જીમ કે યોગાસનથી નહિ પણ આવી રીતે ચાલવાથી પણ તમે રહી શકો છો તંદુરસ્ત

42

સામાન્ય રીતે લોકોમાં એવી ચોક્કસ દ્રઢ માન્યતા છે કે જીમમાં એકસરસાઈઝ કરવાથી કે યોગના અમુક આસનો યોગાસનો કરવાથી શરીર સુદ્રઢ અને તંદુરસ્ત રહે છે. જો કે આ માન્યતા ખોટી પણ નથી. કારણ કે આ બંને કે કોઇપણ એક કરવાથી પણ ચોક્કસ શરીર તંદુરસ્ત અને મજબુત બને છે. પણ વાત છે આવી કસરતો કે યોગ કર્યા વગર પણ તમે તમારા શરીરને સુદ્રઢ અને તંદુરસ્ત રાખી શકો છો. તે શક્ય છે. પણ કેવી રીતે? તો ચાલો તમને સમજાવીએ કે આ કેવી રીતે શક્ય છે.

ધીરે ધીરે કાચબા છાપ બગીચામાં ટહેલતા હોઈએ તેમ ચાલવાને “વોકિંગ” કર્યું ન કહેવાય, (હા, મોટી ઉંમરના વ્યક્તિઓ માટે તે બીજી રીતે લાભદાયક જરૂર છે.) પણ આવી રીતે ચાલવાની સરખામણીએ સરેરાશ ગતિએ ચાલવાથી દરેક પ્રકારના મૃત્યુદરમાં21 % નું પ્રમાણ ઓછું જોવામાં આવ્યુ છે. અને તેની સામે ખુબજ ઝડપથી ચાલવાથી દરેક પ્રકારના મૃત્યુદરમાં 24 %નું પ્રમાણ ઓછું જોવામાં આવ્યુ છે.

જો તમે જીમમાં જઈને એકસરસાઈઝ કર્યા વગર કે યોગ કે યોગાસન કર્યા વગર પણ તંદુરસ્ત અને ફિટનેસ રહેવા માંગતા હો તો ઝડપથી ચાલવાનું અત્યારથી જ શરુ કરી દયો. ઝડપથી ચાલવાથી તમે ફક્ત તંદુરસ્ત જ રહો છો તેવું નથી પણ સાથે સાથે હૃદયને લગતી બીમારીઓનું જોખમ પણ ઘણું જ ઓછું થઇ જાય છે. એક અભ્યાસ મુજબ સરેરાશ સામાન્ય ગતિથી ચાલનાર વ્યક્તિને દિલને લગતી બીમારીઓના મૃત્યુ દરમાં લગભગ 21 % જેટલું પ્રમાણ ઘટી જાય છે.જ્યારે તેની સામે ખુબજ ઝડપથી ચાલનાર વ્યક્તિઓમાં મૃત્યુ દરનું પ્રમાણ 24 % જેટલું ઓછું આવવાનું જોવામાં આવ્યુ હતું

સિડની વિશ્વ વિદ્યાલયના ચાર્લ્સ પર્કિન્સ સેન્ટર અને સ્કુલ ઓફ પબ્લિક હેલ્થના પ્રોફેસર એમાનુ એલસ્ટામાટેકિસ કહે છે કે, “આ અભ્યાસમાં આના પરિણામથી સેક્સ કે બોડી માસ ઇન્ડેક્સ પર કોઇપણ પ્રકારનો પ્રભાવ જોવામાં આવ્યો નહોતો.” આમ સરેરાશ સામાન્ય ગતિથી કે ઝડપથી ચાલવાથી ખાસ કરીને દરેક પ્રકારના મૃત્યુ દરના પ્રમાણને કે ભયને તે ચોક્કસ ઓછો કરે છે. જો કે તેની સામે એવું કંઈ પણ દયાન પર જોવામાં નહોતું આવ્યું કે, ઝડપથી ચાલવાથી કેન્સરના મૃત્યુ દર પર પણ કોઈ અસર પડે છે.

પ્રોફેસર એમાનુ એલસ્ટામાટેકિસના કહેવા મુજબ, “ઝડપથી ચાલવું એટલે ખાસ કરીને એક કલાકમાં સરેરાશ પાંચ થી સાત કિલોમીટર જેટલું ચોક્કસ ચાલવું, પણ વાસ્તવમાં તે દરેક ચાલનાર વ્યક્તિની શારીરિક ક્ષમતા કે ફિટનેસ, શરીરનું વજન, ઉંમર વગેરે પર પણ આધાર રાખે છે.”

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ  & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment