જે ઘરમાં રોજ લક્ષ્મી પૂજન થતુ હોય ત્યાં રહે છે હંમેશા લક્ષ્મીજીની બરકત અને સાથે કુંડળી દોષ પણ દૂર થાય છે

22

લોકો હંમેશા દિવાળી પહેલા આવતા ધનતેરસના દિવસે લક્ષમીજીનું પૂજન કરે છે. વર્ષમાં એક જ દિવસ લક્ષ્મી પૂજન શા માટે ? 365/366 દિવસ શા માટે લક્ષમી પૂજન નહિ ? એવી માન્યતા છે કે જો ઘરમાં લક્ષ્મીજીનું પૂજન થતું હોય તો લક્ષ્મીજીની કૃપાથી ઘરમાં બરકત રહે છે. જેના ઘરમાં લક્ષ્મીજીની ચાંદીની કે પિત્તળની મૂર્તિ હોય તેઓએ દરરોજ તેનું વિધિસર પૂજન કરવું જોઈએ. આની પાછળ ફક્ત ધાર્મિક કારણ કે મહત્વ નથી પણ પુરૂ મનોવૈજ્ઞાનિક કારણ પણ રહેલું છે. જે તમને ધન કમાવવાની અને તેનો સદુપયોગ કરવા માટે પ્રેરિત કરે છે. લક્ષ્મીજીની સાથે પૂજનમાં શ્રી ગણેશજી હોવા ખાસ જરૂરી છે. કારણ કે લક્ષ્મીજી ધનના દેવી છે અને ગણેશજી બુદ્ધિના દેવ છે. જો ઘરમાં લક્ષ્મીજીની કૃપાથી ધનની બરકત રહે તો તે ઘરની વ્યક્તિઓમાં સદબુદ્ધિ પણ હોવી ખાસ જરૂરી છે. આ સદ્દબુદ્ધિ ગણેશજીની કૃપાથી પ્રાપ્ત થાય છે. જેથી તેઓ ધનનો સદુપયોગ કરી શકે.

૧.) શાસ્ત્રોમાં લક્ષ્મી પૂજનને લઈને અમુક બાબતો :

નિયમોને સ્પષ્ટ કરવામાં આવ્યા છે. જો આ નિયમોનું પાલન કરીને દરરોજ લક્ષ્મીજીનું પૂજન કરવામાં આવે તો ઘરમાં લક્ષ્મીજીનો અને તેની કૃપાથી ધનનો ભંડાર કાયમી નિવાસ કરે છે. શુક્રવારને લક્ષ્મી માતાનો દિવસ માનવામાં આવે છે. જેથી ઘરમાં જો શ્રી લક્ષ્મીજીની સ્થાપના કરવી હોય તો શુક્રવારના દિવસે કરવી જોઈએ. ઘરમાં લક્ષ્મીજીની દરરોજ પૂજા થવાથી શુક્રનો ગ્રહ શુભ ફળ આપે છે. તેની સાથે જોડાયેલ કુંડળીનો દોષ પણ દૂર થઇ જાય છે.

૨.) લક્ષ્મીજીની પૂજા સાથે સંકળાયેલ કેટલીક ખાસ વાતો :

૧.) મા લક્ષ્મીજીની સ્થાપના કરેલ હોય તેની આસપાસની જગ્યા પણ સાફ અને સ્વચ્છ હોવી જોઈએ. માતાજીના સ્થાન પર અને તેની આજુ બાજુમા ધૂળ કે કરોળીયાના ઝાળા ન હોવા જોઈએ. ધૂળ અને કરોળીયાના ઝાળા ઘરમાં નેગેટીવ ઊર્જા ફેલાવે છે. મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો ધૂળ અને કરોળીયાના ઝાળાને આળસનું પ્રતિક માનવામાં આવે છે. જો આળસ હોય તો લક્ષ્મીજીનું આગમન થયું નથી અને જો હોય તો ઘરમાંથી તેઓ જતા રહે છે.

૨.) મંદિર હોય કે ઘર લક્ષ્મીજીની પૂજા સાથે ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરી તેની પૂજા પણ અવશ્ય થવી જોઈએ. લક્ષ્મીજી ધનના દેવી છે તો ગણેશજી બુદ્ધિનું પ્રતિક છે. બુદ્ધિ વગર ધન પ્રાપ્ત કરી શકાય છે, પણ તેનો સદુપયોગ કરી શકાતો નથી.

૩.) દરરોજ માં લક્ષ્મીજી અને વિઘ્નહર્તા બુદ્ધિના દેવ શ્રી ગણેશજીને સ્વચ્છ જળથી સ્નાન કરાવી, સ્વચ્છ કરી પછી કુમકુમ, અક્ષત વગેરેથી પૂજન કરી બંનેને લાલ ગુલાબનું ફૂલ ચઢાવવું. ગુલાબનું ફૂલ પવિત્રતાનું પ્રતિક છે. જે બતાવે છે કે માં લક્ષ્મીજીના અને બુદ્ધિ ચાતુર્યના દેવ ગણપતિના આગમનનું સ્ત્રોત પવિત્ર છે.

૪.) લક્ષ્મીજીને હંમેશા ભોગ ધરવામાં ખીર અથવા મીઠું દૂધ ધરવું. તે સંપન્નતા અને શક્તિનું પ્રતિક છે. કાર્ય કુશળતામાં સંપન્ન અને શક્તિથી પરિપૂર્ણ વ્યક્તિ જ લક્ષ્મીજીની પ્રાપ્તિ કરી શકે છે.

૫.) દરરોજ માં લક્ષ્મીજી અને બુદ્ધિના દેવ શ્રી ગણેશજીને સ્વચ્છ જળથી સ્નાન કરાવી, સ્વચ્છ કરી પછી કુમકુમ, અક્ષત વગેરેથી પૂજન કરી, લક્ષ્મીજીની સામે શ્રી સૂક્તના અથવા લક્ષ્મી સુક્તના પાઠનું વાંચન કરવું. આપાઠ નિયમનું પ્રતિક છે, આ પાઠ તમને સમજાવે છે કે જો લક્ષ્મીજીની પ્રાપ્તિ કરવી હોય તો તમારે કેટલાક નિયમોનું પાલન કરવું પડશે. નિયમોને ફોલો કરવા પડશે. અને તો જ લક્ષ્મીજી તમારા ઘરમાં ટકી રહે છે.

લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે આ પણ કરો :

૧.) નાની નાની કન્યાઓને ભેટ આપો. નાની બાળાઓ નિર્દોષતા અને શાંત સ્વભાવનું પ્રતિક છે.

૨.) સુહાગણોનું પૂરૂ સન્માન કરો. સુહાગણએ શક્તિનું પ્રતિક છે. આમ નિર્દોષતા અને શક્તિ બંને બંને સાથે જ હોવા જોઈએ.

૩.) દરરોજ ગાયને રોટી ખવડાવો. કારણ કે ગાયને પુરાતન કાળથી ધન મેળવવાનું સાધન માનવામાં આવી છે. મતલબ કે તમારા મનમાં ધન મેળવવાના સંસાધનો પ્રત્યે સન્માન હોવું જોઈએ. અને તો જ લક્ષ્મીજી પ્રસન્ન થાય છે.

૪.) દરરોજ સવાર સાંજ બંને સમયે ઘરમાં ધૂપ દીપ કરવો.

૫.) દરરોજ સવારે તુલસીને જલ ચડાવવું, અને સાંજે દીવો કરવો.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ & કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment