જાણો જાન્યુઆરીથી લઈને ડીસેમ્બર સુધી કેવી રીતે પડ્યા મહિનાઓના નામ, રસપ્રદ છે સ્ટોરી…

20

ક્યારેય વિચાર્યું છે કે કેલેન્ડર વિના જિંદગી કેવી હોત ? ના તો દિવસોની ખબર હોત અને ના તો મહિનાઓની, એટલા માટે મહિનાઓનું આપણા જીવનમાં ખુબજ મહત્ત્વ છે. પરંતુ કેલેન્ડર સાથે જોડાયેલ સૌથી મોટું રહસ્યની લગભગ તમને ખબર નહિ હોય કે મહિનાઓના નામોનો આવિષ્કાર કેવી રીતે થયો ? કોણે કર્યો ? તો ચાલો જાણીએ કેવી રીતે બન્યા મહિનાઓના નામ જે આપણા મોઢે છે.

જાન્યુઆરીનું નામ પહેલા જેનસ હતું અને પછી જાન્યુઆરી બન્યું. હકીકતમાં જાન્યુઆરી મહિનાના રોમન દેવતા ‘જેનસ’ ના નામ પર રાખવામાં આવ્યું છે. ફેબ્રુઆરી મહિનાનું નામ લેટિનના ‘ફૈબરા’ એટલે કે ‘શુદ્ધિના દેવતા’ ના નામ પર રાખવામાં આવ્યું. તેમજ અમુક લોકોનું માનવું છે કે ફેબ્રુઆરી મહિનાનું નામ રોમની દેવી ‘ફેબ્રુએરિયા’ ના નામ પર રાખવામાં આવ્યું હતું.

માર્ચ મહિનાનું નામ રોમન દેવતા ‘માર્સ’ ના નામ પર રાખવામાં આવ્યું, તેમજ રોમનમાં વર્ષની શરૂઆત પણ માર્ચ મહિનાથી થાય છે. એપ્રિલ મહિનાનું નામ લેટિન શબ્દ ‘એપેરાયર’ પરથી બન્યું છે, જેનો અર્થ થાય છે ‘કળીઓનું ખીલવું’. રોમમાં આ મહિનામાં વસંત ઋતુની શરૂઆત પણ થાય છે જેમાં ફૂલ અને કળીઓ ખીલે છે.

મે મહિનાના નામ પાછળ કહેવામાં આવે છે કે રોમન દેવતા ‘મરકરી’ ની માતા ‘માઈયા’ ના નામ પર મે મહિનાનું નામ પડ્યું. રોમના સૌથી મોટા દેવતા ‘જીયસ’ ની પત્નીના નામ ‘જુનો’ હતું અને રોમમાં કહાની પ્રખ્યાત છે કે જૂનો પરથી જ ‘જૂન’ શબ્દને લેવામાં આવ્યો છે.

રોમન સામ્રાજ્યના શાસક ‘જુલિયસ સિજર’ ના નામ પર જ આ મહિનાનું નામ જુલાઈ રાખવામાં આવ્યું હતું. કહેવામાં આવે છે કે જુલિયસનો જન્મ અને મૃત્યુ આ જ મહિનામાં થયું હતું. ઓગસ્ટ મહિનાનું નામ ‘સૈંટ આગ્સ્ટ સિજર’ ના નામ પર રાખવામાં આવ્યું હતું.

સપ્ટેમ્બર મહિનાનું નામ લેટિન શબ્દ ‘સેપટેમ’ પરથી બન્યું છે. ઓક્ટોમ્બર મહિનાનું નામ લેટિનના ‘આક્ટો’ શબ્દ પરથી લેવામાં આવ્યું છે.

નવેમ્બર મહિનાનું નામ લેટિનના ‘નવમ’ શબ્દ પરથી લેવાયું છે. વર્ષના છેલ્લા મહિનો એટલે કે ડિસેમ્બરનું નામ લેટિનના ‘ડેસમ’ શબ્દ પરથી લેવામાં આવ્યું છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment