જાણો શનિની દશા કે મહાદશાને દુર કરવા માટે ક્યાં પ્રકારનો રુદ્રાક્ષ પહેરવો જોઈએ ?

46

રુદ્ર એટલે શંકર અને અક્ષ એટલે આંસુ. આમ રુદ્રાક્ષ એટલે શંકરના આંસુ. એમ માનવામાં આવે છે કે રુદ્રાક્ષની ઉત્પતિ ભગવાન શિવના આંસુમાંથી થઇ છે. આ રુદ્રાક્ષનો પ્રાચીન કાળથી જ એક આભુષણ તરીકે, મંત્રજાપ માટે, તથા ગ્રહો ને નિયંત્રિત કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. રુદ્રાક્ષના પ્રયોગથી તમે શિવના આશીર્વાદથી શનિની પીડા, દશા કે મહાદશાને દુર કરી શકો છો, અને શનિની મહાકૃપા મેળવી શકો છો. પરંતુ આ માટે તમારે રુદ્રાક્ષ ધારણ કરવાના નિયમોનું પાલન કરવું જોઈએ.

(1) રુદ્રાક્ષ ધારણ કરવાના નિયમો ક્યાછે ?

૧.) રુદ્રાક્ષને હાથના કાંડા પર, ડોકમાં હૃદયના ભાગ સુધી છાતી પરધારણ કરી શકાય છે. તેને કંઠ પ્રદેશ સુધી એટલે કે ડોકમાં ધારણ કરવો સર્વમાં ઉત્તમ ગણાય છે.

૨.) રુદ્રાક્ષને હાથના કાંડમાં 12, ડોકમાં 36, અને હૃદય પર 108 રુદ્રાક્ષને પહેરવા જોઈએ.

3.) જો ફક્ત 1 રુદ્રાક્ષને પહેરવો હોય તો તેને લાલ દોરમાં જ, હૃદય સુધી પહોંચે અને છાતીના તે ભાગને સ્પર્શતો રહે તેમ પહેરવો જોઈએ.

૪.) ચોમાસામાં કોઇપણ સોમવારે અને મહાશિવરાત્રીના દિવસે રુદ્રાક્ષ પહેરવો સર્વોત્તમ માનવામાં આવે છે.

૫.) રુદ્રાક્ષને પહેરતા પહેલા તેને શિવજીને સમર્પિત કરવો જોઈએ. તથા તે રુદ્રાક્ષની માળાને કે એક રુદ્રાક્ષને પણ મંત્ર જાપથી શુદ્ધ કરવા જોઈએ.

૬.) જે લોકો પોતાના શરીર પર રુદ્રાક્ષ ધારણ કરતા હોય તેમણે શુદ્ધ અને સાત્વિક રહેવું જોઈએ. અને આચરણ પણ સુધ્ધ રાખવું જોઈએ. અન્યથા રુદ્રાક્ષ તેનું ફળ કે લાભ યોગ્ય રીતે આપશે નહિ.

(2) શનિની પીડા, દશા કે મહાદશાને દુર કરવા માટે ક્યાં પ્રકારનો રુદ્રાક્ષ પહેરવો જોઈએ ?

(A) જો રોજગારની સમસ્યા હોય તો

૧.) જો રોજગારની સમસ્યા હોય તો દસમુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ.

૨.) શનિવારના દિવસે લાલ દોરમાં ગાળામાં ફેરવો જોઈએ.

૩.) એક સાથે ત્રણ દશમુખી રુદ્રાક્ષ પહેરવાથી વિશેષ અને ખુબજ લાભદાયક રહે છે.

(B) શરીર સ્વાસ્થ્ય કે આયુષની સમસ્યા માટે

૧.) ઉપરની સમસ્યા માટે શનિવારના દિવસે ડોકમાં આઠ મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ.

૨.) યા તો આઠમુખી રુદ્રાક્ષ ધારણ કરવો, અથવા આઠમુખી રુદ્રાક્ષ ન હોય તો એક સાથે ચોપન રુદ્રાક્ષને પહેરવા જોઈએ.

(C) જન્મ કુંડળીમાં રહેલ શનિના કોઈ અશુભ યોગને દુર કરવા માટે

૧.) એકમુખી અને અગ્યારમુખી રુદ્રાક્ષ એક સાથે ધારણ કરવા જોઈએ.

૨.) એક મુખીનો એક રુદ્રાક્ષ અને અગ્યાર મુખીના બે રુદ્રાક્ષ એક સાથે રાખી પહેરવા જોઈએ.

૩.) આ ત્રણેય રુદ્રાક્ષને લાલ દોરામા પહેરવા જોઈએ.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ  & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment