જેટ એયરવેઝમાં કટોકટી 30થી 50 ટકા ઓછી સેલેરી પર સ્પાઈજેટ જોઈન કરી રહ્યા છે પાયલોટ ઇન્જિનીયર…

6

જેટ એયરવેઝની આર્થિક મુશ્કેલી એના કર્મચારીઓ માટે ઘણી મુશ્કેલીઓ લઈને આવ્યું છે. એના કર્મચારીઓ ઓછા પગાર પર જ સ્પાઈસજેટને જોઈન કરવા મજબૂર છે. જેટના પાયલોટો અને ઇન્જિનીયરોના ૩૦થી ૫૦ ટકા ઓછા પગાર સ્પાઈસજેટને જોઈન કરવાનું શરૂ કરી દીધો છે. સ્પાઈસજેટ હમણાંના દિવસો પાયલોટો અને ઇન્જિનીયરોની ભરતી કરી રહી છે અને એ જેટ એયરવેઝના કર્મચારીઓનો ૩૦થી ૫૦ ટકા ઓછા પગાર પર કંપની લઇ રહી છે. તમને જણાવી દઈએ કે કર્જ અને નુકશાનીના કારણે જેટ એયરવેઝ પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહ્યું છે. એયરલાઈનના લગભગ ૯૦ ટકા ફલાઈટો કેન્સલ કરી દીધી છે.

પાયલોટોને ૨૫થી ૩૦ ટકા, ઇન્જિનીયરોને ૫૦ ટકા ઓછો પગાર.

ઉદ્યોગ સૂત્રોએ કહ્યું કે જેટના પાયલોટોને કહેવામાં આવ્યું છે કે એ ૨૫થી ૩૦ ટકા ઓછી સેલેરી પર જોઈન કરી શકે છે. તેમજ ઇન્જિનીયરોએ કહેવામાં આવ્યું છે કે એ ૫૦ ટકા ઓછી સેલેરી પર કંપનીમાં શામેલ થઇ શકે છે.

ઉદ્યોગના એક વરિષ્ઠ સૂત્રએ કહ્યું, ‘જેટ કંપનીના બંધ થવાની શંકાના કારણથી રેગ્યુલર લોકો સેલેરી ઓછી લેવા રાજી થઇ રહ્યા છે. પરંતુ જેટ એયરવેઝમાં રેગ્યુલર સેલેરી પણ ઉદ્યોગમાં ઉપલબ્ધ સેલેરીથી હંમેશા સારું રહ્યું છે.’

જેટ એયરવેઝની સ્થિતિ સુધરવાની આશા.

જેટ એયરવેઝના કર્મચારીઓ હજી પોતાની કંપનીના આર્થિક સ્થિતિ સુધરવાની આશા છે. એક  સીનીયર એયરક્રાફ્ટ મેન્ટેનન્સ ઇન્જિનીયરએ કહ્યું કે એની પાસે દોઢ લાખથી બે લાખ રૂપિયા દર મહીને સેલેરી પેકેજનો પ્રસ્તાવ છે, જેમકે હાલમાં જેટ એયરવેઝમાં એનો સીટીસી ચાર લાખ રૂપિયા પ્રતિ મહિના છે. એણે કહ્યું કે આ બહુ ઓછી સેલેરી છે અને અમે આશા કરી રહ્યા છીએ કે જેટ એયરવેઝને કોઈ નિવેશક મળશે અને અમારું વેતન સુરક્ષિત રહેશે.

સ્પાઈસજેટના એક કાર્યકર્તા અધિકારીએ કહ્યું કે એયરલાઈન એ જ પગાર આપી રહી છે, જે અહિયાં પ્રભાવી છે.

જેટ એયરવેઝ કટોકટી, મુશ્કેલીમાં કર્મચારીઓ.

જેટ એયરવેઝ સાથે જોડાયેલા એક સીનીયર કમાંડરએ કહ્યું કે જે પાયલોટ ૪થી ૫ વર્ષના અનુભવવાળા છે, એ બીજા એરલાઈનમાં જઈ રહ્યા છે, કેમકે જેટમાં એ સેલેરી લેટ થવાના કારણે મુશ્કેલીમાં છે. એમણે કહ્યું, ‘એ હોમલોન  લઇ ચુક્યા છે અને બીજા અન્ય ખર્ચાઓ પણ છે. એવામાં એમણે આની ચુકવણી માટે સમય પર સેલેરી જોઈએ. હજુ સુધી મોટાભાગે સીનીયર પાયલોટ જેટ એયરવેઝ સાથે જોડાયેલા છે. એ સ્પાઈસજેટ, ઇન્ડિગો અથવા એર ઇન્ડિયામાં જઈ રહ્યા નથી, કેમકે એમને લાગે છે કે કંપની બદલવાથી એમની વરિષ્ઠતા સૂચી અને સેલેરી પ્રભાવિત થઇ શકે છે. એ ૩થી ૫ વર્ષનું બોન્ડ ભરવા ઈચ્છતા નથી.

સીનીયર પાયલોટોએ કહ્યું કે ઘણા બધા કો પાયલોટ જેને પુરતો અનુભવ નથી, એ સામાન્ય રીતે ૨.૯ લાખ રૂપિયા દર મહિનાનું વેતન જેટ એયરવેઝમાંથી મેળવતા હતા. એ હવે બીજી એરલાઈન્સમાં બે લાખ રૂપિયાથી પણ ઓછામાં જોઈન કરવા તૈયાર છે.

જેટ એયરવેઝ સિવાય દેશમાં સ્પાઈસજેટ અને એર ઇન્ડિયા એક્સપ્રેસ જ બોઇંગનું સંચાલન કરે છે, જે કંપનીઓ બોઇંગ સંચાલન ન કરીને એરબસનું સંચાલન કરે છે, એ આ પાયલોટો અને ઇન્જિનીયરોને લેવાથી અચકી રહી છે, કેમકે એમને ટ્રેનિંગ આપવામાં ત્રણથી છ મહિનાનો સમય લાગે છે. તેઓ એ દરમ્યાનની સેલેરી ને ફળદાયી માનતી નથી.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment