જેની અંદર પણ હોય છે આ 7 ખરાબ આદતો, એમના ઘરે નથી રહેતી માતા લક્ષ્મી

42

ધનની લાલચ દરેક માણસને હોય છે કેમકે ધન હોવાથી એનું જીવન આરામથી નીકળે છે અને સારી ભૌતિક સુખ સુવિધાઓનો આનંદ ઉઠાવે છે. એના માટે વ્યક્તિ એક બાજુ પૈસા કમાવવા માટે કઠિન મહેનત કરે છે તો બીજી બાજુ પૂજા પાઠ કરીને માતા લક્ષ્મીને પ્રસન્ન કરે છે. માતા લક્ષ્મીની વિધિ વિધાનથી ઉપાસના કરવાથી એમનો આશિર્વાદ તો મળે જ છે પરંતુ આપણે દરરોજ અમુક દૈનિક અનૈતિક કર્યો કરવા લાગીએ છીએ તો માતા લક્ષ્મી આપણા પર પોતાનો આશિર્વાદ આપતી નથી.

જરૂરિયાત કરતાં વધારે સુવું

જે વ્યક્તિ હંમેશા સૂર્યોદય થયા પછી ઉઠે છે અને સુર્યાસ્ત સમયે સુવે છે એનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થતી નથી. આ આદતથી ઘર પર હંમેશા મુશ્કેલીઓ અને પૈસાની અછત રહે છે.

દીવડો ન પ્રગટાવવો

જે વ્યક્તિ સવારે અને સાંજના સમયે ઘર પર દીવડો પ્રગટાવતો નથી એના ઘર પર માતા લક્ષ્મી વધારે સમય રહેતી નથી.

ગુસ્સો અને અપશબ્દ બોલવા

વાત વાતમાં ગુસ્સો કરવો અને બીજા લોકોને અપશબ્દ કહેવાથી પણ માતા લક્ષ્મી નારાજ થઇ જાય છે. આ આદતોથી વ્યક્તિને હંમેશા ધનનો અભાવ રહે છે.

સંતો, ગરીબો અને શાસ્ત્રોનો અનાદર કરવો

જે ઘરમાં સંતો, ગરીબ વ્યક્તિ અને શાસ્ત્રોનો હંમેશા અનાદર થતો હોય છે ત્યાં લક્ષ્મીનો નિવાસ હોતો નથી. એવા વ્યક્તિથી માતા લક્ષ્મી દુર ચાલી જાય છે.

ગંદી રહેણી કહેણી

માતા લક્ષ્મી એ જ ઘરને પોતાનું નિવાસ સ્થાન બનાવે છે જે ઘરમાં સ્વચ્છતા રહે છે. જે વ્યક્તિ હંમેશા ગંદા અને ફાટેલા કપડા પહેરે છે અને ઘરની સાફ સફાઈ નથી કરતો એ વ્યક્તિના ઘરને માતા લક્ષ્મી પસંદ કરતી નથી.

બ્રહ્મ મુહૂર્ત અને સાંજના સમયે ભોગ વિલાસ કરવો

જે વ્યક્તિ સવારે અને સાંજે ભોગ વિલાસમાં વ્યસ્ત રહે છે એને નર્કની પ્રાપ્તિ થાય છે અને લક્ષ્મીજી એનો સાથ છોડીને ચાલી જાય છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment