જીવ હથેળીમાં રાખી કામ કરે છે લોકો, જીવતું રહેવા માટે દરેક દિવસે પીવે છે ૧૨ લીટર પાણી

19

દુનિયામાં એવી ઘણી ખતરનાક નોકરીઓ છે, જેને કરવું દરેક માટે શક્ય નથી હોતું. લોકો પોતાનો જીવ હથેળીમાં લઈને કામ કરે છે. ઓસ્ટ્રેલિયામાં આવી જ એક નોકરી છે, જેના વિશે જાણીને જ રૂવાળા ઉભા થઇ જાય છે. પરંતુ છતાંપણ ચામડી સળગાવી દેનારા તાપમાનમાં દરરોજ ૧૨ લીટર પાણી પીને લોકો કામ કરે છે.

વાત એવી છે કે, ઓસ્ટ્રેલિયાના મરક્યૂરી માઈન્સમાં કામ કરનારા લોકો ખુબજ જાનલેવા પરિસ્થિતિઓમાં કામ કરે છે. મીડિયાની રિપોર્ટસ અનુસાર, મરક્યૂરીની ખાણોમાં કેમિકલને ભટ્ટીઓમાં ખુબજ તપાવામાં આવે છે, જે વરાળ બનીને લિક્વિડ ફોર્મમાં આવે છે. આ પ્રક્રિયામાં ખાણોનું તાપમાન ૬૦ ડીગ્રી સુધી પહોંચી જાય છે.

હવે કેમકે ૬૦ ડીગ્રી તાપમાનમાં ત્યાં ઉભું રહેવું પણ કોઈ માણસ માટે શક્ય નથી થઇ શકતું, પરંતુ છતાં પણ લોકો ડીહાઈડ્રેશનથી બચવા માટે મોટા પ્રમાણમાં પાણી પીવે છે અને કામ કરે છે. આનાથી એમનો જીવ તો બચી રહે છે, પરંતુ આવા મુશ્કેલ પરિસ્થિતિમાં કામ કરવું દરેક માટે શક્ય હોતું નથી.

ઓસ્ટ્રેલિયન કાઉન્સિલ ઓફ ટ્રેડ યૂનિયન અનુસાર, મરક્યૂરીની ખાણોમાં કામ કરનારા લોકોને સખ્ત આદેશ આપવામાં આવ્યા છે કે જ્યારે ત્યાનું તાપમાન ૩૫ ડીગ્રી સેલ્સિયસથી ઉપર જાય, કર્મચારીઓને તાત્કાલિક કામ બંધ કરી દેવું જોઈએ. પરંતુ હજીપણ ખાણોના માલિકો દ્વારા આ આદેશને અવગણવામાં આવી રહી છે.

કાઉન્સિલએ ખાણોના માલિકોને સખ્ત ચેતવણી આપી છે કે જો કર્મચારીઓના જીવ સાથે ખેલ રોક્યો નહિ તો આ માઈનિંગ પ્રોજેક્ટ્સ રોકી દેવામાં આવશે, કારણકે આટલી ગરમીમાં કોઈપણ માણસ કામ કરી શકશે નહિ.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment