જીઓ આપશે તેના ગ્રાહકોને ફ્રીમાં 1 વર્ષ સુધી આ નવી ઓફર, શું છે આ નવી ઓફર અને આજેજ મેળવીલો તેનો ફાયદો…

11

રિલાયંસ જીયો દર થોડા મહીને તેમના ગ્રાહકોને સરપ્રાઈઝ આપતું રહે છે. જેમ કે, તમે દરેક લોકો જાણો જ છો કે જીયો સેલિબ્રેશન ઓફર હેઠળ તેના ગ્રાહકોને કેટલીય વાર 8 – 10 જીબી ડેટા ફ્રીમાં આપે છે. આ વખતે રિલાયન્સ જિયોએ એક વાર ફરીથી તેના ગ્રાહકોને સરપ્રાઈઝ ગીફ્ટ આપી છે. અને તેનો લાભ ગ્રાહકોને એક વર્ષ સુધી મળશે. તો ચાલો આજે અમે તમને જણાવીએ કે રિલાયંસ જીયો તેમના ગ્રાહકોને કઈ રીતે સરપ્રાઈઝ ગીફ્ટ આપી છે.

તમને યાદ હશે કે રિલાયંસ જીયોએ શરૂઆતના તબક્કામાં પ્રાઈમ મેમ્બરશીપની જાહેરાત કરી હતી. પ્રાઈમ મેમ્બરશીપ એટલે કે મુખ્ય સભ્યપદ હેઠળ તેના ગ્રાહકોને એક વર્ષ માટે જીયો એપ્સનું ફ્રી સબસ્ક્રિપ્શન મળે છે. હવે કંપનીએ તેના હાલના ગ્રાહકોની પ્રાઈમ મેમ્બરશીપ એટલે કે મુખ્ય સભ્યપદ 1 વર્ષ માટે ફ્રીમાં વધારી આપેલ છે.

આવી પરિસ્થિતિમાં, ગ્રાહકને રૂ. 99નો ફાયદો થયો છે. તદુપરાંત એક વર્ષ સુધી રિલાયંસ જીયોના ગ્રાહકોને જીઓ એપ્લિકેશન્સ મફત ઍક્સેસ મળતી રહેશે. હવે મુખ્ય સવાલ એ છે કે શું તમારા જીયો નંબરનું મુખ્ય સભ્યપદનું નવીકરણ કરવામાં આવ્યું છે કે નહીં ? તેની ખબર કઈ રીતે પડે ? તો ચાલો તેના વિષે પણ જણાવીએ.

જો તમારા મોબાઈલ ફોનમાં માય જીયો એપ છે તો ઠીક છે પણ જો તમારા મોબાઈલમાં માય જીયો એપ ન હોય તો ચિંતા કરવાની જરૂર નથી. તમે તમારા મોબાઈલમાં માય જીયો એપ ડાઉનલોડ કરી લો. ત્યારબાદ તે એપને ઓપન કરો. હવે તમને એપમાં મતલબ કે એપ્લીકેશનમાં જમણી બાજુ નીચે તમારો પ્લાન જોવા મળશે. આ પ્લાનની કિંમતની નીચે વ્યુ ડીટેઇલ પર ક્લિક કરો. વ્યુ ડીટેઇલ પર ક્લિક કરવાથી જે મેનુ જોવા મળશે તેમાં તમને જીયો પ્રાઈમ મેમ્બરશીપ એટલે કે મુખ્ય સભ્યપદનો વિકલ્પ જોવા મળશે.

અહીંથી તમને જાણવા મળશે કે તમારી જીયો પ્રાઈમ મેમ્બરશીપ એટલે કે મુખ્ય સભ્યપદનો વિકલ્પ રીન્યુ થયો છે કે નહિ. એક વાત જણાવી દઈએ કે, જીયો પ્રાઈમ મેમ્બરશીપનું રીન્યુ સભ્યપદ ફક્ત હાલના ગ્રાહકો માટે જ છે. જયારે નવા ગ્રાહકોએ નવી પ્રાઈમ મેમ્બરશીપ માટે 99 રૂપિયા ચૂકવવાના રહેશે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment