જાપાનની કંપનીના પેકેજને છોડીને પસંદ કરી હતી ભારતીય સેના, 90 દિવસમાં માત્ર 90 કલાક કરી ઊંઘ

23

આ વ્યક્તિ ભીલવાડાના રાયલા ગામના રહેનારા પરીક્ષિત આચાર્ય છે. એમણે ઇલેક્ટ્રિક્સ એન્ડ કોમ્યુનિકેશનમાં ઈન્જીનીયરીંગ કરી છે. એમને વર્ષ ૨૦૧૧માં બે નોકરીઓ એક સાથે મળી છે. એક જાપાનમાં અને બીજી ઇન્ડિયન આર્મીમાં. તમને જણાવી દઈએ કે પરીક્ષિતને ૯.૫૦ લાખના જાપાનની કંપનીનું પેકેજ છોડી આર્મીમાં લેફ્ટનન્ટ જોઈન કર્યું છે.

વર્ષ ૨૦૧૩માં તેઓ કેપ્ટન અને ૨૦૧૪માં મેજર બન્યા. થોડા સમય પછી એમણે ઘાતક કમાન્ડોનો કોર્સ પણ કરી લીધો. એના પછી એમણે પૈરા કમાન્ડો ફોર્સની ટ્રેનિંગ કરી. એક રીસર્ચ પ્રમાણે, પૈરા કમાન્ડો ફોર્સની ટ્રેનિંગ કરનારમાં માત્ર ૧૦ ટકા જ સિલેક્ટ થાય છે. પરીક્ષિતના બેચમાં પણ ૫ ઓફિસર અને ૧૩ જવાન હતા પરંતુ ફોર્સમાં એકલા પરીક્ષિત જ સિલેક્ટ થયા છે.

આર્મી એયર ડીફેન્સમાં આ ટ્રેનિંગને દેશની સૌથી મુશ્કેલ ટ્રેનિંગ માનવામાં આવે છે. પરીક્ષિત જિલ્લાના પહેલા અને એક જ પૈરા કમાન્ડો છે. પરીક્ષિત જણાવે છે કે એમને આર્મીમાં જવાની પ્રેરણા એમના મોટા ભાઈ નવલેશ અને આચર્ય રાઘવ પાસેથી મળી. નવલેશ પણ આર્મીમાં જૂનિયર કમિશન ઓફિસર છે. એમના પિતા જગદીશચંદ્ર શર્મા એડવોકેટ અને એમના મમ્મી સુમિત્રા એક હાઉસવાઈફ છે.

પરીક્ષિત કહેવા અનુસાર પૈરા કમાન્ડો ફોર્સની ટ્રેનિંગ 90 દિવસની હોય છે. એમાં તેઓ માત્ર 90 કલાક જ સુઈ શકે છે. આ દેશની સૌથી મુશ્કેલ ટ્રેનિંગ છે. આમાં ટ્રેનિંગ લેનારની ઉંચાઈ, પાણી અને પ્રાણીઓનું ડર કાઢવામાં આવે છે. એમને જણાવ્યું કે તેઓ પોતાની ટ્રેનિંગ દરમ્યાન ૧૩૫૦ કિલોમીટર દોડી ચુક્યા છે. તેમજ એક દિવસમાં ૧૬થી ૧૮ કલાક સુધી એકસરસાઈજ કરાવામાં આવે છે. જવાનોને ૨૨.૫૦ કિલોના બેગ પેક અને ૩.૫૦ કિલોની બંદુકને લઈને ૪૦ કિલોમીટર ભાગવાનું હોય છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment