા અંજની તેમજ હનુમાનજીનું મંદિર બનવવામાં આવ્યું.  અહીં ભગવાન હનુમાનનું બાળ સ્વરૂપ જોવા મળે છે. અહીં બાળ હનુમાનને પોતાની માતાના ખોળામાં બિરાજવામાં આવ્યા છે.આ ગામ સાથે પણ કેટલીએ કથાઓ જોડાયેલી છે. અહીં આવેલા પંપાપુર નામના સરોવરમાં કહેવાય છે કે સતયુગમાં ભગવાન રામ તેમજ તેમના ભાઈ લક્ષમણે સ્નાન કર્યું હતું.

લેખન સંકલન : દીપેન પટેલ

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment