જેટ એરવેઝના 410 પાયલોટ આપી ચુક્યા છે રાજીનામું, ઘણા બીજા નોકરી છોડવાની તૈયારીમાં…

9

જેટ એરવેઝ શું ફરીથી ઉડાન ભરી શકશે એના પર પ્રશ્નાર્થ ચિહ્ન છે. ગયા સાત મહિના દરમ્યાન ૪૧૦ કો પાયલોટો અને કેપ્ટન નોકરી છોડ્યા પછી જેટ એરવેઝ પાસે હવે ૧૫૨૭ પાયલોટ વધ્યા છે. એરલાઈનના પાયલોટ સંધ, નેશનલ એવીએટર્સ ગિલ્ડના સભ્યોને જણાવ્યું છે કે અમુક વિમાનોને, જ્યાં વિમાન સંચાલન દળની સાથે અન્ય લોકો દ્વારા લેવામાં આવે છે, ભાડે પર આપવની યોજના પર કામ કરવામાં આવી રહ્યું છે. સ્પાઈસજેટ, એરઇન્ડિયા અને એઆઈ એક્સપ્રેસ જેટ એરવેઝના જમીન પર ઉભેલા બોઈગ ૭૩૭ અને બી૭૭૭ને લેવાની યોજના બનાવી રહ્યા છે.

જેટ પ્રબંધન સાથે એક બેઠક પછી એનએજીએ [પોતાના સભ્યોને મોકલેલા એક સંચારમાં કહ્યું કે ગયા વર્ષે સપ્ટેમ્બરથી લઈને ૩૧ માર્ચ ૨૦૧૯ સુધી ૪૧૦ પાયલોટ રાજીનામું આપી ચુક્યા છે. હવે એરલાઈન્સ સાથે અધિકારીક રૂપથી લગભગ ૧૫૨૭ પાયલોટ છે. એમાં કહેવામાં આવ્યું છે કે, “વિમાનને લીઝ પર આપવાની યોજનાઓ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. એને ચલાવાના રીત પર વિચાર થયા પછી અને પરફેક્ટ યોજના બન્યા પછી એના વિશે વધુ જણાવામાં આવશે.”

જેટ એરવેઝએ ગયા બુધવારે અસ્થિર રીતે પોતાના વિમાનોનું સંચાલન બંધ કરી દીધું. કર્જ આપનાર સ્ટેટ બેંકના નેતૃત્વવાળા બેંકોના સમૂહ જમીન પર ઉભેલ એરલાઈનનો ખરીદાર પસંદ કરવા માટે એક પ્રક્રિયાનું અનુસરણ કરી રહી છે. એના પરિણામ વિશે ૧૫ મેં સુધીમાં ખબર પડી જશે. જો કોઈ ખરીદાર નહિ મળે તો એરલાઈન્સ કંપનીનું દીવાલીયું જાહેર કરી શકાય છે.

જેટ એરલાઈન્સના ઘણા પાયલોટ અને પેશેવર નોકરીની શોધ કરી રહ્યા છે. એરલાઈન્સના પાયલોટોની સંખ્યામાં હજી ઘટાડો થઇ શકે છે કેમકે એમાંથી ઘણા પાયલોટ અન્ય ભારતીય એરલાઈન્સ અને આંતરરાષ્ટ્રીય એરલાઈન્સમાં ઇન્ટરવ્યૂ આપી ચુક્યા છે અને પોતાની નવી નોકરીના કોન્ટ્રેક્ટ લેટરની રાહ જોઈ રહ્યા છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment