ઈશા અંબાણી અને આનંદ પીરામીલના ભવ્ય લગ્નનો ખર્ચ સાંભળીને તમે પણ ચોકી જશો

75

મુકેશ અને નીતા અંબાણીની લાડલી દીકરી આજે આનંદ પીરામીલની સાથે લગ્ન કરવા જઈ રહી છે. આ લગ્નને લઇ ફેન્સમાં ખુબ જ ઉત્સુકતા જોવા મળી રહી છે અને દરેક આ લગ્ન વિશે જાણવા માગે છે. અમે જણાવી દઈએ કે લગ્ન માટે મુંબઈમાં સ્થિત અંબાણી હાઉસ એન્ટેલિયાને ભવ્ય રીતે શણગારવામાં આવ્યો છે, અને લગ્નની દરેક તૈયારીઓ થઇ ચુકી છે માત્ર સાત ફેરા લેવાની જ વાર છે. આ સિવાય ફેન્સ આ આલીશાન અને રોયલ લગ્નમાં થયેલા ખર્ચ જાણવા માટે પણ ઉત્સુક છે જેને લઈને લગ્નના ખર્ચની અમુક ડિટેઇલ સામે આવી છે.

વિગતો અનુસાર આ લગ્નને દેશના સૌથી મોંઘા લગ્ન માનવામાં આવી રહ્યા છે, જેનો ખર્ચ ૧૦ કરોડ ડોલર એટલે કે ૭૨૩ કરોડ રૂપિયા જાણાવ્યા પ્રમાણે આવી રહ્યો છે.

આ લગ્નમાં ખુબ ઓછા મહેમાનો હશે

ઉદયપુર સ્થિત થયેલા સંગીત સમારોહમાં જેટલા મહેમાનો આવ્યા હતા, તેના અનુમાન પ્રમાણે લગ્નમાં ખુબ જ ઓછા મહેમાનો હશે. જાણકારી પ્રમાણે 600 જેટલા મહેમાનો આ લગ્નમાં શામિલ થશે, જેમાં સૌથી વધુ બંનેનો પરિવાર અને તેઓના મિત્રો હશે.

આ લગ્નમાં સુરક્ષાની પૂરેપૂરી કાળજી પૂર્વક વ્યવસ્થા

આ લગ્ન મુંબઈ સ્થિત એન્ટેલિયામાં થવાના છે. જેને લીધે આખા એરિયામાં સુરક્ષાની એકદમ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસનું વ્યવસ્થાનું કહેવું છે કે આ વિસ્તારમાં મહેમાનોના આવવા તથા જાવાને લીધે થોડી ભીડથી રોડ રસ્તાઓ જામ થઇ શકે તેમ છે.

ઈશા અંબાણી અને આનંદ પીરામીલના ભવ્ય રીશેપ્શન પાર્ટી

પ્રાપ્ત વિગતો અનુસાર ઈશા અને આનંદ પોતાના લગ્નની બે રીશેપ્શન પાર્ટી આપવાના છે. એક રીશેપ્શન ૧૪ ડિસેમ્બરના યોજાઈ શકે તેમ છે. તે રીશેપ્શનનું આયોજન Jio ગાડર્નમાં થશે. આ પાર્ટીમાં માત્ર પરિવાર અને નજદીકના અમુક મિત્રો શામેલ થશે તેનું જાણવા મળેલ છે. જયારે બીજું રીશેપ્શન ૧૫ ડિસેમ્બરના બંનેના પોતાના શહકર્મચારી અને ઓફિસના લોકો માટે રીશેપ્શન રાખશે તિવું જાણવા મળેલ છે. આ રીશેપ્શનનું આયોજન પણ Jio ગાર્ડનમાં જ રાખવામાં આવશે.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment