જંગલમાં દેખાયું વિશાળકાય સમુદ્રી જીવ, વૈજ્ઞાનિકો માટે કોયડો બની એના જંગલ સુધી પહોંચવાની કહાની…

16

બ્રાઝિલમાં આવેલ એમેઝોનના ગાઢ જંગલોમાં વૈજ્ઞાનિકોને એક વિશાળકાય દરિયાઈ જીવ મળ્યું છે. આ પ્રાણીની લંબાઈ લગભગ ૩૬ ફૂટ અને વજન લગભગ ૧૦ ટન છે. હવે વૈજ્ઞાનિક વિચારમાં પડી ગયા છે કે ખરેખર આટલું વજનદાર દરિયાઈ પ્રાણી દરિયામાંથી નીકળીને જંગલમાં કઈરીતે આવ્યું હશે?

વૈજ્ઞાનિકોએ આ વિશાળકાય પ્રાણીને હમ્પબૈક વ્હેલ માછલી જણાવી છે, જે આરારૂના બીચ પાસે જંગલમાં મરેલી મળી છે. આ દરિયા કિનારાથી લગભગ ૧૫ મીટર દુર મળી છે. બ્રાઝિલમાં ચાલી રહેલ સમાચાર અનુસાર, વૈજ્ઞાનિકોની એક ટીમ ત્યાં પહોંચી છે અને સેમ્પલ ભેગા કરવામાં આવી રહ્યા છે, જેથી વ્હેલના મૃત્યુના કારણો જાણી શકાય.

વૈજ્ઞાનિક હજુ સુધી એ નથી સમજી શક્યા કે વ્હેલનું મૃત્યુ થયું કઈ રીતે, પરંતુ એમનું માનવું છે કે વ્હેલનું મૃત્યુ કદાચ દરિયામાં જ થઇ ગયું હશે અને પછી દરિયાની મોટી લહેરોથી એ જંગલમાં પહોંચી હશે. સાથે સાથે એમનું માનવું એમ પણ છે કે બની શકે છે કે એનું મૃત્યુ જંગલમાં ફેંક્યા પછી થયું હોય. જો કે હજુ સુધી એના કોઈ પાકા સબૂત મળ્યા નથી.

વ્હેલના મૃત શરીરની તપાસ કરવામાં આવી રહી છે. અમુક સેમ્પલને લેબમાં મોકલવામાં આવ્યા છે, જેથી એ જાણી શકાય કે એ કોઈ બીમારીનો શિકાર તો નહતી. એના સિવાય એ પણ જાણવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે વ્હેલને ક્યાંક કોઈ બોટે ઠોકર તો નથી મારી, જેનાથી એનું મૃત્યુ થઇ ગયું. જો કે સંપૂર્ણ કેસની તપાસમાં ૧૦ દિવસનો સમય લાગશે. એના પછી જ કઈક સાફ થઇ શકશે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment