જણો કઈ રીતે વિંગ કમાન્ડર અભિનંદન પરત ફરશે પોતાની માતૃભૂમિ પર અને કેવી રીતે થશે તેનું સ્વાગત…

14

વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન આજે પોતાના દેશ પરત ફરશે.એ વાઘા બોર્ડરના રસ્તે પાકિસ્તાનથી ભારત આવશે.સુત્રો મુજબ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને રાવલપીંડીથી વિમાનમાં લાહોર લઈને આવવામાં આવશે.એના પછી વાઘા બોર્ડર પર ભારતના ઉચ્ચાધિકારી તેને બોર્ડર પાર કરાવશે.ભારત અને આંતરરાષ્ટ્રીય જગતના દબાવથી કાલે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને પાકિસ્તાની સંસદમાં ભારતના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને છોડી દેવાની ઘોષણા કરી હતી.પાકિસ્તાની PMના કહીયા પહેલા ભારતે સાફ સબ્દોમાં કહયું હતું કે તમે અમારા પાયલોટને છોડો એના સિવાય બીજી કોઈડીલ નહિ લઈએ. વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન બુધવારે એ વખતે પાકિસ્તાની સેનાના કબજામાં અવિગયા હતા જ્યારે મીગ-21 વિમાન ઉપર પાકિસ્તાને હુમલો કરિયો હતો અને તે પેરાશુટ પહેરીને વિમાન માંથી છલાંગ લગાવી ગાય હતા.

વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન POKમાં જઈને પડિયા હતા.પાકિસ્તાની સેનાએ તેમને પકડીને તેમનો વીડિઓ જાહેર કરિઓ હતો.પકડાયા પહેલા વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનએ પાકિસ્તાનનું F-16 વિમાન તોડી પડયું હતું. વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનના સ્વાગત માટે વાઘા બોર્ડર ઉપર ઘણી ત્યારીઓ કરવામાં આવી છે. વિંગ કમાન્ડર અભિનંદનની તેના વતન પાછા ફરવાથી જનતામાં ઘણો ઉત્સાહ છે.દેશના અલગ-અલગ વિસ્તારો માથી ઘણા લોકો વિંગ કમાન્ડર અભિનંદનના સ્વાગત માટે વાઘા બોર્ડર પોહોચી ગયા છે.લોકો નું કહેવું છે કે ભલે રાત પડી જાય પણ અમે અમારા વિંગ કમાન્ડરને જોઇને અહીંથી જશું. વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનના માતા-પિતા પણ વાઘા બોર્ડર પહોચી ગયા છે.બને એ ચેન્નઈથી દિલ્હી એરપોર્ટ પહોચીયા અને ત્યાંથી અમૃતસરની ફ્લાઈટમાં બેસીને વાઘા બોર્ડર પહોચીયા હતા. ફ્લાઈટમાં બેઠેલા લોકોએ તાળીઓ પાડીને અભિનંદનના માતા પિતાનું સ્વાગત કર્યું હતું.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment