ઈશા અંબાણીના લગ્નમાં ૧૫૦ વર્ષો જૂની આ બંગડીની દુકાનમાંથી થઇ ખરીદી સાથે સાથે આવે મોટી હસ્તીઓ

54

રાજસ્થાનમાં પોતાના આર્ટ અને કલા માટે ખુબ જ પ્રસિદ્ધ થયેલ છે. પેઢી દર પેઢી અહીંના લોકોને પોતાના પારંપરિક કાર્યો કરતા આવ્યા છે. બસ આજ કારણથી રાજસ્થાનમાં આવનાર લોકો માટે અહીંની કલાકૃતિઓ ખુબજ પસંદ કરવામાં આવે છે.

આખા દેશના જાણીતા અને સૌથી ખુબજ ધનવાન ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની લાડલી દીકરી ઈશા અંબાણીના લગ્ન અજય પીરામીલના દીકરા આનંદ પીરામીલ સાથે ૧૨ ડિસેમ્બર ના રોજ ખુબ જ ધામધૂમથી થયેલા છે. આ લગ્નમાં ઉદ્યોગપતિ લઈને રમત જગત અને બૉલીવુડના સેલીબ્રીટીથી લઈને ઘણા બધા નામચીન લોકો આ લગ્નમાં શામિલ થયા હતા. અને સાથે વિદેશથી પણ અમુક જાણીતી હસ્તીઓએ આ લગ્નમાં પોતાની હાજરી આપી હતી. અમે તમને જણાવી દઈએ કે ઈશા અંબાણી અને આનંદ પીરમિલે એક જ રંગના ડ્રેસ પહેરીયા હતા. જેમાં ઈશા અંબાણીએ ઓફ વ્હાઇટ કલરનો લહેંગો અને આનંદ પીરમીલે ઓફ વ્હાઇટ કલર ની શેરવાની પહેરી હતી.

તમને જણાવી દઈએ કે આ લગ્ન માટે બંગળીની ખરીદી એક રાજસ્થાનની ખાસ દુકાન પરથી કરવામાં આવેલી હતી. જે રાજસ્થાનમાં જોધપુરમાં આવેલી છે જેમનું નામ બીબીજી બેંગલ્સ છે.

તમને જણાવી એ કે આખી દુનિયાના ઘણા એવા ફેમસ લોકો પણ આ ૧૫૦ વર્ષ જૂની દુકાનના ગ્રાહકો પણ છે. જેમાં સમાવેશ થાય છે જોધપુરનો શાહી પરિવાર, અંબાણી પરિવાર, કબીર બેદી, અભિનેત્રી જેમ કે જુહી ચાવલા જેવા લોકોના નામોનો પણ સમાવેશ થાય છે. દુકાનના માલિક અબ્દુલ સતાર એ વાત કરતા  જણાવ્યું કે કેવી રીતે ૧૫૦ વર્ષ જૂની આ દુકાનનો વ્યવસાય હજી પણ ચાલી રહ્યો છે. તેમણે જણાવ્યું કે, “મારી દાદીમા, જે બીબીજીના નામથી આ ઓળખવામાં આવતી, તે એક જમાનામાં રાજાઓ અને રાણીઓને બંગળીઓ વહેચવા માટે જતા હતા. ત્યારથી જ અમારા આ વ્યવસાયની શરૂઆત થઇગઈ હતી. જયારે તે વૃધ્ધ થઇ ગયા અને કામ કરવા માટે લાયક ન રહ્યા ત્યારે મારા પિતાએ સાઇકલ પર બંગળીઓ વહેંચવાનું શરૂ કરી દીધું. અને ત્યાર બાદ મે પણ સાઇકલ પર બંગળીઓ વહેંચી છે. જેના પછી મેં થોડા સમય બાદ દુકાનની શરૂઆત કરી હતી.”

“૧૫૦ વર્ષ જૂની આ યાત્રાની શરૂઆત વર્ષ ૧૯૭૦ થી શરૂ થઇ હતી. તે કહેતા હતા કે ક્રિસ્ટલ બંગળીઓની આજના સમયમાં સૌથી વધુ ડીમાંડ છે. તેને બનાવાની શરૂઆત ૨૦ વર્ષ પહેલા કરવામાં આવી હતી. આ દુકાન પર ઈનેમલ, સ્ટોન જડિત, કાંચના કટિંગ વાળી બંગળીઓ સહીત દરેક પ્રકારની ડિઝાઇન મલે  છે. આ દુકાન શહેરના સૌથી વ્યસ્ત વિસ્તારમાં આવેલી છે. પણ દુકાનના મલિક પોતાના ગ્રાહકોના પસંદ માટે અલગ અલગ સાઈઝ અને ટુરિસ્ટને ડિઝાઇન જોવા માટે હોટેલના રૂમ સુધી બંગળીઓ મોકલાવે છે. આ સિવાય બીબીજીના માલિક કહે છે કે તે હંમેશા બંગળીઓમાં કઈક નવું કરતા રહે છે.

ઈશા અંબાણીના લગ્નમાં અંબાણી પરિવારે રાજસ્થાનની આ ખાસ દુકાનમાંથી જ બંગળીઓની કરી ખરીદારી

આ સિવાય બૉલીવુડની ઘણી અભિનેત્રી તથા ઘણા એવા ધનિક લોકો અબ્દુલની દુકાન પર જ બંગળીઓ માટેનો ઓર્ડર આપે છે, જે તેઓને તેમના સુધ્ધી પહોંચાડે  છે.

અબ્દુલ સતાર કહે છે કે તેમણે ઉદયપુરમાં થયેલા ઈશાના પ્રિ-વેડિંગ સમારોહમાં મહેમાનોએ અને દેશ વિદેશથી આવેલ મહેમાનોએ તેમની પાસેથી પારંપરિક બંગળીઓ ખરીદી હતી.

કરન જોહરની સાથે અબ્દુલ

જ્હાન્વી કપૂર અબ્દુલની બંગળીઓ ખરીદી રહેલી

ફેમસ અભિનેત્રી રવીના ટંડન એ પણ અબ્દુલની બંગળીઓ ખરીદી

અભિનેત્રી રવીનાની સાથે અબ્દુલ અને મોહમ્મ્દ ઇરફાન

ઐશ્વર્યા રાઈ, અભિષેક અને આરાધ્યાની સાથે અબ્દુલ

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની પત્ની અંજલિ અને અબ્દુલ

ફેમસ અભિનેત્રી શબાના આઝમીને બંગળી પહેરાવી રહેલા અબ્દુલ

શબાના આઝમી પતિ જાવેદ અખ્તર અને અબ્દુલ

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની સાથે અબ્દુલ

રિલાયન્સ ફાઉન્ડેશન સ્વદેશ બજારના તરફથી બીબીજી ને આપવામાં આવ્યો બંગળીઓનો ઓર્ડર

લેખન અને સંકલન : Team Dealdil & કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment