જાણો શું હોય છે “કીટો ડાઈટ” ? શું કામ સેલીબ્રીટી પણ આના દીવાના છે ?

29

“કીટો ડાઈટને” કાર્બોહાઈડ્રેટ ડાઈટના નામે પણ ઓળખવામાં આવે છે . આ ડાઈટની મદદથી શરીર ઉર્જાના ઉત્પાદન માટે લીવરમાં કીટોન ઉત્પન્ન કરે છે. આ ડાઈટ પ્લાનને કીટોજેનિક ડાઈટ, લો કાર્બો ડાઈટ, ફેટ ડાઈટ જેવા નામોથી પણ ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે જયારે તમે વધારે કાર્બોહાઈડ્રેટવાળું ખાવાનું ખાવ છો. તો તમારું શરીર ગ્લુકોઝ અને ઇન્સ્યુલીનનું ઉત્પાદન કરે છે અને કેમ કે તમારું શરીર ગ્લુકોઝને પ્રાથમિક ઉર્જાના સ્વરૂપમાં ઉપયોગ કરે છે તો એટલા માટે જમવામાં રહેલ ફેટ તમારું શરીર સંગ્રહ કરી લે છે.

તેમજ બીજી બાજુ કીટો ડાઈટમાં કાર્બોહાઈડ્રેટનું સેવન ઓછું કરીને ફેતમાંથી ઉર્જાનું ઉત્પાદન કરવામાં આવે છે. આ પ્રક્રિયાને કીટોસીસ કહેવામાં આવે છે. “કીટો ડાઈટમાં” ફેટનું સેવન વધારે પ્રોટીનનું મીડીયમ અને કાર્બોહાઈડ્રેટનું ઓછું સેવન કરવામાં આવે છે. આ ડાઈટમાં લગભગ ૭૦ ટકા ફેટ, ૨૫ ટકા પ્રોટીન અને ૫ ટકા કાર્બોહાઈડ્રેટ હોવું જોઈએ.

શું ખાઈ શકો છો કીટો ડાઈટમાં ?

તમે જો માંસાહારી છો તો “કીટો ડાઈટમાં” માછલી, મટન, ચીકન અને ઈંડાનું સેવન કરી શકો છો. તેમજ શાકાહારી લોકોને પાંદડાવાળા જેવું પાલક અને મેથીનું સેવન કરવું જોઈએ. તેમજ બ્રોકોલી, ફુલાવરને પણ પોતાની ડાઈટ ચાર્ટમાં જરૂર સમાવેશ કરવો જોઈએ. આના સિવાય ફેટ માટે પનીર, ઉચ્ચ ફેટવળી ક્રીમ અને માખણનો ઉપયોગ કરવો જોઈએ. તેમજ અખરોટ, સુર્યમુખીના બીજ, નારિયેળનું તેલ, ઉચ્ચ ફેટવાળા સલાડનો ઉપયોગ તમારા માટે ફાયદાકારક છે.

કીટો ડાઈટમાં ધઉં, મકાઇ, ચોખા અનાજ વગેરેને ન ખાવાની સલાહ આપવામાં આવે છે. તેમજ ખાંડનો ઉપયોગ પણ ખુબજ ઓછી માત્રામાં કરવું જોઈએ. ફળોમાં સફરજન, કેળાં અને નારંગીનું સેવન ન કરવું જોઈએ. તેમજ બટેટાનો ઉપયોગ ન કરવા માટે પણ કહેવામાં આવે છે.

કીટોજેનિક ડાઈટના આ છે ફાયદા :

કીટોજેનિક ડાઈટ મુખ્ય રૂપથી વજન ઘટાડવામાં સૌથી વધારે અસરકારક સાબિત થાય છે. આમાં તમારા શરીર ઉર્જાના સ્ત્રોતના સ્વરૂપમાં ફેટનો ઉપયોગ કરે છે. આ કારણે તમારા શરીરનો વજન ઘટાડે છે. સોનાક્ષી સિન્હા અને અર્જુન કપૂર જેવા સેલીબ્રીટીએ વજન ઘટાડવા માટે કીટો ડાઈટનો સહારો લીધો છે.

ડાયાબીટીસમાં છે ફાયદાકારક :

કીટો ડાઈટમાં સુગરનું પ્રમાણ ઓછું થવાના કારણે ડાયાબીટીસમાં લાભકારી છે અને તમારા શરીરના સુગર લેવલને નિયંત્રિત કરીને રાખે છે. શોધ કહે છે કે ઓછા કેલેરી આહારની તુલનામાં ડાયાબીટીસને નિયંત્રિત કરવા માટે કીટોજેનિક આહાર વધારે પ્રભાવિત રીત છે.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ  & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment