જો તમારા શરીરમાં જોવા મળે આ 6 લક્ષણો તો સમજવું કે તમારા શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી ગયું છે

103

કોલેસ્ટ્રોલ વસા એટલે કે ચરબીની માફકનો પદાર્થ છે. જે તમારા શરીરની બધી જ કોશિકાઓમાં જોવા મળે છે. ટેકનીકલ રીતે આ એક લીપીડ છે. જે તમારા લોહીમાં circulatesનાં રૂપમાં ઓળખવામાં આવે છે. તે તમારા શરીરમાં ખાદ્ય પદાર્થનું પાચન કરવામાં મદદ કરે છે. સાથે શરીરના બીજા કાર્યો માટે પણ કોલેસ્ટ્રોલની જરૂર પડે છે. શરીરની દરેક કોશિકાઓના જીવન માટે કોલેસ્ટ્રોલ હોવું ખાસ જરૂરી છે. પહેલેથી જ આ વસા ચરબી યુક્ત હોય છે. એટલા માટે જ તે લોહીમાં જોવા મળતા નથી. જેથી તે નાના નાના કણો જેને લાઈપો પ્રોટીન કહેવામાં આવે છે.

આ લાઈપો પ્રોટીન બે પ્રકારના હોય છે.

૧.) Low – density lipoprotein (LDL) – આ ખરાબ કોલેસ્ટ્રોલ એટલે કે લો ડેનસીટી લિપોપ્રોટીન તમારા શરીરમાં શુદ્ધ લોહીની ધમનીઓને બ્લોકેજ કરે છે, અને હૃદયરોગ માટે તે જવાબદાર હોય છે. આ લો ડેનસીટી લિપોપ્રોટીનને ખરાબ કોલેસ્ટ્રોલ પણ કહેવામાં આવે છે.

૨.) High – density lipoprotein (HLD) – આ સારું કોલેસ્ટ્રોલ છે, એટલે તેને હાઈ ડેનસીટી લિપોપ્રોટીન કહેવામાં આવે છે. જે તમારા શરીરને હૃદયની બીમારીઓથી દૂર રાખે છે.

કોલેસ્ટ્રોલનું સ્તર :

૧.) સામાન્ય સ્તર.

Total Blood Cholesterol 200 એમજી/ડીએલથી ઓછું.
Low – density lipoprotein (LDL) 130 એમજી/ડીએલથી ઓછું.

2.) અસામાન્ય સ્તર.

Total level 240 એમજી/ડીએલથી વધારે.
High – density lipoprotein (HLD) 160 એમજી/ડીએલથી વધારે.

જો કે લેબોરેટરીમાં બ્લડ રીપોર્ટ કરાવ્યા વિના પણ તમારું શરીર તમને અમુક સંકેત આપવા લાગે છે. તે સંકેતને ઓળખી તમે એ વાતનો અંદાઝ ખુદ લગાવી શકો છો કે તમારા શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી તો નથી રહ્યુંને?

કેવા છે આ સંકેતો કે જેને તમે જાતે ઓળખી શકો? તો ચાલો જોઈએ આ સંકેતોને.

૧.) હાથ પગમાં ધ્રુજારીનો અનુભવ થવો.

જ્યારે પણ તમારા શરીરમાં લોહીમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ખુબજ વધી જાય ત્યારે શરીરમાં રહેલી લોહીની નસોમાં એટલે કે શુદ્ધ લોહીની ધમનીઓમાં અવરોધ ઊભો થાય છે. જે લોહીના પ્રવાહને અવરોધે છે. જેથી તમારા હાથ અને પગમાં ધ્રુજારીનો અનુભવ થવા લાગે છે. અથવા તો કોઈ પણ કારણ વિના હાથ –પગમાં દુ:ખાવો થાય છે. કારણ કે આવું એટલા માટે થાય છે કે તમારા શરીરની પેરીફેરલ નસમાં જરૂરી માત્રામાં ઓક્સીજન અને જરૂરી પોષક તત્વોથી ભરપૂર લોહી પહોચી શકતું નથી.

૨.) ડોક અને માથાના પાછળના ભાગમાં દુ:ખાવો થવો.

જો તમારા શરીરમાં લોહીમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ખુબજ વધારે વધી જાય તો તમારા શરીરની અમુક લોહીની નસો બ્લોક થવા લાગે છે. જેથી મગજ લોહીના  પ્રવાહથી પ્રભાવિત થાય છે. જેથી મગજના સર્ક્યુલેશન પર પણ અસર થાય છે. તેથી માથાના પાછળના ભાગમાં દર્દનો અનુભવ થવા લાગે છે. આ સિવાય ડોક અને ખંભામાં પણ અમુક સમયે સોજો આવી જાય છે અને સાથે દુ:ખાવો પણ થાય છે.

૩.) હૃદયના ધબકારા અનિયમિત થઇ જાય છે.

કેટલીક વાર એક્સરસાઈઝ કર્યા પછી કે ઝડપથી દોડ્યા બાદ કે ઝડપથી સીડી ચડ્યા બાદ કે પછી કોઈ ભારે શારીરિક પ્રવૃત્તિ કર્યા પછી તમારા હૃદયના ધબકારા વધી જાય છે. જો કે આનાથી કોઈ નુકશાન થવાની વાત નથી. ઘણીવાર સ્ટ્રેસ એટલે કે તાણ, એન્ગ્જાઈટી અથવા કોઈ દવાને લીધે પણ આવું થઇ શકે છે. પણ જો થોડુક ચાલવાથી પણ તમને શ્વાસ ચડે, થાકનો અનુભવ થાય, દિલની ધડકન ખુબજ વધી જાય તો સમજી લેવું કે તમારા શરીરમાં હાઈ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી ગયાનો સંકેત હોય શકે છે.

 ૪.) તમારા શરીરના વજનમાં અચાનક વધારો થવા લાગે.

જો તમારૂ શરીર પહેલેથી જ સામાન્ય વજનવાળું રહેતું હોય પણ અચાનક તમારા શરીરનું વજન કોઈ કારણ વગર એકધારું સતત વધવા લાગે અને તમને દરેક વખતે શરીર ભારે ભારે લાગે તેવો અનુભવ થાય તો સમજી લેવું કે તમારા શરીરમાં હાઈ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી ગયાનો તે સંકેત છે. આ લક્ષણને કે સંકેતને તમારે નજર અંદાજ કરવું જોઈએ નહિ. પણ બની શકે તેટલા જલ્દી તમારા ડોક્ટરને બતાવી શરીરનું ચેક – અપ કરાવી તેની સલાહ લેવી જોઈએ.

૫.) આંખોની પાંપણો ઉપર પીળા રંગનો ફેલાવો.

શું તમે ક્યારેય તમારી આંખોની ઉપરની કે નીચેની પાંપણો ઉપર પીળા રંગનો ફેલાવો જોયો છે? જેમાં તમને કોઇપણ પ્રકારનો દુ:ખાવો થતો ન હોય? ગભરાવ નહિ, આનાથી તમારી આંખોની રોશની પર કોઈ અસર નહિ થાય, પણ આ પીળા રંગનો ફેલાવો એ વાતનો સીધે સીધો સંકેત છે કે તમારા લોહીમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ખુબજ વધારે વધી ગયું છે. જો કે તેને એસીડ કે લેજરનો ઉપયોગ કરીને તેને દુર કરી શકાય છે. પણ જો તમે ઈચ્છો કે આ પીળા કલરનો ગ્રોથ સંપૂર્ણપણે ખત્મ થઇ જાય. તો તમારે પહેલું કામ તમારા શરીરમાં રહેલ કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં લેવું જોઈએ.

૬.) આંખના કોર્નિયામાં ગ્રે કલરની રીંગ થવી.

અરીસાની ખુબજ નજીક ઉભા રહી તમે તમારી આંખોને ખુબજ ધ્યાનથી જુઓ. શું તમને તમારી આંખોના સફેદ ભાગ જેને કોર્નિયા કહેવામાં આવે છે, તેની આસ- પાસ ગ્રે કલરની રીંગ અથવા આર્ક જેવું કંઈક જોવામાં આવે છે? જો કે આવી સ્થિતિ બુજુર્ગોમાં સામાન્ય વાત છે. પણ જો આ સ્થિતિ 45 વર્ષની કે તેનાથી નાની ઉંમરની વ્યક્તિની આંખોમાં જો જોવામાં આવે તો સમજી લેવાનું કે તમારા શરીરનું કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી ગયું છે.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment