વરસાદ માં આજે જ બનાવો ખૂબ જ સ્વાદિષ્ટ ક્રિસ્પી મકાઈ ડુંગળી ના પકોડા…

60

ક્રિસ્પી મકાઈ ડુંગળી ના પકોડા

સામગ્રી:-

2 કપ બાફેલા અમેરિકન મકાઈ ના દાણા,

1 મોટી ડુંગળી સ્લાઈસ કરેલી,

2 લીલા મરચાં,

7-8 કળી લસણ,

1 આદુ નો ટુકડો,

7-8 મીઠાં લીમડા ના પાન ઝીણા સમારેલા,

1/2 કપ ઝીણી સમારેલી કોથમીર,

1 કપ ચણાનો લોટ ,

1/2 કોર્નફ્લોર,

1/4 ચમચી અધકચરો મરી નો ભુકો,

1/4 ચમચી ચાટ મસાલો,

1/4 ચમચી હળદર,

1/2 લાલ મરચું,

ચપટી હિંગ,

મીઠું સ્વાદાનુસાર ( ચાટ મસાલો ઉમેર્યો છે એટલે સામાન્ય કરતા ઓછું જોઈશે)

રીત:-

સૌ પ્રથમ 1/2 કપ મકાઈ ના દાણાં સાઈડ પાર નીકાળી ને બીજા દાણા ને મિક્સર માં અધકચરા ક્રશ કરી લો.હવે લસણ, આદુ , મરચાં ની પેસ્ટ બનાવી લો.એક બાઉલ માં અધકચરા ક્રશ કરેલા મકાઈ ના દાણાં , સાઈડ પર મુકેલા આખા મકાઈ ના દાણા , ચણા નો લોટ , કોર્નફ્લોર, આદુ, મરચા અને લસણ ની પેસ્ટ, સમરેલો લીમડો , ડુંગળી, મરી નો ભુકો, લાલ મરચું, મીઠું, ચાટ મસાલો, હિંગ અને કોથમીર ઉમેરી ને બધું બરાબર મિક્સ કરો. પકોડા માં લોટ ખાલી એકબીજા સાથે મિશ્રણ કરવા જ ઉમેર્યો છે.હવે કડાઈ માં તેલ ગરમ કરવા મુકો અને પકોડા ના બનાવેલા મિશ્રણ માંથી હાથેથી થોડું થોડું લઇ ને ગરમ તેલ માં મૂકતા જાવ .પહેલાં તેજ આંચ પર જ તળો. પછી સાઈડ ફેરવી ને મધ્યમ આંચ કરી ને આછા બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. હવે તેલ માંથી નીકાળી ને પેપર નેપકીન પર મૂકો.ગરમાગરમ કોર્ન ડુંગળી ના પકોડા ચા કે સોસ અને કોથમીર ની ચટણી સાથે સર્વ કરો…

નોંધ:-

પકોડા ઉમેરો ત્યારે તેલ એકદમ ગરમ હોવું જોઈએ નહીં તો પકોડા ક્રિસ્પી નહીં બને .
પકોડા ના મિશ્રણ માં લોટ ઓછો જ હોય નહીં તો ભજીયા જેવું લાગે.
ઉપર થી પણ ચાટ મસાલો ઉમેરી ને સર્વ કરી શકાય…

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment