જાણો ક્યાં અને કેવી રીતે મળ્યું કમાન્ડો ટીમને ‘C-60’ નું નામ, નક્સલીઓ વિરુદ્ધ ગોરિલા યુદ્ધમાં છે માસ્ટર…

9

ગઢચિરોલી જીલ્લામાં બુધવારે નક્સલીઓ દ્વારા કરવામાં આવેલા આઈઇડી વિસ્ફોટમાં મહારાષ્ટ્ર પોલીસના 15 સી 60 જવાનો શહિદ થઇ ગયા. તેની ક્ષમતાનો અંદાજ એ વાત પરથી જ લગાવી શકાય છે કે નક્સલીઓ આ ફોર્સ સાથે સીધી લડાઈ કરી શકતો નથી. જ્યાં નક્સલીઓને સી 60 બળના જવાનો હોવાની ખબર પડે છે તે તે સ્થાનથી ભાગી જાય છે. જાણો શું છે આ ફોર્સની ખાસિયત અને તેને કેવી રીતે મળે છે સી 60નું નામ.

ગઢચિરોલી જીલ્લાની સ્થાપના બાદ જ આખા ક્ષેત્રમાં નક્સલીઓની ગતિવિધિઓ વધી ગઈ છે. તેના પર પ્રતિબંધ લગાવવા માટે તત્કાળ પોલીસ અધિક્ષક કેપી રઘુવંશીએ 1 ડીસેમ્બર 1990માં સી 60 ની સ્થાપના કરી.

તે સમયે સી 60 વિશેષ કમાન્ડોની ભરતી થઇ હતી. જેણે અ નામ મળ્યું. નક્સલી ગતિવિધિઓને રોકવા માટે ગઢચિરોલી જીલ્લાના બે ભાગોમાં બાટવામાં આવ્યું છે. પહેલો ઉતર વિભાગ, બીજો દક્ષીણ વિભાગ.

અ કમાન્ડોને વિશેષ ટ્રેનીંગ આપવામાં આવે છે જેના બાદ તે જીલ્લાના વિભિન્ન હિસ્સાઓમાં જઈને નક્સલ વિરોધી અભિયાન ચલાવે છે. એટલું જ નહિ તે નકસલીઓના પરિવાર, સગા સંબંધીઓ સાથે મળીને તેઓને સરકારની યોજનાઓ વિશે જણાવીને સમાજની મુખ્યધારામાં જોડવાનું કામ પણ અ જવાન કરે છે.

એટલું જ નહિ, સી 60ના જવાન ફક્ત સૈન્ય કાર્યવાહી જ નથી કરતા. આ જવાનો નક્સલીઓના વિસ્તારમાં જઈને એક પ્રશાસનિક અધિકારીની જેમ કામ કરે છે. જેનાથી સરકારની યોજનાઓનો પ્રચાર અને પ્રસાર થાય અને લોકોની સમસ્યા પ્રશાસન સુધી પહોચે.

તેઓને દિવસ રાત કોઈ પણ સમયે કાર્યવાહી કરવા માટે પ્રશિક્ષિત કરવામાં આવે છે.  વિશેષ ક્મ્ન્દોને જટિલ પરિસ્થિતિઓનો સામનો કરવા માટે વિશેષ ટ્રેનીગ આપવામાં આવે છે. તેની ટ્રેનીંગ રાજ્યની બહાર પણ થાય છે. જેમાં હૈદરાબાદ, એનએસજી કૈપ મનેસર, કાંકેર, હ્જારીબાદમાં હોય છે.

જીલ્લા સ્તર પર કામ કરતી ફક્ત એક જ કમાન્ડો ફોર્સ સી 60 ને ક્રેક કમાંડોના નામથી પણ ઓળખવામાં આવે છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment