જો પેરેન્ટ્સ નીકોટીનનો ઉપયોગ કરતા હશે તો તેમના બાળકોને પણ થશે નુકશાન જાણો કેવી રીતે ?

25

કોઇપણ પુરૂષ વધારે ધુમ્રપાન કરે કે નિકોટીનવાળા પદાર્થોનું સેવન કરે છે તો તેમના બાળકો, પૌત્ર અને પૌત્રી પર પણ તેની ખરાબ અસર પડે છે સાથે સંજ્ઞાનાત્મક ગડબડ થઇ શકે છે.

સ્ત્રીઓએ નિકોટીનવાળા પદાર્થોનું સેવન તથા ધુમ્રપાન કરવું જ ન જોઈએ, તેમાં પણ ખાસ કરીને ગર્ભવતી મહિલાઓને (પ્રેગ્નેન્ટ મહિલાઓને) એવી સલાહ આપવામાં આવે છે કે ગર્ભાવસ્થા દરમ્યાન આનાથી દુર જ રહેવું. ગર્ભવતી મહિલાઓ (પ્રેગ્નેન્ટ મહિલાઓએ) નિકોટીનવાળા પદાર્થોનું સેવન તથા ધુમ્રપાન કરે છે તો તેની સીધી અસર ગર્ભમાં રહેલ બાળકના આરોગ્ય પર થાય છે. પુરૂષ અને મહિલાની બંનેની આ ખરાબ આદતો અને પરિણામ વિશે એક અભ્યાસમાં જોવા જાણવા મળ્યું છે. અને આ વાત સામે આવી છે.

ઉંદરો પર કરેલા ઉપરના પ્રયોગ અભ્યાસના આધારે વૈજ્ઞાનિકોએ એવો નિષ્કર્ષ તારવ્યો છે. આ વૈજ્ઞાનિકોમાં ભારતીય મૂળના એક વૈજ્ઞાનિક પણ સામેલ છે. આ અભ્યાસમાં એવું જોવા મળ્યું કે નિકોટીન લેવા છતાં જો કે પુરૂષમાં સામાન્ય વ્યવહાર હોય છે. જ્યારે તેના પુત્ર પુત્રીઓમાં તેના કારણે હાઈપર એક્ટીવીટી, એટેન્શન ડેફીસીટી અને કોગ્નીટીવ ઇનફ્લેકસીવીટી જેવી સંજ્ઞાનાત્મક મુશ્કેલીઓ ઉભી થઇ શકે છે.

અમેરિકાના ફ્લોરીડા સ્ટેટ યુનિવર્સીટીના પ્રદીપ ભીડેએ જણાવ્યા મુજબ, ડોકટરો પુરુષોને ચેતાવણી આપતા નથી કે તેના ધુમ્રપાન કરવાથી પણ તેની પત્નીના ગર્ભમાં રહેલા બાળકને પણ નુકશાન થતુ હોય છે. આ નુકશાન ત્યારે પણ થઇ શકે છે જ્યારે ગર્ભવતી મહિલા બિલકુલ ધુમ્રપાન કરતી ન હોય. એક અભ્યાસમાં આ વાત સામે આવી છે.

સ્ટેટ યુનિવર્સીટીના પ્રદીપ ભીડેએ પણ જણાવ્યુ છે કે અમારા અભ્યાસના આંકડાઓથી ખબર પડે છે કે આજની પેઢીના બાળકો અને યુવકોમાં જે હાઈપર એક્ટીવીટી, એટેન્શન ડેફીસીટી અને કોગ્નીટીવ ઇનફ્લેકસીવીટી જેવી સંજ્ઞાનાત્મક બીમારીઓ, મુશ્કેલીઓ જોવા મળે છે તેનું મુખ્ય કારણ શક્ય છે એકાદ-બે પેઢી પહેલા નિકોટીનના કે ધુમ્રપાનના અતિ વધારે માત્રામાં સેવનને કારણે હોય શકે છે.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ  & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment