જો તમારા દોસ્તોનું લીસ્ટ લાંબુ હશે તો તમે આ બાબતમાં હંમેશા સૌથી આગળ રહેશો

19

એક અભ્યાસના આધારે ધ્યાનમાં આવ્યું છે કે તમારી યાદો, ભાવનાઓ અને પ્રેરણાઓનો અનુભવ કરતો અને કરાવતો તમારા મગજનો તે ભાગ સ્પષ્ટ રૂપથી તમારી ઉંમરની સાથે પ્રભાવિત થાય છે. લોકોના મગજના આ ભાગમાં સામાજિક સંબંધો સુરક્ષિત રહે છે. તમારા દોસ્તો ફક્ત તમારા ખરાબ સમયમાં કે તમારી નબળી પરિસ્થિતિમાં જ કામ આવે છે કે સાથ આપે છે તેવું નથી પણ તે તમને મગજથી પણ સતેજ બનાવે છે. જી હાં, જેની પાસે સાચા દોસ્તો છે તેવા લોકો બીજા લોકોની સરખામણીએ મગજથી કુશળતા પૂર્વક વધારે યુવાન અને સતેજ હોય છે. આ વાત એક અભ્યાસમાં સાબિત થઇ ચુકી છે. એક અભ્યાસ અનુસાર તમારી યાદો, ભાવનાઓ અને પ્રેરણાઓનો અનુભવ કરતો તમારા મગજનો તે ભાગ સ્પષ્ટ રૂપથી તમારી ઉંમરની સાથે પણ પ્રભાવિત થાય છે. લોકોના મગજના આ ભાગમાં સામાજિક સંબંધો સુરક્ષિત રહે છે.

અમેરિકાના કોલંબસમાં આવેલ “ઓહિયો સ્ટેટ વિશ્વ વિદ્યાલય” માંન્યુરોલોજીકલ ઇન્સ્ટીટયુટની મુખ્ય સંશોધક એલીઝાબેથકીર્બીએ કહ્યું કે “અમારી શોધ અને સંશોધનમાં એ ખુલાસો થયો છે કે સામાજિક રૂપથી સક્રિય વ્યક્તિના મગજ પર વધતી ઉંમરનો પ્રભાવ ચોક્કસ પડે છે.

“જર્નલ ફ્રન્ટીયર ઇન એજિંગ ન્યુરોસાયન્સ” દ્વારા પ્રકાશિત સંશોધન હેઠળ સંશોધકોના પક્ષે 15 થી18 મહિનાના ઉંદરોના બે જૂથ બનાવી ત્રણ મહિના સુધી બંને જૂથનો અભ્યાસ કર્યો. આ ઉંદરોને એક રમકડાને ઓળખવાનું હતું, તેના દ્વારા તે ઉંદરોની સ્મરણ શક્તિની પરીક્ષા કરવામાં આવી. આ સંશોધનના પરિણામ સ્વરૂપ એ જાણવા મળ્યું કે સમુહમાં રહેતા ઉંદરોની સ્મરણ શક્તિની ક્ષમતા છુટા છવાયા કે એકલ દોલક રહેતા ઉંદરની સ્મરણ શક્તિની ક્ષમતા કરતા ખુબજ વધારે હતી.

ન્યુરોલોજીકલ ઇન્સ્ટીટયુટની મુખ્ય સંશોધકકર્તા એલીઝાબેથકીર્બી કહે છે કે, “જ્યાં એકલા કે ફક્ત તેના સાથી સાથે રહેતા ઉંદર કોઈ ખાસ ચીજ કે વસ્તુને ઓળખવામાં કે કોઈ વસ્તુને તેની જગ્યાએથી હટાવીને બીજી કોઈ અલગ જ વસ્તુંને તેના સ્થાને મૂકી દેવામાં આવી છે તેને ઓળખવામાં અસફળ રહ્યા હતા. જ્યારે સમુહમાં રહેતા ઉંદરો આ પરીક્ષામાં સફળ રહ્યા હતા. અને આ બાબતમાં ખુબ જ સારું પરિણામ પણ આપ્યું હતું. કારણ કે સમુહમાં રહેતા ઉંદરોએ બીજી નવી વસ્તુને નજર અંદાજ કરીને જૂની વસ્તુની પાસે જઈ બીજી જગ્યાએથી તેને લઈને પાછી તેની મૂળ જગ્યાએ રાખી દિધી હતી.”

એલીઝાબેથકીર્બી વધારામાં ટીપ્પણી કરતા કહે છે કે, ભવિષ્યમાં વધારે સંશોધન કરીને સામાજિક સ્વભાવને સ્મરણ શક્તિ અને માનસિક સ્વાસ્થ્ય સંબંધી સંબંધોનો વધારે ખુલાસો પણ જાહેર કરી શકાશે.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ  & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment