જાણો દેશના ૫ સૂર્ય મંદિરોનો મહિમા અને ભવ્યતા વિશે

52

એમ તો ભારતમાં ઘણા સૂર્ય મંદિરો છે પરંતુ અમે અહિયાં એ ૫ સૂર્ય મંદિરો વિશે કહેવા જઈ રહ્યા છીએ જે પોતાની ભવ્યતા અને અનોખી મહિમા માટે પ્રસિદ્ધ છે.

૧.) સૂર્ય મંદિર, મોઢેરા

આ મંદિર ગુજરાતના મોઢેરામાં આવેલ છે. આ મંદિર અમદાવાદથી લગભગ ૧૦૦ કિલોમીટર જેટલું દુર થાય છે. આ મંદિરનું નિર્માણ સમ્રાટ ભીમદેવ સોલંકીએ કરાવ્યું હતું. અહિયાં આના સંબંધિત એક શિલાલેખ પણ છે. એ સૂર્યને કુળદેવતાના સ્વરૂપમાં પૂજતા હતા. મંદિરના ગર્ભગૃહ અંદરની લંબાઈ ૫૧ ફૂટ ૯ ઇંચ તથા પહોળાઈ ૨૫ ફૂટ ૮ ઇંચ છે. મંદિરના સભામંડપમાં કુલ બાવન સ્તંભ છે. આ મંદિરનું નિર્માણ એવી રીતે કરવામાં આવ્યું છે કે જેમાં સૂર્યોદય થવા પર સૂર્યની પહેલી કિરણ મંદિરના ગર્ભગૃહને રોશન કરે છે. સભામંડપની આગળ એક વિશાળ કુંડ આવેલ છે જેને લોકો સૂર્યકુંડ અથવા રામકુંડના નામથી ઓળખે છે.

૨.) કોર્ણાક સૂર્ય મંદિર

ઓડિશા રાજ્યમાં પૂરીની નજીક કોર્ણાકનું સૂર્ય મંદિર આવેલ છે. કોર્ણાક સૂર્ય મંદિર સૂર્ય દેવતાને સમર્પિત છે. રથ આકારમાં બનાવેલ આ મંદિર ભરતની મધ્યકાલીન વાસ્તુકલાનું અનોખું ઉદાહરણ છે. આ સૂર્ય મંદિરનું નિર્માણ રાજા નરસિંહદેવે ૧૩મી સદીમાં કરાવ્યું હતું. હિંદુ માન્યતા અનુસાર સૂર્ય દેવતાના રથમાં ૧૨ જોડી પૈડા છે. રથને ખેંચવા માટે એમાં ૭ ઘોડા જોડેલ છે. આનું શાનદાર મંદિર વિશ્વમાં કદાચ જ હશે. અહીયાની સૂર્ય પ્રતિમા જગનાથ મંદિરમાં સુરક્ષિત રાખવામાં આવી છે. સૂર્ય મંદિર સમયની જડપ પણ દર્શાવે છે, જેણે સૂર્ય દેવતા નિયંત્રિત કરે છે. પૂર્વ દિશા તરફ જોડાયેલ મંદિરના ૭ ઘોડા અઠવાડિયાના સાત દિવસના પ્રતિક છે.

૩.) માર્તંડ સૂર્ય મંદિર

આ મંદિર જમ્મુ-કાશ્મીર રાજ્યના પહલગામથી નજીક અનંતનાગમાં આવેલ છે. આ મંદિરનું નિર્માણ મધ્યકાલીન યુગમાં ૭મી સદી દરમ્યાન થયું હતું. સૂર્ય રાજવંશના રાજા લલિતાદિત્યએ આ મંદિરનું નિર્માણ એક નાના શહેર અનંતનાગની પાસે એક પથ્થર પર કરવામાં આવ્યું હતું. આમાં ૮૪ સ્તંભ છે જે નિયમિત અંતરે રાખેલ છે. મંદિરની રાજસી વાસ્તુકલા આને અલગ બનાવે છે. બરફથી ઢકાયેલા પહાડોની પુષ્ઠભૂમિ સાથે કેન્દ્રમાં આ મંદિર કરિશ્મા જ કહી શકાય. આ મંદિરથી કાશ્મીરની ઘાટીનું મનોરમ દ્રશ્ય પણ જોઈ શકાય છે. કારકૂટ વંશના રાજા હર્ષવર્ધનએ જ ૨૦૦ વર્ષ સુધી સેન્ટ્રલ એશિયા સહીત અરબ દેશો પર રાજ કર્યું હતું.

૪.) બેલાઉર સૂર્ય મંદિર

આ મંદિરનું નિર્માણ રાજા સુબાએ કરાવ્યું હતું પછી બેલાઉર ગામમાં કુલ બાવન પોખરા તળાવનું નિર્માણ કરાવનારા રાજા સુબાને રાજા બાવન સૂબના નામથી બોલાવા લાગ્યા. બિહારના ભોજપુર જીલ્લામાં પશ્ચિમ અને દક્ષિણ છેડે આવેલ બેલાઉર સૂર્ય મંદિર ઘણું પ્રાચીન છે. રાજા દ્રારા બનાવેલ બાવન પોખરોમાં એક પોખરના મધ્યમાં આ સૂર્ય મંદિર સ્થિત છે. અહિયાં છ્ઠના મહાપર્વ દરમિયાન દરેક વર્ષ એક લાખથી વધારે શ્રધાળું આવે છે જેમાં ઉતર પ્રદેશ અને મધ્ય પ્રદેશના શ્રધાળું પણ હોય છે. એવું કહેવામાં આવે છે કે સાચા મનથી આ સ્થાન પર છ્ઠનું વ્રત કરવાવાળાની બધી મનોકામના પૂરી થાય છે તથા ઘણા રોગો અને ઉપાધિ માંથી પણ મુક્તિ મળે છે.

૫.) જાલરાપાટણ સૂર્ય મંદિર

જાલાવાળનું બીજું જુડવા શહેર જાલરાપાટણને સીટી ઓફ વોલ્સ એટલે કે ખીણોનું શહેર પણ કહેવાય છે. શહેરના મધ્યમાં આવેલ સૂર્ય મંદિર જાલરાપાટણનું પ્રમુખ દર્શનીય સ્થળ છે. વાસ્તુકલાની દ્રષ્ટિએ પણ મંદિર મુખ્ય છે. આનું નિર્માણ દશમી સદીમાં માલવાના પરમાર વંશીય રાજાઓએ કરાવ્યું હતું. મંદિરના ગર્ભગૃહમાં ભગવાન વિષ્ણુની મૂર્તિ બિરાજમાન છે. આને પદ્મનાભ મંદિર પણ કહેવાય છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment