ઈશા અંબાણીની સગાઈમાં પ્રિયંકાની સાથે થયું કંઇક આવું

71

ઈશા અંબાણીની સગાઈમાં ખૂબ જ ગોર્જિયસ લાગતી પ્રિયંકા ચોપરાના ફોટાઓ સોશિયલ મીડિયા પર ખુબ જ વાઈરલ થયા હતા. પરંતુ ઈશા અંબાણીની સગાઈમાં પ્રિયંકા ચોપરાનો ગજબની ઘટના થઇ ગઈ હતી અને તે વિકટ પરિસ્થિતિમાં મૂકાઈ ગઈ હતી.

૧.) મોડો પહોંચ્યો હતો તેમનો સામાન :

વાત એવી છે કે પ્રિયંકાએ ઈશાની સગાઈ માટે ખુબ જ સુંદર કપડા તૈયાર કરાવ્યા હતા પરંતુ તેનો સામાન એક દિવસ મોડો પહોંચ્યો હતો. પોતાનો સામાન પાસે ન હોવાને કારણે પ્રિયંકા ભારે મૂંઝવણમાં આવી ગઈ હતી. તમે હાઈપ્રોફાઈલ ઈવેન્ટ માટે ખાસ કપડા તૈયાર કરાવ્યા હોય અને તમારો સામાન જ તમારી પાસે ન હોય તો કેવુ થાય?  એવું જ કંઇક પ્રિયંકાની સાથે થયું હતું .

૨.) આ મિત્રોએ તેમની મદદ કરી હતી :

ખબર અનુસાર ફેશન ડિઝાઈનર મનીષ મલહોત્રા અને તેમના બીજા કેટલાક ફ્રેન્ડ્સે મળીને પ્રિયંકાને ચોપરાની હેલ્પ કરી હતી. ઈશાની સગાઈમાં પહેરવા માટે આઉટફિટની વ્યવસ્થા એ લોકોએ કરાવી આપી હતી.

૩.) બીજા સેલિબ્રિટીઝના આઉટફિટ્સ ઉધાર લેવા પડ્યા :

ઘણા સેલિબ્રિટીઝ ગેસ્ટ્સ વધારાના આઉટફિટ્સ સાથે લઈને આવ્યા હતા. તમને આ વાત નવાઈ લાગશે કે પ્રિયંકા આ બાબતને લઈને જરા પણ ગુસ્સે નહતી. તેણે સહેલાયથી મનીષ અને તેના ફ્રેન્ડ્સે તેના માટે જે આઉટફિટ્સની વ્યવસ્થા કરી લાવ્યા હતા તે તેમણે પહેરી લીધા.

૪.) ફોટાઓ થયા વાઈરલ :

ઈશા અંબાણીની સગાઈ પછી લોક કોમોમાં જલસા કરતા પ્રિયંકા ચોપરા, નિક, સોનમ તથા આનંદના ફોટોઝ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. જુઓ આ ફોટાઓ

લેખન અને સંકલન : નયન પ્રજાપતિ  & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment